/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/nargis-dutt.jpg)
કોણ છે ભારતીય સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર જેણે મળ્યો પદ્મશ્રીથી સન્માન કરાયા
Nargis Dutt Birth Anniversary : બોલિવૂડની મહિલા સુપરસ્ટાર નરગીસ દત્ત (Nargis Dutt) ને ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન અને સિદ્ધીઓ માટે પદ્મશ્રી (Padma Shri) એવોર્ડથી સન્માનિત કરાયા હતા. નરગીસ ભારતીય સિનેમાની પ્રથમ (Indian Cinema) અભિનેત્રી હતી જેને પદ્મશ્રી મળ્યો હતો. આ સિવાય નરગીસ દત્તએ રાજકારણમાં પોતાના નામનો ડંકો વગાડ્યો હતો. 1 જૂન, 1929ના રોજ કોલકાતામાં જન્મેલી નરગીસનું અસલી નામ ફાતિમા રાશિદ હતું. તે 5 વર્ષની ઉંમરે તલાશ-એ-ઈશ્ક ફિલ્મમાં પહેલીવાર સ્ક્રીન પર જોવા મળી હતી, જો કે તેણે ફિલ્મી કરિયરની શરૂઆત 1942માં ફિલ્મ 'તમન્ના'થી કરી હતી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/nargis-dutt-photo.jpg)
નરગીસ દત્તના નામે આ રેકોર્ડ
નરગીસ દત્ત રાજ્યસભામાં નોમિનેટ થનારી પ્રથમ અભિનેત્રી બની. આ ઉપરાંત કાર્લોવી વેરી ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં તેને મધર ઈન્ડિયા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. નરગીસ આ સંસ્થા તરફથી એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની હતી.
નરગીસ દત્ત અને રાજ કપૂર લવ સ્ટોરી
નરગીસ દત્ત અને રાજ કપૂરની લવ સ્ટોરી જગજાહેર છે. નરગિસની યાદમાં રાજ કપૂર દારૂના નશામાં રહેતા હતા પોતાની જાતને સિગરેટના ડામ આપતા હતા. પરંતુ જયારે નરગિસનું મૃત્યુ થયું ત્યારે તેમને નરગિસનું મોઢું પણ જોયું ન હતું. આવો જાણીએ તેમની લવ સ્ટોરી વિશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/nargis-dutt-and-raj-kapoor.jpg)
રાજ કપૂર પરિણીત હતા અને તેમને બાળકો પણ હતા આ જાણતા હોવા છતા નરગિસ રાજ કપૂર પર પોતાનું દિલ હારી ગયા હતા. રાજ કપૂર અને નરગિસે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું. લગભગ 9 વર્ષ સુધી સાથે રહ્યા પછી અચાનક આ સંબંઘો તૂટી ગયા.
નરગીસ દત્ત અને રાજ કપૂરના બ્રેક અપનું કારણ
રાજ કપૂરના લગ્ન કૃષ્ણા કપૂર સાથે થયા હતા અને તેઓ 5 બાળકોના પિતા હતા. જેને પગલે તેઓ નરગિસને તેની સાથે રહેવાનું વચન આપતા હતા. રાજ કપૂરે તેમની પત્તનીને ક્યારેય છોડી નથી. રાજ કપૂર નરગિસ સાથે લગ્ન ન કરી શકવાને લીધે એક઼્ટ્રેસે રાજ કપૂરને છોડી દીધા અને સુનીલ દત્ત સાથે લગ્ન કરી લીધા હતા.
નરગીસ દત્ત રાજ કપૂરના દીવાના
નરગીસ દત્ત રાજ કપૂરમાં એટલી ખોવાય ગયા હતા કે તેઓએ ​​રાજ કપૂરની ફિલ્મોમાં પોતાનું હૃદય, પોતાનો આત્મા અને તેના પૈસાનું રોકાણ કરવાનું શરૂ કર્યું. ફ્લોપ ફિલ્મોના જમાનામાં જ્યારે આર.કે. સ્ટુડિયો પૈસાને લઈને સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે નરગીસે ​​પૈસાની ભરપાઈ કરવા માટે પોતાના ઘરેણાં વેચી દીધા.
જાણીને નવાઇ લાગશે કે રાજ કપૂર માટે નરગીસ દત્તને તેની ફિલ્મમાં લેવી અઘરૂં હતું. આ માટે ઘણી શરતો મૂકવામાં આવી હતી. નરગીસની માતા જદ્દનબાઈએ એક શરત મૂકી હતી કે ફિલ્મ આગના પોસ્ટરમાં પુત્રીનું નામ કામિની કૌશલ અને નિગાર સુલતાનાના નામ પર રાખવામાં આવે. જે માટે મહેનતાણું 10 હજારથી વધારીને 40 હજાર રૂપિયા કર્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us