/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/the-great-Indian-Kapil-Show.jpg)
નવજોત સિંહ સિદ્ધુ કપિલ શર્મા શો માં પરત ફરી રહ્યા છે (તસવીર: X/Netflix India)
Navjot Singh Sidhu Comeback In Kapil Sharma Show: કોમેડિયન કપિલ શર્મા ફરી એકવાર પોતાના શો ના કારણે ચર્ચામાં છે. તે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સના શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ની ત્રીજી સિઝનમાં જોવા મળશે. તે ટૂંક સમયમાં ઓટીટી પર સ્ટ્રીમ કરવામાં આવશે. તેની સ્ટ્રીમિંગ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. પ્રશંસકો આ સિઝનને લઇને થોડા વધારે ઉત્સાહિત થઇ ગયા છે. કારણ કે નવજોત સિંહ સિદ્ધુ શો માં પરત ફરવા જઈ રહ્યા છે.
ત્રીજી સિઝનનો એક પ્રોમો રિલીઝ થયો છે, જેમાં અર્ચના પૂરણ સિંહને ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે. સિદ્ધુની વાપસી સાથે જ તે અને તેના ચાહકો તેની ખુરશી બચી જશે કે જતી રહેશે તે વિશે વિચારવા લાગ્યા છે. ચાલો તમને બધી જ માહિતી જણાવીએ.
કપિલ શર્માના શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' વિશે નેટફ્લિક્સ ઇન્ડિયાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અને એક્સ એકાઉન્ટ પરથી એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જેના દ્વારા મેકર્સ નવજોત સિંહ સિદ્ધુની વાપસીની જાહેરાત કરે છે. આ પ્રોમોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, 'એક ખુરશી પાજી માટે પ્લીઝ. નવજોત સિંહ સિદ્ધુ અને અર્ચના પૂરણ સિંહની વાપસી સાથે દર ફન્નીવારે અમારો પરિવાર વધશે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ને 21 જૂનથી રાત્રે 8 વાગ્યે ફક્ત નેટફ્લિક્સ પર જુઓ.
અર્ચના પૂરણ સિંહની ખુરશી જશે કે બચી જશે?
જો અર્ચના પૂરણ સિંહની ખુરશીની વાત કરીએ તો તે પણ આ શોનો હિસ્સો બનશે. તેની ખુરશી હાલ પૂરતી જવાની નથી. આનો પુરાવો નેટફ્લિક્સનો પ્રોમો શેર કરતું કેપ્શન છે. આવામાં નવજોત સિંહ સિદ્ધુની ખુરશી અર્ચના સાથે લગાવવાની વાત સામે આવી છે. આવી સ્થિતિમાં ચાહકોને આ સિઝનમાં કંઈક નવું અને ધમાકેદાર મળવાનું છે. આ જાહેરાત બાદ પ્રશંસકોનો ઉત્સાહ વધી ગયો છે.
Ek kursi paaji ke liye please 🤩
Har Funnyvaar Badhega Humara Parivaar with the comeback of Navjot Singh Sidhu & Archana Puran Singh. Watch them in the new season of The Great Indian Kapil Show, streaming from 21 June, at 8 PM only on Netflix.#TheGreatIndianKapilShowOnNetflixpic.twitter.com/QIy0MSMpI8— Netflix India (@NetflixIndia) June 9, 2025
નવજોત સિંહ સિદ્ધુની 6 વર્ષ પછી વાપસી
નવજોત સિંહ સિદ્ધુ છ વર્ષના ગાળા બાદ ધ કપિલ શર્મા શોમાં પરત ફરવા માટે તૈયાર છે. તેમને ફરીથી શોમાં જોવા એ ચાહકો માટે કોઈ ભેટથી ઓછું નથી. ઘણી વાર લોકોના મનમાં તેના વિશે એક સવાલ થતો હતો કે તે શોમાં ક્યારે પાછા ફરશે? ઘણી વખત કપિલ શો માં મજાકમાં એમ કહેતા પણ જોવા મળ્યા છે કે સિદ્ધુ પાછા આવવાના છે. નવજોત સિંહ સિદ્ધુ પોતાના એક વિવાદિત નિવેદન બાદ વિવાદોમાં આવ્યા હતા, જે પુલવામા હુમલા સાથે જોડાયેલ હતો. આ પછી લોકોની માંગ પર તેમને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - સ્પિરિટ માં દીપિકા પાદુકોણની જગ્યા લીધા બાદ તૃપ્તિ ડિમરી અલગ મૂડમાં
પુલવામા હુમલો શ્રીનગરમાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયો હતો, જેમાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો તણાવ હતો. આ દરમિયાન પાકિસ્તાન સામે કડક પગલાં ભરતાં ભારત સરકારે અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. આ બધાની વચ્ચે નવજોત સિંહ સિદ્ધુએ હુમલા પર પ્રતિક્રિયા આપતા વિવાદિત નિવેદન આપતા કહ્યું કે શું મુઠ્ઠીભર લોકો માટે આખા દેશને જવાબદાર ઠેરવી શકાય? તેમણે તેને કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો હતો અને તેની સખત નિંદા કરી હતી. સિદ્ધુના આ નિવેદનનો લોકોએ સોશિયલ મીડિયા પર જોરદાર વિરોધ કર્યો હતો, જેના કારણે તેમને ધ કપિલ શર્મા શોમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us