Munawar Faruqui : બિગ બોસ 17 વિજેતા મુનવ્વર ફારૂકી પર ઇંડા ફેંકાયા, ગુસ્સાથી લાલચોળ, જુઓ વીડિયો

Munawar Faruqui : ગઇકાલે રાત્રે બિગ બોસ 17 વિજેતા અને કોમેડિયન મુનવ્વર ફારૂકી ઇફતાર પાર્ટી માટે મુંબઇના અલી રોડ પહોંચ્યો હતો. મિનારા મસ્જિદમાં તેનો એક રેસ્ટોરન્ટ માલિક સાથે ઝઘડો થઇ ગયો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

Munawar Faruqui : ગઇકાલે રાત્રે બિગ બોસ 17 વિજેતા અને કોમેડિયન મુનવ્વર ફારૂકી ઇફતાર પાર્ટી માટે મુંબઇના અલી રોડ પહોંચ્યો હતો. મિનારા મસ્જિદમાં તેનો એક રેસ્ટોરન્ટ માલિક સાથે ઝઘડો થઇ ગયો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Munawar Faruqui | Munawar Faruqui Controversy | Munawar Faruqui Egg Controversy

Munawar Faruqui : મુનવ્વર ફારૂકી પર ઇંડા ફેંકાયા, ગુસ્સાથી લાલચોળ, જુઓ વીડિયો

Munawar Faruqui Controversy : બિગ બોસ 17 વિજેતા અને પ્રચલિત સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર મુનવ્વર ફારૂકી ફરી વિવાદમાં ઘેરાયો છે. ગઇકાલે રાત્રે મુનવ્વર ફારૂકી સાથે એક ઘટના ઘટી હતી. જેને પગલે તે ગુસ્સાથી લાલધૂમ જોવા મળ્યો હતો. મુનવ્વર ફારૂકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Advertisment
publive-image

પ્રાપ્ત માહિતી અનુસાર, મુનવ્વર ફારૂકીને મિનારા મસ્જિદ વિસ્તાર સ્થિત એક રેસ્ટોરંટમાં ઇફતાર માટે આમંત્રણ અપાયું હતું. પરંતુ કોમેડિયન મુનવ્વર રેસ્ટોરંટના બદલે બીજી શોપ પર ચાલ્યો ગયો. જે બાદ મુનવ્વર ફારૂકી પર રેસ્ટોરંટના માલિક ભડકતા ઇંડા ફેંકવામાં આવ્યાં હતા. આ મામલો હવે પોલીસ સુધી પહોંચી ગયો છે.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં મુનવ્વર ફારૂકી એકદમ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, સમગ્ર ઘટનાના પગલા રૂપે રેસ્ટોરંટના માલિક સહિત 5 સ્ટાફ મેમ્બર પર ઇંડા ફેંકવાનો કેસ ફાઇલ કરવામાં આવ્યો છે.

Advertisment

આ પણ વાંચો : Eid 2024 : ઇદ પર રિલીઝ થયેલી આ ફિલ્મો બોક્સ ઓફિસ ગજવી ચૂકી છે, જુઓ યાદી

ઉલ્લેખનીય છે કે, મુનવ્વર ફારૂકી અગાઉ હુક્કા પાર્લરમાં હુક્કા પીતો જોવા મળ્યો હતો, જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. મુનવ્વર ફારૂકી તેની લવ લાઇફને કારણે પણ સતત ચર્ચામાં રહે છે.

celebrities મનોરંજન ન્યૂઝ