Latest OTT Release this Week | જુલાઈ મહિનાનો અડધો પૂરું થઇ ગયો છે અને આ અઠવાડિયું ઓટીટી પ્લેટફોર્મ પર મનોરંજન પ્રેમીઓ માટે ખાસ બની રહ્યું છે. એક્શન-થ્રિલરથી લઈને રોમાંસ અને કોમેડી સુધી, વિવિધ શૈલીઓની ઘણી ભારતીય વેબ સિરીઝ અને ફિલ્મો આ સપ્તાહના અંતે રિલીઝ થઈ રહી છે. તો ચાલો જોઈએ આ વીકએન્ડમાં તમે કઈ રસપ્રદ કન્ટેન્ટનો આનંદ માણી શકો છો,
આ અઠવાડિયે ઓટીટી પર મનોરંજનની કોઈ કમી રહેશે નહિ,કારણ કે આ અઠવાડિયે ઓટીટી પર અનેજ મજેદાર મુવીઝ અને વેબ સિરીઝ રિલીઝ થશે.
આ અઠવાડિયે રિલીઝ થતી રહેલી વેબ સિરીઝ અને મુવીઝ
ધ ભૂતની (The Bhootnii)
આ એક કોમેડી હોરર ફિલ્મ છે જેમાં સંજય દત્ત, મૌની રોય, સની સિંહ અને પલક તિવારી મુખ્ય ભૂમિકામાં છે. સ્ટોરી એક કોલેજમાં ભૂત દ્વારા થતી હરકતોની આસપાસ ફરે છે, જે વેલેન્ટાઈન ડે પર સાચા પ્રેમની શોધમાં આવે છે. જો તમને હોરર-કોમેડી પસંદ હોય તો આ ફિલ્મ તમારા માટે છે. ધ ભૂતની મુવી ZEE5 પર 18 જુલાઈએ રિલીઝ થશે.
સ્પેશિયલ ઓપ્સ 2 (Special Ops 2)
કે.કે. મેનન ફરી એકવાર RAW એજન્ટ હિમ્મત સિંહના રોલમાં પાછા ફરી રહ્યા છે. આ એક્શન-થ્રિલર સિરીઝનો પહેલો ભાગ ખૂબ જ સફળ રહ્યો હતો અને હવે સીઝન 2 સાયબર ક્રાઇમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત નવા પડકારો સાથે આવી રહી છે. સસ્પેન્સ, ટ્વિસ્ટ અને દમદાર પર્ફોર્મન્સથી ભરપૂર આ સિરીઝ તમારા વીકએન્ડને રોમાંચક બનાવશે. આ વેબ સિરીઝ JioHotstar પર 18 જુલાઈએ રિલીઝ થશે.
કુબેરા (Kuberaa)
ધનુર, નાગાર્જુન અને રશ્મિકા મંદાના અભિનીત આ ક્રાઈમ ડ્રામા ફિલ્મ એક ભિખારી દેવાના રૂપાંતરણની સ્ટોરી કહે છે. તે મહત્વાકાંક્ષા, લોભ અને નૈતિક મૂંઝવણોની ઊંડાણમાં ઉતરે છે જે તેને મુક્તિના માર્ગે લઈ જાય છે. આ ફિલ્મમાં જીમ સરભ અને દલિત તાહિલ પણ મહત્વના રોલમાં છે, કુબેરા મુવી પ્રાઈમ વિડીયો પર 18 જુલાઈએ રિલીઝ થશે.
ભૈરવમ (Bhairavam)
આ તેલુગુ એક્શન ડ્રામા ફિલ્મ 2024ની તમિલ ફિલ્મ ‘ગરુડન’ની રિમેક છે. તે ત્રણ બાળપણના મિત્રોના ગાઢ બંધનની કસોટીની સ્ટોરી છે, જ્યારે તેમની વફાદારી સૌથી મોટી કસોટીનો સામનો કરે છે. ભૈરવમ ZEE5 પર 18 જુલાઈએ રિલીઝ થશે.
વિર દાસ: ફૂલ વોલ્યુમ (Vir Das: Fool Volume)
ભારતના જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન વિર દાસ તેમનો નવો કોમેડી શો લઈને આવી રહ્યા છે. તેમની વાર્તા કહેવાની અનોખી રીત અને તીક્ષ્ણ બુદ્ધિ માટે જાણીતા વિર દાસનો આ શો તમને હસાવશે અને વિચારવા પર મજબૂર કરશે.વિર દાસ: ફૂલ વોલ્યુમ નેટફ્લિક્સ પર 18 જુલાઈએ રિલીઝ થશે.
આ વીકએન્ડમાં OTT પર ભારતીય કન્ટેન્ટનો ભરપૂર ડોઝ મળવાનો છે. તમારી પસંદ મુજબની વેબ સિરીઝ કે ફિલ્મ પસંદ કરો અને તમારા વીકએન્ડને મનોરંજક બનાવો!





