/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Mukesh-Khanna-Shaktimaan.jpg)
મુકેશ ખન્ના શક્તિમાન બની ફરી કમબેક કરશે, ટીઝર રિલીઝ
Mukesh Khanna Shaktimaan | પીઢ અભિનેતા મુકેશ ખન્ના (Mukesh Khanna) એ થોડા સમય પહેલા તેમના ચાહકોને વચન આપ્યું હતું કે તેઓ 90ના દાયકાના લોકપ્રિય સુપરહીરો શો 'શક્તિમાન'ને પાછા લાવશે. હવે અભિનેતાએ પોતાનું વચન પૂરું કર્યું છે. દેશી સુપરહીરો તરીકે પડદા પર પરત ફરવા જઈ રહ્યો છે. મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયા પર 'શક્તિમાન'નું ટીઝર (Shaktimaan Teaser Release)રિલીઝ કર્યું છે.
મુકેશ ખન્ના શક્તિમાન (Mukesh Khanna Shaktimaan)
મૂળ ભારતીય સુપરહીરો શક્તિમાન પાછો આવી રહ્યો છે. મુકેશ ખન્ના એ વચન પૂરું કરી રહ્યા છે જે તેણે ભારતીય સ્ક્રીન પર પાછા ફરવાનું કર્યું હતું. મુકેશે માત્ર 'શક્તિમાન'નું ટીઝર સાથે પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. હવે તમામ દર્શકો રિલીઝ ડેટની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: સસ્પેન્સથી ભરેલી છે તમન્ના ભાટિયા, જિમી શેરગિલની ફિલ્મ સિકંદર કા મુકદ્દર, દમદાર ટ્રેલર રિલીઝ
શક્તિમાન ટીઝર (Shaktimaan Teaser)
આ પણ વાંચો: ખુશી કપૂરના બ્રેસલેટ પર રૂમર્ડ બોયફ્રેન્ડ વેદાંગ રૈનાનું નામ, ફેન્સએ સંબંધની અફવાને આપ્યો વેગ
ટીઝર વીડિયોમાં જોઈ શકાય છે કે મુકેશ ખન્ના એક સ્કૂલમાં ઉડતા જોવા મળે છે. ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, સુભાષ ચંદ્ર બોઝ અને અન્ય ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ તસ્વીરની સામે ઉભા રહીને ગીત ગાતા જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે-તેના પાછા આવવાનો સમય આવી ગયો છે. આપણો પ્રથમ ભારતીય સુપર શિક્ષક સુપર હીરો. આ તે આગામી દિવસોમાં બાળકો માટે કમબેક કરી રહ્યું છે. તે પણ મેસેજ સાથે. એક શિક્ષણ સાથે, આજની પેઢી માટે ખાસ. બન્ને હાથે તેઉ સ્વાગત થવું જોઈએ.
ચાહકો તેમના બાળપણના મનપસંદ શોને પરત ફરતો જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. બધા ચાહકો કોમેન્ટ સેક્શનમાં લખી રહ્યા છે કે 90ના દાયકામાં લોકો આ શોના નવા એપિસોડની આતુરતાથી રાહ જોતા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 1997માં 'શક્તિમાન' દૂરદર્શન ચેનલ પર આવી હતી. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વખતે વાપસી કરનાર શકિતમાન ફિલ્મના રૂપમાં કમબેક કરશે કે વેબસીરીઝના રૂપમાં, જે જોવાનું રહ્યું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us