Navratri 2023 : નવરાત્રી પર ઓછા બજેટમાં સ્પેશિયલ લાગવા માગો છો? તો આ સ્ટાઇલ કરો ટ્રાય

Navratri 2023 : નવરાત્રીને હવે થોડા જ દિવસ બાકી છે, ત્યારે જો હજુ તમે એ મૂંઝવણમાં હોય કે હું નવરાત્રી પર શું પહેરીશ? તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર છે. તમે આ અહેવાલમાં નવરાત્રી પર ઓછા પૈસામાં કેવી રીતે સ્પેશિયલ લાગશો તે વાંચો.

Written by mansi bhuva
September 29, 2023 08:05 IST
Navratri 2023 : નવરાત્રી પર ઓછા બજેટમાં સ્પેશિયલ લાગવા માગો છો? તો આ સ્ટાઇલ કરો ટ્રાય
Navratri 2023 : નવરાત્રી 2023 ફેશન ટીપ્સ

Navratri 2023 Fastion Tips : જમાનો ગયો જ્યારે ગરબા કરતા લોકો માત્ર ચણિયા ચોલી પહેરીને જતા હતા. આ નવરાત્રી હવે યુવા દરેક નવા ટ્રેંડને અજમાવી રહ્યા છે. એ હવે એવી ડ્રેસ ખરીદવું પસંદ કરે છે જે તેને આગળ પણ ઘણા બીજા અવસર પર કામ આવી શકે તેમજ પૈસાનો પણ વ્યય ન થાય. જો આ વખતે તમે કોઇ નવો લૂક ઇચ્છો તો તો તમારી આ વિકલ્પ છે. જે તમારા માટે આરામદાયક અને બીજાથી અલગ રાખશે.

તમે ઈચ્છો તો જુદા-જુદા કોમ્બીનેશન બનાવીને તે નવરાત્રીના જુદા જુદા દિવસો માટે તૈયારી કરી શકો છો. આવો જાણીએ કેટલાક મિક્સ મેચ કરીને બનાવેલા ફેશન સ્ટાઇલ વિશે.

શરારા- આ દિવસોમાં શરાર ચલનમાં છે. તમે શરારાને શાર્ટ અને લાંબા બંને કુર્તી સાથે પહેરી શકો છો. આ સિંપલ સોબરથી લઈને હેવી વર્કમાં મળી જાય છે જેટલો હેવી લુક રાખવા ઈચ્છો છો તે મુજબ કુર્તા શરારા અને ઓઢણીનું કૉમ્બીનેશન બનાવું. ઓઢણીને જુદા-જુદા સ્ટાઈલમાં અને આકર્ષક જવેલરી પહેરી તમે તમારા લૂકમાં વેરિએશન લાવી શકો છો.

પ્લાજો – પ્લાજોને પણ શાર્ટ અને લાંબા કુર્તા સાથે પહેરી શકાય છે. તેને ટૉપ અને ક્રાપ ટૉપ સાથે પણ પહેરી શકાય છે.

ધોતી – ધોતીને તમે શાર્ટ કુર્તા લાંબા કુર્તા અને ટૉપ સાથે પહેરી શકો છો. આ જુદા-જુદા પ્રિંટ વાળી ધોતી ખૂબ ટ્રેંડ કરી રહી છે.

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની આ ફેશન સ્ટાઇલ પણ તમે કોપી કરી શકો છો. શિલ્પા શેટ્ટીની આ સ્ટાઇલ એવી છે કે તમે એકદમ આરામદાયક અનુભવશો. જો તમે મિરર વર્ક અને ટ્રેડિશનલ ચળિયાચોલી પહેરવા ઇચ્છો છો તો શિલ્પા શેટ્ટીનો આ લૂક બેસ્ટ છે.

જો તમે કંઇ કૂલ અને યુનિક પહેરવા માગો છો તો તમે શિલ્પા શેટ્ટીનો આ લૂક તમે કોપી કરી શકો છો.

શિલ્પા શેટ્ટીનો આ લૂક પણ બેહદ સુંદર છે. આ લૂકમાં પણ તમે એકદમ આરામદાયક રહેશો. આ લહેંગો સિમ્પલ શોબર છે.

જો તમે રેડ કલર અને સ્ટાઇલિશની સાથે યુનિક પહેરવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે શિલ્પા શેટ્ટીની આ સ્ટાઇલ પરફેક્ છે

શિલ્પા શેટ્ટીનો આ યેલો લૂક પણ ખુબ જ ટ્રેંડી અને જબરદસ્ત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ