Navratri 2023 latest videos : નવરાત્રી શરૂ થયે આજે 19 ઓક્ટોબરે પાંચમો દિવસ છે. ત્યારે ખૈલાયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. નવરાત્રી પર આ ગુજરાતી કલાકારોનો દેશ સહિત વિશ્વમાં પણ દબદબો છે. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, કિર્તીદાન ગઢવી વગેરેનો સમાવેશ થાય છે. તેવામાં આ કલાકારોએ 4 નોરતામાં ખુબ જ ધૂમ મચાવી છે. જેનો શાનદાર વીડિયો સામે આવ્યા છે.
ગુજરાતી સિંગર ગીતા રબારી, કિંજલ દવે, યુવા પેઢીમાં લોકપ્રિય ઐશ્વર્યા મજુમદાર સહિત અલ્પા પેટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર નવરાત્રીની ભવ્ય તસવીરો અને વીડિયો શેર કર્યો છે. આ તસવીરો જોઇને તમે ખુશ થઇ જશો.
કિર્તીદાન ગઢવી
કિર્તીદાન ગઢવી મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના વાલવોડના વતની છે. કિર્તીદાને સૌપ્રથમ ગાય સંરક્ષણ રેલીમાં ડેબ્યું કર્યું હતું. કિર્તીદાન ગઢવીએ TV શો MTV કોક સ્ટુડિયોમાં સચિન, તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથે ‘લાડકી’ ગીત ગાયું, ત્યારે તેઓ ખુબ જ ફેમસ થયાં હતાં. કિર્તીદાન ગઢવી લોક ડાયરો માટે જાણીતા છે. સાથે ગરબા પણ ધૂમ મચાવે છે.
કિંજલ દવે
કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાં થયો હતો. તેમના ગરબા, લગ્ન ગીત, સંતવાણી, લોકડાયરો પ્રસિદ્ધ છે. કિંજલ દવે ‘ચાર ચાર બંગળી’ વાળું ગીત ગાઇને ખુબ જ ફેમસ થઇ હતી. નાની ઉંમરમાં કિંજલ દવે માત્ર ગુજરાતમાં નહીં, પરંતુ વિદેશમાં પણ આગવી ઓળખ ધરાવે છે. કિંજલ દવેના પ્રખ્યાત ગીતમાં લેરી લાલા, મોજમાં, ચાર ચાર બંગડીવાળી, એઢણી મારી, ગોગો ગોગો મારો ગોમ આ બધા ફેમસ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વર્ષે નવરાત્રી પર કિંજલ દવેના અમેરિકામાં 13 કાર્યક્રમ છે.
ગીતા રબારી
ગીતા રબારીનો જન્મ 1996માં કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો. તેમના ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા પ્રખ્યાત છે. તેમના બે ગીત રોણા શેરમાં અને એકલો રબારી લોકપ્રિય છે. દેશી ઢોલ, ઢોલ નગાડા, મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય, રોણા શેરમાં, કોઇની પડે એન્ટ્રી, મા તારા આશીર્વાદ, સૈયર મોરી, વાલમિયા, મા મોગલ આ ગીત પ્રખ્યાત છે.
ઐશ્વર્યા મજુમદાર
ઐશ્વર્યા મજુમદાર ગુજરાતી સિંગર છે. તેણીએ 15 વર્ષની ઉંમરે 2007-08નો મ્યુઝિકલ રિયાલિટી શો STAR Voice OF India- છોટે ઉસ્તાદ જીત્યા પછી લોકપ્રિયતા મેળવી હતી. આખા શો દરમિયાન નિર્ણાયકો દ્વારા તેણીના અભિનય માટે ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. ઐશ્વર્યા મજુમદારનો નવો ગરબો માં તમે અને ચાંદલીયો ઉગ્યો રે રિલીઝ કરવામાં આવ્યો હતો.





