National Cinema Day, Watch All Movies of just 99 rupees : ફિલ્મ રસીયાઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. મલ્ટીપ્લેક્સ થિયેટરમાં આ તારીખે માત્ર 99 રૂપિયામાં મૂવી માણવાનો મોકો આવશે. આ તારીખે મલ્ટીપ્લેક્સ માત્ર 99 રૂપિયામાં મૂવી ટિકિટ વેચશે.
મલ્ટીપ્લેક્સ એસોસિએશન દ્વારા નેશનલ સિનેમા ડેની ઘોષણા
મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (MAI) એ ગુરુવારે જાહેરાત કરી કે આ વર્ષે 13 ઓક્ટોબરે નેશનલ સિનેમા ડે એટલે કે રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવશે. મલ્ટિપ્લેક્સ થિયેટરોના રાષ્ટ્રીય સ્તરના સંગઠને એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, દેશભરના સિનેમા હોલમાં સિનેમાના શોખીનોને માત્ર 99 રૂપિયામાં પ્રવેશ આપવામાં આવશે.

" class="wp-image-197737" srcset="https://images-gujarati.indianexpress.com/2023/09/MAI-National-Cinema-Day-October-13.jpg 768w, https://images-gujarati.indianexpress.com/2023/09/MAI-National-Cinema-Day-October-13.jpg?resize=169,300 169w, https://images-gujarati.indianexpress.com/2023/09/MAI-National-Cinema-Day-October-13.jpg?resize=576,1024 576w, https://images-gujarati.indianexpress.com/2023/09/MAI-National-Cinema-Day-October-13.jpg?resize=720,1280 720w, https://images-gujarati.indianexpress.com/2023/09/MAI-National-Cinema-Day-October-13.jpg?resize=650,1156 650w" sizes="auto, (max-width: 576px) 100vw, 576px" />
આ પ્રેસ રિલિઝમાં વધુમાં જણાવ્યું છે કે, પીવીઆર (PVR), આઇનોક્સ (INOX), સિનેપોલીસ (Cinepolis), Miraj (મીરાજ) અને Delite સહિત ભારતમાંથી મલ્ટીપ્લેક્સમાં 4,000 થી વધુ થિયેટર સ્ક્રીનોએ રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ટીમ બનાવી છે.
રાષ્ટ્રીય સિનેમા દિવસના રોજ તમામ વયના દર્શકોને 99 રૂપિયામાં ફિલ્મ જોવાનો મોકો મળશે
મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ પ્રેસ રિલિઝમાં જણાવ્યુ છે કે, “આ ખાસ દિવસે તમામ ઉંમરના પ્રેક્ષકોને માત્ર 99 રૂપિયામાં મૂવીની મજા માણવાનો મોકો મળશે. આ વર્ષે બોક્સ ઓફિસ પર સંખ્યાબંધ ફિલ્મો સક્સેસ થઇ છે.
એસોસિએશને જણાવ્યું હતું કે, “આ સફળતામાં યોગદાન આપનાર તમામ મૂવી જોનારાઓ માટે તે હૃદયપૂર્વક ‘આભાર’ છે અને જેઓ હજુ સુધી તેમની નજીકના થિયેટરોમાં ફિલ્મ જોવા ગયા નથી તેમના માટે ખુલ્લું આમંત્રણ છે.”
MAIની અનુસાર ફિલ્મ ચાહકો 13 ઓક્ટોબરે કોઈપણ ફિલ્મનો કોઈપણ શો 99 રૂપિયામાં જોઈ શકે છે, જો કે તેમાં રિક્લાઈનર અને પ્રીમિયમ ફિલ્મ શોનો સમાવેશ કરાયો નથી.
ગયા વર્ષે, એસોસિએશને 23 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવ્યો હતો, તે દિવસે એક દિવસમાં સૌથી વધુ 65 લાખ ટિકિટ વેચાઇ હતી.
ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓક્ટોબરમાં નિર્ણય લેશે
ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશનના અધિકારીએ જણાવ્યું કે, મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ 13 ઓક્ટોબરને નેશનલ સિનેમા ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે તે દિવસે મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં માત્ર 99 રૂપિયામાં ફિલ્મ જોવાનો મોકો મળશે. આ મામલે અમે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં ધ મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ગુજરાતની બેઠક યોજાશે અને નિર્ણય લેવાશે. નોંધનિય છે કે, ધ મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ગુજરાતમાં રાજ્યના લગભગ 150 મલ્ટીપ્લેક્સ થિયેટરો અને સિનેમા ઓનર્સ જોડાયેલા છે.





