Mr and Mrs Mahi Movie : વર્ષ 2024ની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ટ્રેલર (Mr and Mrs Mahi Trailer) રિલીઝ કરી દેવામાં આવ્યું છે. રાજકુમાર રાવ (Rajkumar Rao) અને જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) ની જોડી સિનેમાધરોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. રાજકુમાર રાવ ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના ટ્રેલરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ મુવી સાથે ભારતીય ક્રિકેટર એમેસ ધોની (Ms Dhoni) નું ખાસ કનેક્શન છે. આ વિશે ખુદ જાહ્નવી કપૂરે ખુલાસો કર્યો હતો.
‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ફિલ્મ એક્ટ્રેસ જાહ્નવી કપૂર એક ઇવેન્ટમાં હાજર રહી હતી. જ્યાં તેણે જણાવ્યું હતું કે, તે જણાવ્યું તે મહેન્દ્ર સિંહ ધોનીની ફેન છે. આ વિશે વધુમાં તેણે કહ્યું હતું કે, તે તેના સ્વભાવ, વ્યક્તિત્વ અને સિદ્ધાંતોથી પ્રેરિત છે. સમગ્ર ભારત તેનો ફેન છે. અમે તેને બહુ પ્રેમ કરીએ છીએ. જાહ્નવી કપૂરે એક ફનફેક્ટ જણાવતા કહ્યું કે, ‘માહીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે પરિણામ માટે નથી, પ્રોસેસ વિશે છે. જો તમે કોઇ પ્રક્રિયા ઇમાનદારી, મહેનતથી કરશો તો પરિણામ સારું જ આવશે. જો રિઝલ્ટ ના પણ મળે તો કોઇ ફર્ક નહીં પડે તમે તમારા તમારાથી 100 ટકા કોશિશ કરી હતી.’ તો ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ મુવી મહેન્દ્ર સિંહની આ લાઇન પર આધારિત છે તેમ એક્ટ્રેસે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીનું ટાઇટલ સાંભળીને ચાહકોમાં આ મુવીનું મહેન્દ્ર સિંહ ધોનીની કહાની સાથે સંબંધ છે તેવી આશા બંધાઇ હતી. જો કે હકીકતમાં એવું નથી. આ ફિલ્મની કહાની સંપૂર્ણપણ કાલ્પનિક છે.
રાજકુમાર રાવ અને જાન્હવી કપૂરની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’, જેનું નિર્દેશન શરણ શર્માએ કર્યું છે, તેનું નિર્માણ ઝી સ્ટુડિયો અને ધર્મા પ્રોડક્શન્સ હેઠળ કરવામાં આવ્યું છે. અગાઉ આ ફિલ્મ પહેલા 15 માર્ચે રિલીઝ થવાની હતી. પરંતુ હવે ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ 31 મેના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ પહેલા રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂર ફિલ્મ ‘રૂહી’માં સાથે જોવા મળ્યા હતા.