Neena Gupta Health Tips : પિઝા નહીં રોટીજ્જા ખાય છે નીના ગુપ્તા, જાણો રેસીપી, અભિનેત્રીએ આપી ફિટ રહેવાની ટિપ્સ

નીના ગુપ્તા હેલ્ધી અને ટેસ્ટી વેજ રોટી પિઝા : નીના ગુપ્તા 66 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ છે અને તે સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેમણે પોતાની ફિટનેસનું રહસ્ય ખોલ્યું છે. તેમણે કહ્યું કે તે પિઝા નહીં પણ રોટીજ્જા ખાય છે, જેની રેસીપી પણ તેમણે જણાવી છે

નીના ગુપ્તા હેલ્ધી અને ટેસ્ટી વેજ રોટી પિઝા : નીના ગુપ્તા 66 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ છે અને તે સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેમણે પોતાની ફિટનેસનું રહસ્ય ખોલ્યું છે. તેમણે કહ્યું કે તે પિઝા નહીં પણ રોટીજ્જા ખાય છે, જેની રેસીપી પણ તેમણે જણાવી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Neena Gupta Health Tips, Neena Gupta, નીના ગુપ્તા યુનિક રોટી પિઝા

Neena Gupta Health Tips : નીના ગુપ્તા યુનિક રોટી પિઝા (તસવીરઃ નીના ગુપ્તા/ઇન્સ્ટા)

Neena Gupta Healthy Tips : 90ના દાયકાની બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા 66 વર્ષની ઉંમરમાં પોતાની એક્ટિંગની સાથે ફિટનેસને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી લોકપ્રિય વેબ સિરીઝ 'પંચાયત' ની સિઝન 4 માટે ચર્ચામાં છે. તેમાં અભિનેત્રી મંજુ દેવીની ભૂમિકા ભજવી રહી છે.

Advertisment

સિઝન 4 બાદ હવે પ્રશંસકો આ સીરિઝની પાંચમી સિરીઝની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મોમાં પણ અભિનેત્રીની ફિટનેસ અને સુંદરતાના ખૂબ વખાણ થાય છે. આવી સ્થિતિમાં હવે તેમણે પોતાની ફિટનેસનું રહસ્ય ખોલ્યું છે. તેમણે કહ્યું કે તે પિઝા નહીં પણ રોટીજ્જા ખાય છે, જેની રેસીપી પણ તેમણે જણાવી છે.

'પંચાયત 4'ની રિલીઝની વચ્ચે સોશિયલ મીડિયા પર નીના ગુપ્તાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હેલ્ધી ટિપ્સ શેર કરતી જોવા મળી રહ્યા છે. તે એક સમયે કરીના કપૂરના શોમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેત્રીએ પોતાની ફિટનેસ વિશે પણ વાત કરી અને જણાવ્યું કે તે પોતાને કેવી રીતે ફિટ રાખે છે. આ વાતચીત દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે, જેમાં તે પિઝાને બદલે રોટીજ્જા ખાય છે તેવું જણાવે છે. કરીના કપૂર પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ પછી 66 વર્ષીય અભિનેત્રી તેની રેસીપી સમજાવે છે.

Advertisment

નીના ગુપ્તાએ રોટીજ્જાની રેસીપી જણાવી

નીના ગુપ્તાનું કહેવું છે કે તે રોજ રાત્રે એક અલગ પ્રકારનો પિઝા ખાય છે, જેનું નામ તેના પતિએ રોટીજ્જા રાખ્યું છે. અભિનેત્રી તેની રેસીપી વિશે જણાવે છે કે એક સામાન્ય રોટલી લો. ત્યારબાદ તેમાં થોડું માખણ અને ટામેટાનો કેચઅપ નાખો. એ પછી ગોળ કે જેમ રાખવા માંગો છો એ રીતે. અમે ઘરનું પનીર ખાઈએ છીએ. તેને ઘરે જ બનાવીએ છીએ. તેમાં હોમમેડ પનીર. કેપ્સિકમ અને તેની સાથે તમે મીઠું, મરચું અને જે પણ નાખવા માંગો છો તે.

આ પણ વાંચો - TMKOC ના ગોગીએ દિલીપ જોશી અને મુનમુન દત્તાના શો છોડવાની અટકળો પર તોડી ચુપ્પી, કહી આવી વાત

પરંતુ જ્યારે તમે તેને બનાવો છો ત્યારે તમે એક-એક લેયર લગાવો છો ત્યારે તમે દર બે લેયર પછી મીઠું અને મરચું ઉમેરી દેજો. પછી ઉપર થોડું બટર લગાવો. આ પછી તેને ઓવનમાં મુકો. ત્યારે ચીઝ વગર તમારો કમાલનો પિઝા તૈયાર થઈ જશે. રોટલી અંદરથી બિલકુલ પાપડની જેમ બહાર આવે છે. તે ખૂબ જ સ્વસ્થ છે.

ઉલ્લેખનીય છે કે નીના ગુપ્તા 66 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ છે અને તે સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખે છે. ખાવા-પીવા ઉપરાંત વર્કઆઉટ પણ કરે છે. લોકો તેની સુંદરતા અને ફિટનેસનું ઉદાહરણ આપે છે.

જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ