નાગા ચૈતન્ય (Naga Chaitanya) અને શોભિતા ધુલીપાલા (Sobhita Dhulipala) એ 8 ઓગસ્ટ 2024 ના રોજ સગાઈ કરી લીધી છે. જેના ફોટા ઓનલાઈન કપલ દ્વારા શેર કરવામાં આવ્યા છે. તસવીરમાં કપલ તેમના પરિવાર સાથે ખુશીની પળો શેર કરતા જોવા મળે છે. નાગાર્જુનની પત્ની લક્ષ્મી દગ્ગુબાતી અને તેની પુત્રી અમલા અક્કીનેની આ તસવીરોમાં જોવા મળેછે. શોભિતાના માતા-પિતાએ પણ અક્કીનેની પરિવાર સાથે પોઝ આપ્યો હતો.
નાગા ચૈતન્ય અને તેની માતા લક્ષ્મી દગ્ગુબાતીની શોભિતાના પરિવાર સાથેની તસવીરમાં પોઝ આપે છે, તેઓ ખુશીના પ્રસંગે બધા કેમેરા સામે હસતા દેખાઈ છે.

9 ઓગસ્ટ 2024 ના રોજ શનિવારે સાંજે શોભિતાએ નાગા ચૈતન્ય સાથેની તેની સગાઈની કેટલીક નવી તસવીરો શેર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. નાગાર્જુને સોશિયલ મીડિયા પર સગાઈની ઘોષણા કર્યાના એક દિવસ બાદ આ દંપતીએ તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા બાદ ફોટોઝમાં પરિવાર એકસાથે હસતો જોઈ શકાય છે.

સોભિતા અને નાગા ચૈતન્યની ગુરુવારે (8 ઓગસ્ટ) હૈદરાબાદમાં નાગાર્જુનના ઘરે સગાઈ થઈ હતી. દંપતીના પ્રથમ ફોટા પીઢ અભિનેતાએ તેના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યા હતા.
કથિત રીતે આ કપલ થોડા વર્ષોથી ડેટિંગ કરી રહ્યું હતું. ચૈતન્યએ અગાઉ એક્ટર સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ 2017 માં લગ્ન કર્યા હતા. 2021 માં, તેઓએ ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત નિવેદન દ્વારા અલગ થવાની ઘોષણા કરી હતી.





