લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ચાહકો માટે હાલમાં રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વહેતી થઈ હતી કે શોના મુખ્ય કલાકારો દિલીપ જોશી (Dilip Joshi) (જેઠાલાલ) અને મુનમુન દત્તા (Munmun Dutta) (બબીતાજી) શો છોડી રહ્યા છે. અહીં જાણો શું છે આખો મામલો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા અનેક વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ શોના કલાકારો, ખાસ કરીને જેઠાલાલ અને બબીતાજી, તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી માટે ખૂબ જ લોકપ્રિય છે. આવા સંજોગોમાં, તેમના શો છોડવાના સમાચાર ચાહકો માટે નિરાશાજનક સાબિત થઈ રહ્યા હતા.
જો કે શોના અન્ય કલાકારો શૈલેષ લોઢા, નેહા મહેતા, જેનિફર મિસ્ત્રી સહિત ઘણા લોકો સિરિયલ છોડી ચુક્યા છે, હવે એવા ન્યુઝ આવે છે કે જેઠાલાલનો રોલ કરનાર દિલીપ જોશી અને બબીતા જી નો રોલ પ્લે કરતી મુનમુન દત્તા એ પણ આ શો છોડી દીધો છે, બંનેવ સ્ટાર્સ આ શો ના લેટેસ્ટ ભૂતિયા એપિસોડમાં નજર આવ્યા નથી, એવામાં એ ચર્ચાનો વિષય બની ગયું છે, અહીં જાણો આખો મામલો શું છે અને મેકર્સ શું કહે છે?
શો ના અત્યારના ટ્રેક માંથી જેઠાલાલ અને બબીતા જી ગાયબ
શો સુધી વધારે લોકોને જેઠાલાલ અને બબીતા જી નો રોલ છે, એવામાં જો તેઓ શો નો ભાગ નહિ હોય તો શો એટલો સારો ચાલી શકે નહિ, અહીં જણાવી દઈએ કે અત્યારે શો માં ભૂતનો ટ્રેક બતાવામાં આવી રહ્યો છે, એની સ્ટોરી કંઈક એવી છે કે તારકના બોસ એને હોલી ડે હોમમાં પોતાની વાઈફ સાથે વેકેશનની ઓફર કરે છે,કારણ કે તે તારકના કામ અને કંપનીના ફાયદાથી ખુશ છે,
એવામાં તારક મહેતા ન માત્ર તેની પત્ની પરંતુ બધા ગોકુલધામ સોસાયટીના લોકોને સાથે લઇ જવાની અનુમતિ માંગે છે અને તેનો બોસ હા કહે છે, પરંતુ તેઓને ખબર નથી કે એ હોન્ટેડ જગ્યા છે, એવમા દર્શકો નોટિસ કરે છે કે બબીતાજી અને જેઠાલાલ આ મહા એપિસોડમાં દેખાય નથી, શો માં કીધું છે કે જેઠાલાલ બિઝનેસના કામથી બહાર છે અને બબીતાજી અને ઐયર વેકેશન માટે મહાબળેશ્વર ગયા છે.
પરંતુ, સૂત્રો દ્વારા અને વિવિધ મીડિયા રિપોર્ટ્સની તપાસ બાદ જાણવા મળ્યું છે કે દિલીપ જોશી અને મુનમુન દત્તા બંને હજી પણ શોનો હિસ્સો છે. આ પ્રકારની અફવાઓ સમયાંતરે ફેલાતી રહે છે, પરંતુ તેના કોઈ સત્તાવાર પુરાવા મળતા નથી.
આથી, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે તેમના મનપસંદ જેઠાલાલ અને બબીતાજી હજી પણ ગોકુલધામ સોસાયટીમાં મનોરંજન પૂરું પાડતા રહેશે.





