/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-10-09T132813.834.jpg)
Navratri 2023 : નવરાત્રી ફેશન ટીપ્સ
Navratri 2023 Fashion Tips : નવરાત્રી હવે જાણે બારણે ટકોરા કરી રહી છે અન આપણે પણ તેને આતુરતાથી આવકારવા તૈયાર છીએ. ઠેર-ઠેર નવરાત્રી શોપિંગ કરી રહ્યા છે પરંતુ શોપિંગ કરતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવી ખુબ જ જરૂરી છે. નવરાત્રી નવ દિવસની હોય છે. આ દિવસોમાં આપણું રૂટિન ચેન્જ થતું હોય છે. સાથે જ પ્રિતિદિન મેક અપ કરવાથી સ્કીનને પણ હાનિ પહોંચે છે. ત્યારે નવરાત્રી પર ગરબાની મજા માણવાની સાથે પોતાની કેર કેવી રીતે કરવી તેના વિષે કેટલીક માહિતી વાંચો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/cropped-nushrrat-bharuccha-2023-09-29T112133.323.jpg)
નોન ગુજરાતી છો તો આ વાત યાદ રાખો
ગુજરાતી લોકો લગભગ દર વર્ષે નવરાત્રીની શોપિંગ કરતા હોય છે પરંતુ જો તમે નોન ગુજરાતી છો અને પહેલીવાર ગુજરાતમાં નવરાત્રીની શોપિંગ કરી રહ્યા છો તો બની શરે તો તમારી કોઇ ગુજરાતી ફ્રેન્ડને સાથે લઇ શોપિંગ કરવા જાઓ. જેથી તમારી સાથે કોઇ છેતરપીંડિ થાય નહીં.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/nushrrat-bharuccha-2023-08-29T171225.402.jpg)
ચણિયાચોળીની પસંદગી
અત્યારે માર્કેટમાં ઘણા બધા પ્રકારની ચણિયાચોળી પ્રાપ્ય છે. જેમાં વિવિધ પ્રકારના વર્ક હોય છે. તેમાંથી અમુક ડિઝાઇન એવી હોય છે કે, જે દરેક વર્ષે ચાલી જાય. જેમાં બ્લોક પ્રિન્ટ, પ્લેઇન, સિમ્પલ બોર્ડર ધરાવતી ચણિયાચોળીનો સમાવેશ થાય છે. આ સાથે જ કોટન જેવા ફેબ્રિકની ચણિયાચોળી પસંદ કરવી જે પહેરવામાં આરામદાયક હોય અને ગરબા રમતી વખતે પરસેવો પણ ઓછો થાય.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/nushrrat-bharuccha-2023-09-29T112240.608.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/nushrrat-bharuccha-2023-09-29T112210.302.jpg)
ઓર્નામેન્ટ્સની યોગ્ય પસંદગી
જો તમે પ્લેઇન દુપટ્ટાવાળી ચણિયાચોળી પહેરતા હોવ તો તમે લોન્ગમાં નેકલેસ લઇ શકો અથવા જો દુપટ્ટો હેવી હોય તો તેને હેવી ઇયરિંગ્સ સાથે સ્ટાઇલ કરવો જોઇએ. ઓરનામેન્ટ્સ ખરીદતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, વજનમાં હલકા હોય તેવા જ ઓર્નામેન્ટ પસંદ કરો અને હવે ફેબ્રિક બેઝ્ડ ઓર્નામેન્ટ્સ પણ માર્કેટમાં અવેલેબલ છે તો તમે તે પસંદ કરી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us