નેટફ્લિક્સ પર ટ્રેન્ડિંગ મૂવીઝ, શું તમે જોવાનું ચૂકી ગયા?

નેટફ્લિક્સ લિસ્ટમાં યામી ગૌતમની નવી ફિલ્મ 'ધૂમ ધામ' અને અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા 2' પણ શામેલ છે. જો તમે પણ ઓટીટી પર કંઈક રસપ્રદ જોવાનું વિચારી રહ્યા છો, તો અહીં લિસ્ટ આપ્યું છે,

નેટફ્લિક્સ લિસ્ટમાં યામી ગૌતમની નવી ફિલ્મ 'ધૂમ ધામ' અને અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા 2' પણ શામેલ છે. જો તમે પણ ઓટીટી પર કંઈક રસપ્રદ જોવાનું વિચારી રહ્યા છો, તો અહીં લિસ્ટ આપ્યું છે,

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Netflix Trending movies OTT India

નેટફ્લિક્સ પર ટ્રેન્ડિંગ મૂવીઝ, શું તમે જોવાનું ચૂકી ગયા?

નેટફ્લિક્સે (Netflix) તાજેતરમાં જ તેના ઇવેન્ટમાં આ વર્ષે આવનારી મુવી અને સિરીઝની લિસ્ટ શેર કરી છે, જેને જાણીને ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં હવે ભારતમાં નેટફ્લિક્સની ટોચની ટ્રેન્ડિંગ ફિલ્મોની લિસ્ટ બહાર આવી છે, જે તમે આ OTT પર આવતી નવી ફિલ્મો અને સિરીઝ હેલાં જોઈ શકો છો. આ લિસ્ટમાં યામી ગૌતમની નવી ફિલ્મ 'ધૂમ ધામ' અને અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા 2' પણ શામેલ છે. જો તમે પણ ઓટીટી પર કંઈક રસપ્રદ જોવાનું વિચારી રહ્યા છો, તો અહીં લિસ્ટ આપ્યું છે,

Advertisment

પુષ્પા 2 (Pushpa 2)

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની એક્શન-થ્રિલર ફિલ્મ 'પુષ્પા 2' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને હવે આ ફિલ્મ તેના OTT ડેબ્યૂ પછી નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન સુકુમારે કર્યું છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ત્રીજા નંબરે ટ્રેન્ડ કરી રહી છે.

આ પણ વાંચો: Chhaava Box Office Collection Day 2 | વિકી કૌશલ ની ફિલ્મ છાવા નું બીજા દિવસે આટલું રહ્યું બોક્સ ઓફિસ કલેકશન

Advertisment

લા ડોલ્સે વિલા (la dolce villa)

લા ડોલ્સે વિલા એ માર્ક વોટર્સ દ્વારા દિગ્દર્શિત એક અમેરિકન રોમેન્ટિક-કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ હતી, જે હવે ચોથા નંબરે ટ્રેન્ડ કરી રહી છે.

કાધાલિકા નેરામિલાઈ (Kadhalikka Neramillai)

કધલિક્કા નેરામિલ્લઈ એ ૨૦૨૫ ની રોમેન્ટિક-કોમેડી તમિલ ફિલ્મ છે જેનું નિર્દેશન કિરુથિગા ઉધયનિધિ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રવિ મોહન અને નિત્યા મેનન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ટ્રેન્ડિંગ ફિલ્મોમાં બીજા નંબરે છે.

લકી ભાસ્કર (lucky bhaskar)

દુલ્કર સલમાન અભિનીત તેલુગુ ફિલ્મ 'લકી ભાસ્કર' ને થિયેટરોમાં દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી, ત્યારબાદ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી પણ કરી હતી. હવે આ ફિલ્મ OTT પર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને પાંચમા ક્રમે ટ્રેન્ડ કરી રહી છે.

ધૂમધામ (Dhoom Dhaam)

યામી ગૌતમ અને પ્રતીક ગાંધીની ફિલ્મ 'ધૂમ ધામ' નેટફ્લિક્સ પર ટ્રેન્ડિંગ ફિલ્મોની યાદીમાં ટોચ પર છે. ઋષભ શેઠ દ્વારા દિગ્દર્શિત, આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ એક એવા યુગલની વાર્તા છે જેમના લગ્નની રાત પેન ડ્રાઇવ પર થતી અંધાધૂંધીની આસપાસ ફરે છે.

celebrities મનોરંજન ન્યૂઝ ઓટીટી ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ