Naga Chaitanya Sobhita Dhulipala Love Story | નાગા ચૈતન્ય પર શોભિતા ધુલિપાલા આ વાતથી ખુબજ ગુસ્સે થઇ, લવ સ્ટોરી અંગે કર્યો એક્ટરએ ખુલાસો

અભિનેતા નાગા ચૈતન્યએ તાજેતરમાં એક ટોક શોમાં હાજરી દરમિયાન પોતાની લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો કે તે અને શોભિતાની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઇ?

Written by shivani chauhan
October 07, 2025 07:42 IST
Naga Chaitanya Sobhita Dhulipala Love Story | નાગા ચૈતન્ય પર શોભિતા ધુલિપાલા આ વાતથી ખુબજ ગુસ્સે થઇ, લવ સ્ટોરી અંગે કર્યો એક્ટરએ ખુલાસો
નાગા ચૈતન્ય શોભિતા ધૂલીપાલા લવ સ્ટોરી Naga Chaitanya Sobhita Dhulipalaસામંથા રૂથ પ્રભુ

Naga Chaitanya Sobhita Dhulipala Love Story | અભિનેતા નાગા ચૈતન્ય (Naga Chaitanya) અને શોભિતા ધુલિપાલા (Shobhita Dhulipala) એ ગયા વર્ષે ઓગસ્ટમાં તેમની સગાઈના ફોટા શેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા, ત્યારબાદ ડિસેમ્બરમાં અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્ન સમારોહ યોજાયો હતો. જે ચૈતન્યના દાદા, સુપ્રસિદ્ધ અભિનેતા અક્કીનેની નાગેશ્વર રાવ દ્વારા સ્થાપિત પારિવારિક વારસો છે.

અભિનેતા નાગા ચૈતન્યએ તાજેતરમાં એક ટોક શોમાં હાજરી દરમિયાન પોતાની લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો કે તે અને શોભિતાની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઇ?

નાગા ચૈતન્ય શોભિતા ધુલિપાલા લવ સ્ટોરી (Naga Chaitanya Shobhita Dhulipala Love Story)

નાગા ચૈતન્યએ યાદ કરતાં કહ્યું, “અમે ઇન્સ્ટાગ્રામ પર મળ્યા હતા. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું મારા પાર્ટનરને ત્યાં મળીશ. હું તેના કામથી પરિચિત હતો. એક દિવસ, જ્યારે મેં શોયુ (તેનું ક્લાઉડ કિચન) વિશે પોસ્ટ કર્યું, ત્યારે તેણે ઇમોજી સાથે કમેન્ટ કરી હતી. મેં તેની સાથે ચેટ કરવાનું શરૂ કર્યું, અને તરત જ, અમે મળ્યા.”

રેપિડ-ફાયર રાઉન્ડ દરમિયાન, જ્યારે જગપતિ બાબુએ નાગા ચૈતન્યને એક એવી વસ્તુનું નામ પૂછ્યું જેના વગર તે રહી શકતો નથી, ત્યારે ચૈતન્યે તરત જ જવાબ આપ્યો, “શોભિતા, મારી પત્ની!”

અભિનેતાએ એક હળવી વાત પણ શેર કરી કે શોભિતા ધુલિપાલા તેની તાજેતરની ફિલ્મ થાંડેલનું એક ગીત પસંદ ન હતું જે તેમની પહેલી 100 કરોડ રૂપિયાની હિટ ફિલ્મ બની હતી. “તે ‘બુજ્જી થલ્લી’ ગીતને કારણે મારાથી ગુસ્સે થઈ હતી. વાસ્તવમાં આ ઉપનામ મેં તેમને આપ્યું છે. તેને લાગ્યું કે મેં દિગ્દર્શક (ચંદુ મોન્ડેટી) ને ફિલ્મમાં તેનો ઉપયોગ કરવા કહ્યું છે. તેણે થોડા દિવસો સુધી મારી સાથે વાત કરી નહીં – પણ હું આવું કેમ કરું?”

નાગા ચૈતન્ય સામંથા રૂથ પ્રભુ (Naga Chaitanya Samantha Ruth Prabhu)

નાગા ચૈતન્યના પહેલા લગ્ન અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે થયા હતા. બંનેએ 2017 માં લગ્ન કર્યા હતા પરંતુ 2021 માં તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. ધુલિપાલાએ 2024 માં શોભિતા ધુલિપાલ સાથે લગ્ન કર્યા હતા, જ્યારે સામંથા તેના ફેમિલી મેનના ડિરેક્ટર રાજ નિદિમોરુને ડેટ કરી રહી હોવાના અહેવાલ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ