સાઉથની ફેમસ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુનો એક્સ પતિ નાગા ચૈતન્ય અને શોભિત ધુલિપાલા હંમેશા ચર્ચામાં રહે છે. એવા સમાચાર છે કે, શોભિતા ઘુલિપાલા છેલ્લા 1 વર્ષથી નાગા ચૈતન્યને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે સ્પોટ પણ થઇ ચૂક્યા છે. જો કે હજુ સુધી બંનેમાંથી કોઇએ તેના સંબંધને જાહેરમાં કબૂલ્યા નથી. પરંતુ જ્યારે ઇન્ટરવ્યુમાં તેમને એકબીજા વિશે સવાલ કરાયા ત્યારે તેમના હાવભાવ જોવા જેવા હોય છે. એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા હાલ વેબ સીરિઝ ધ નાઇટ મેનેજર 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન શોભિતાએ એક ન્યૂઝ પોર્ટલ સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેને અંગેત જીવન વિશે પૂછવામાં આવ્યું હતું. આ સાથે તેને ભાવિ જીવનસાથીમાં કઈ ક્વોલિટી જોઈએ છે એ પણ જણાવ્યું હતું.
શોભિતા ધુલિપાલાએ કહ્યું હતું કે ‘પર્સનલ લાઈફ પર વધારે સ્પોટલાઈટ રહે તે વાત મને પરેશાન કરતી નથી. પરંતુ જો લોકો મારી પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરશે તો મને ગમશે. તેમા પરેશાન થવા જેવું કંઈ નથી. જો તમે મને જોવા જઈ રહ્યા છો અથવા તમે મને જાણો છો તો હું ઈચ્છીશ કે તમે મારી ખૂબી, આકરી મહેનત અને કળા વિશે પણ જાણો, કારણ કે તે કંઈક એવું છે, જે મારા માટે ઘણું કિંમતી છે. હું કહું છું કે તેઓ મારા અંગત જીવન વિશે આવી રીતે કેમ બોલી શકે? હું તેમને જણાવવા માગું છું કે, હું વિઝાગથી આવી છું. મને ક્રાફ્ટ માટે ઘણી મહેનત કરી છે. મેં ઘણા ઓડિશન આપ્યા છે, ત્યારે જઈને આજે જ્યાં છું તે શક્ય બન્યું છે. કંઈ નહીં તો તેને તો જુઓ. બાકી તો હું સરળતાથી પરેશાન નથી’.
શોભિતા ધુલિપાલાએ તે તેના આદર્શ જીવનસાથીમાં કઈ ખૂબીઓને શોધે છે તેના વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘મને મૂળ સાથે જોડાયેલા લોકો ગમે છે. મને તેવી વ્યક્તિ જોઈએ છે જે ડાઉન ટુ અર્થ હોય. તે સમજતો હોવો જોઈએ કે જીવન ટૂંકું છું, આપણે અહીં જવા માટે જ આવ્યા છીએ. તે દયાળુ હોવો જોઈએ અને તે જાણતો હોવો જોઈએ કે, આપણે બધું જ નથી’.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022ની શરૂઆતથી શોભિતા અને નાગા ચૈતન્ય વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની અટકળો તેજ થઇ છે. આ ચર્ચા ત્યારે શરૂ થઈ હતી જ્યારે બંને એક્ટરના નવા ઘર બહાર સ્પોટ થયા હતા. નાગા ચૈતન્યએ અગાઉ સમંતા રુથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા, 2021માં તેઓ સેપરેટ થયા હતા અને 2022માં તેમના ડિવોર્સ થયા હતા.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, ઝોયા અખ્તર અને રીમા કાગતીની સીરિઝ ‘મેડ ઈન હેવન’થી શોભિતાને પોપ્યુલારિટી મળી હતી. તે હવે ‘ધ નાઈટ મેનેજર’ની બીજી સીઝનમાં દેખાશે, જેમાં તેની સાથે અનિલ કપૂર, આદિત્ય કપૂર, તિલોતમા શોમે સહિતના કલાકારો છે.





