MS Dhoni Movie The Chase Promo : પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે બોલિવૂડ સુપરસ્ટાર આર માધવન સાથે એક્શન સીન કરતો જોવા મળી રહ્યો છે. 7 સપ્ટેમ્બરના રોજ આર માધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેને તેમણે વાસન બાલાની ફિલ્મ ‘ધ ચેઝ’નું ટીઝર ગણાવ્યું હતું. આ વીડિયોમાં આર માધવન સાથે એમએસ ધોની ટાસ્ક ફોર્સ ઓફિસર તરીકે જોવા મળી રહ્યો છે.
એક્શન ફિલ્મમાં ધોની અને માધવન
જો કે આર માધવને જે ફિલ્મ છે, સિરીઝ છે કે બીજું કંઈ તે જણાવ્યું નથી, તેમજ તેની માહિતી છુપાવી રાખવામાં આવી છે. આ વીડિયો થોડાક સમયમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. સામે આવેલા ટીઝરમાં માધવન અને ધોની ટાસ્ક ફોર્સ ઓફિસર તરીકે એક મિશન પર બે સૈનિક તરીકે જોવા મળી રહ્યા છે. બંને બુલેટપ્રૂફ જેકેટ પહેરીને યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે.
આ વીડિયો ક્લિપ શેર કરતાં માધવને કેપ્શન આપ્યું હતું કે, “એક મિશન ટુ ફાઇટર.” સીટ બેલ્ટ લગાવી લો, એક જંગલી, ફોલ્લીઓનો પીછો શરૂ. ધ ચેઝ – ટીઝર હવે રિલીઝ થઈ ગયું છે. વાસન બાલા દ્વારા નિર્દેશિત. ટુંકમાં આવી રહ્યું છે.
એમએસ ધોની ઘણી વખત ટીવી એડમાં એક્શન સ્ટંટ કરતા દેખાય છે પરંતુ પહેલી વખત કોઇ ફિલ્મમાં એક્શન સીન કરતા જોવા મળશે. મહિન્દ્ર સિંહ ધોની ભારતના સૌથી સફળ ક્રિકેટ કેપ્ટન પૈકીના એક છે, જેમણે ટીમ ઈન્ડિયાને 3 -3 આઈસીસી કપ જીતાડ્યો છે.
ધોની હાલ આઈપીએલ મેચમાં રમે છે અને વર્ષ 2025માં ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં તેમને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. અલબત્ત, આ ટીમનો દેખાવ નબળો પડી રહ્યો હતો અને આ ટીમે 14 લીગ મેચ માંથી માત્ર 4 મેચ જીત હતી અને ટોપ ટેબલમાં 10માં સ્થાન પર હતી.