ના અમિતાભ બચ્ચન કે ના શાહરૂખ-સલમાન, આ છે ભારતના સૌથી ધનિક સ્ટાર; એક પણ હિટ ફિલ્મ વગર ઉભું કર્યું 2500 કરોડનું બિઝનેસ એમ્પાયર

Who is India Richest Star: ભારતના સૌથી ધનવાન સ્ટાર્સ અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાન નથી, તેનું નામ છે સરવાનન અરુલ. સરવાનન અરુલ એક જાણીતા ઉદ્યોગપતિ છે અને ધ ન્યૂ લિજેન્ડ સરવાના સ્ટોર્સના માલિક છે

Written by Ajay Saroya
November 15, 2023 23:12 IST
ના અમિતાભ બચ્ચન કે ના શાહરૂખ-સલમાન, આ છે ભારતના સૌથી ધનિક સ્ટાર; એક પણ હિટ ફિલ્મ વગર ઉભું કર્યું 2500 કરોડનું બિઝનેસ એમ્પાયર
સલમાન ખાન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન બોલીવુડ એક્ટર છે. (ફોટો ક્રેડિટ – બિગ બોસ ફેન પેજ ફેસબુક; અમિતાભ અથવા શાહરૂખ ઇન્સ્ટાગ્રામ)

India Richest Star Saravanan Arul : બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમની પાસે અપાર સંપત્તિ છે. આ સ્ટાર્સની પાસે નામ, પ્રસિદ્ધિ અને પૈસાની કોઈ કમી નથી. ભારતના સૌથી ધનાઢ્ય સ્ટાર્સમાંકેટલાક સ્ટાર્સની નેટવર્થ 6000 કરોડ રૂપિયા તો કોઇની પાસે 3000 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું કહેવાય છે. બોલિવૂડના મોટા સ્ટાર્સ એક ફિલ્મ માટે 200-250 કરોડ રૂપિયા જેટલ તગડી ફી લે છે.

શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સલમાન ખાનની ગણતરી બોલીવુડના બેસ્ટ એક્ટરમાં થાય છે. તેમજ જ આ સ્ટાર્સ તેમની ફિલ્મો માટે મેકર્સ પાસેથી મોટી રકમ પણ લે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના સૌથી ધનિક સ્ટાર સલમાન શાહરૂખ કે અમિતાભ બચ્ચન નથી.

તે એક એવો હીરો છે જેણે એક પણ હિટ ફિલ્મ નથી આપી, પરંતુ તેમ છતાં તે ભારતના સૌથી ધનિક સ્ટાર છે. તે 2500 કરોડ રૂપિયાનું બિઝનેસ એમ્પાયર ચલાવે છે. તેની પાસે અન્ય સેલિબ્રિટી કરતાં વધુ કાર છે. તેનું નામ સરવાનન અરુલ (Saravanan Arul) ઉર્ફે લિજેન્ડ સરવાનન છે.

Saravanan Arul | he Legend Saravanan Arul | India Richest Star | Saravana Stores
ભારતના સૌથી ધનિક સ્ટાર સરવાનન અરુલ છે. તે એક જાણીતા ઉદ્યોગપતિ છે અને ધ ન્યૂ લિજેન્ડ સરવાના સ્ટોર્સના માલિક છે. (Photo – @SaravananArulS2)

25 વર્ષની ઉંમરે ફિલ્મોમાં ડેબ્યૂ

સરવાનને વર્ષ 2022માં તમિલ ફિલ્મ ધ લિજેન્ડથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં ઉર્વશી રૌતેલા મુખ્ય રોલમાં હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. અભિનેતા પ્રથમ વખત જૂન 2017માં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેણે તેની પુત્રીને તેના લગ્ન માટે 13 કરોડ રૂપિયાના કપડાં ભેટમાં આપ્યા હતા. સરવાનન વર્ષ 2019માં બીજી વખત ચર્ચામાં આવ્યા, જ્યારે તેને એક શોપિંગ એડવર્ટાઇઝમાાં કાસ્ટ કરવામાં આવ્યા. જેમાં તે અભિનેત્રી તમન્ના ભાટિયા અને હંસિકા મોટવાણી સાથે જોવા મળ્યા હતા.

સરવાનન ભારતના સૌથી ધનિક સ્ટાર છે

તમને જણાવી દઈએ કે સરવાનન ‘ધ ન્યૂ લિજેન્ડ સરવાનન સ્ટોર્સ’ના માલિક છે. તેમની પાસે દક્ષિણ ભારતમાં શોપિંગ કોમ્પ્લેક્સની ચેઇન છે, જેનું ટર્નઓવર 2021-2022માં રૂ. 2500 કરોડ હતું. અહેવાલો અનુસાર, સરવાનન પાસે સલમાન ખાન, આમિર ખાન અને શાહરૂખ ખાન કરતાં વધુ કાર છે. તે દર મહિને 1.5 થી 2 કરોડ રૂપિયાની કણામી કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ