Naga Chaitanya Sobhita Dhulipala Wedding Photos | નાગા ચૈતન્ય (Naga Chaitanya) અને શોભિતા ધૂલીપાલા (Sobhita Dhulipala) એ 4 ડિસેમ્બર, 2024 બુધવારે હૈદરાબાદમાં લગ્નના બંધનમાં બધાઈ ગયા છે. આ અગાઉ થોડા મહિનાઓ પહેલા કપલે સગાઈ કરી હતી જેના ફોટોઝ નાગાર્જુને તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા,રી એજ રીતે નાગાર્જુને નવ દંપતીના લગ્નના સત્તાવાર ફોટાઝ શેર કર્યા હતા. ફોટામાં કપલ મહેમાનોના આશીર્વાદ લેતા, નાગાર્જુન સાથે પોઝ આપતા અને લગ્નની વિવિધ વિધિઓમાં ભાગ લેતા જોઈ શકાય છે.
નાગા ચૈતન્ય શોભિતા ધૂલીપાલા લગ્નના ફોટા (Naga Chaitanya Sobhita Dhulipala Wedding Photos)
કપલના ફોટા શેર કરીને નાગાર્જુને પોતાનો આનંદ વ્યક્ત કરતી એક નોટ લખી છે, તેણે લખ્યું, “સોભિતા અને ચાયને આ સુંદર અધ્યાયની શરૂઆત સાથે જોવાએ મારા માટે ખાસ અને ભાવનાત્મક ક્ષણ છે.” તેણે દંપતીને અભિનંદન આપ્યા અને શોભિતાનું તેના પરિવારમાં સ્વાગત કર્યું હતું. પીઢ અભિનેતાએ લખ્યું, “તમે પહેલાથી જ અમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ લાવ્યા છો.”
આ પણ વાંચો: 25 વર્ષ પછી આ અભિનેત્રી ભારત પરત ફરી, ખૂબ જ ભાવુક જોવા મળી, જુઓ વીડિયો
લગ્ન અન્નપૂર્ણા સ્ટુડિયોમાં થયા હોવાથી, નાગાર્જુને તેના સ્વર્ગસ્થ પિતા અક્કીનેની નાગેશ્વર રાવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું, “આ ઉજવણીનો વધુ ઊંડો અર્થ છે કારણ કે તે ANR ગરુની પ્રતિમાના આશીર્વાદ હેઠળ થાય છે, જે તેમના શતાબ્દી વર્ષ નિમિત્તે સ્થાપિત કરવામાં આવ્યા છે. એવું લાગે છે કે તેમનો પ્રેમ અને માર્ગદર્શન આ સફરના દરેક પગલામાં અમારી સાથે હાજર છે.
શોભિતા નાગા ચૈતન્ય વેડિંગ આઉટફિટ (Sobhita Naga Chaitanya Wedding Outfit)
લગ્નના ખાસ દિવસ પર સોભિતાએ સુંદર ગોલ્ડન કાંજીવરમ સાડી પસંદ કરી હતી. તેણીએ ટ્રેડિશનલ સોનાના આભૂષણો, ગજરા, અલ્ટા અને મહેંદી સાથે તેનો લુક કંપ્લીટ કર્યો છે. આ દરમિયાન નાગા ચૈતન્ય ટ્રેડિશનલ પંચા અને કુર્તા પહેરેલ જોવા મળે છે.
આ પણ વાંચો: રાજ કપૂરની 100મી જન્મજ્યંતિ, અભિનેતાની ફિલ્મ થિયેટરમાં જોઈ શકાશે, ટિકિટ કિંમત માત્ર ₹ 100
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ તેમના પરિવાર અને મિત્રોની હાજરીમાં હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. નાગાર્જુન અક્કીનેનીએ અગાઉ શેર કર્યું હતું કે આ એક “ઘનિષ્ઠ છતાં વિશાળ લગ્ન” હશે. “અમે અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્નનું આયોજન કરી રહ્યા છીએ જે મારા પિતાએ બનાવેલો ફેમિલી સ્ટુડિયો છે. આ ઘનિષ્ઠ સમારોહ તરીકે આયોજન કર્યું હતું અને અતિથિઓની લિસ્ટ મર્યાદિત કરીને પણ અમે ખૂબ મોટી હાજરીની અપેક્ષા રાખીએ છીએ. અમારો મોટો પરિવાર છે અને શોભિતાનો પણ પરિવાર મોટો છે.”
નાગા ચૈતન્યએ શોભિતા સાથેની તેમની પ્રથમ મુલાકાતને યાદ કરી અને શેર કર્યું કે તેઓ પ્રથમ વખત મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન મળ્યા હતા. “હું મારા OTT શોના લોન્ચિંગ માટે મુંબઈમાં હતો, તે સમય દરમિયાન, તે તે જ પ્લેટફોર્મ સાથે એક શો પણ કર્યો હતો. અમે પ્રથમ OTT પ્લેટફોર્મ દ્વારા આયોજિત ઇવેન્ટમાં વાત કરી હતી.





