New Web Series Releases in July in Gujarati: જુલાઈ 2024 શરૂ થઇ ગયો છે અને ઓટીટી પર મનોરંજનનો સંપૂર્ણ ડોઝ મળવાનો છે. આ મહિને ઓટીટી પર એકથી વધુ વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. લાંબા સમયથી ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે વેબ સિરીઝ જુલાઈના પ્રથમ અઠવાડિયામાં નેટફ્લિક્સ પર પણ રિલીઝ થવા જઈ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ મિર્ઝાપુર (Mirzapur 3)ની ત્રીજી સીઝનની, ઉપરાંત કપિલ શર્માની ફિલ્મ ઝ્વિગાટો પણ ઓટીટી પર દસ્કત કરવા જઇ રહી છે. ચાલો તમને જણાવીએ કે આ મહિને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર, સોની લિવ પર કઇ કઇ વેબ સિરીઝ સ્ટ્રીમ થવાની છે.
મિર્ઝાપુર 3 (Mirzapur 3)
પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, વિજય વર્મા ફરી એકવાર ધમાલ મચાવવા તૈયાર છે. આ વેબ સિરીઝની પહેલી સીઝન વર્ષ 2018માં આવી હતી અને બીજી સીઝન વર્ષ 2020માં આવી હતી, બંને સિઝન દર્શકોને ખૂબ પસંદ આવી હતી. બીજી સિઝન બાદ ચાહકોને તેને જોવા માટે પૂરા ચાર વર્ષ રાહ જોવી પડી છે, જોકે આ સિઝન પહેલી બે સિઝન કરતાં વધુ પાવરફૂલ બનવાની છે. આ વખતે બીના થી લઇ ગુડ્ડુ ભૈયા સુધી તેઓ સત્તાની ખુરશી માટે ધમાલ મચાવતા જોવા મળશે. આ સિરીઝ 5 જુલાઈએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
બોબ માર્લે (Bob Marley)
જો તમે બાયોગ્રાફીકલ ડ્રામાના શોખીન છો તો આ ફિલ્મ તમારા માટે બેસ્ટ છે. અમે વાત કરી રહ્યા છીએ બોબ માર્લી વિશે જે 3 જુલાઇ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ રહી છે. તેમાં કિંગ્સલે બેન-આદિરને એક સુપ્રસિદ્ધ કલાકાર તરીકે દર્શાવવામાં આવ્યો છે અને તે 1976થી 1978 સુધીની તેમની જીવનકથા પર આધારિત છે.
ઝ્વિગાટો (Zwigato)
કપિલ શર્માની ફેન્સ તેની આ ફિલ્મ ઓટીટી રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેની સ્ટ્રીમિંગ ડેટ હજુ સુધી જાણી શકાઈ નથી. હવે ફરી એકવાર કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ જુલાઈ મહિનામાં ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે, જોકે તેની તારીખ હજુ સુધી જાણી શકાઈ નથી.
ગણપત (Ganapath)
ટાઇગર શ્રોફ, અમિતાભ બચ્ચન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ગણપતિ 20 ઓક્ટોબરે થિયટરોમાં રિલીઝ થઈ હતી અને ત્યારથી જ દર્શકો તેની ઓટીટી રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે જુલાઈમાં ઓટીટી પર આવી શકે છે, પરંતુ તેની તારીખની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો | કલ્કિ 2989 એડી મૂવી નિર્માણમાં લાગ્યા 5 વર્ષ; ફિલ્મ સ્ટોરી, સ્ટાર કાસ્ટ થી લઇ બુજ્જી કાર, બધુ જ છે ખાસ
ડેસ્પરેટ લાઈઝ (Desperate Lies)
ડેસ્પરેટ લાઇઝ એક બ્રાઝિલિયન ડ્રામા સિરીઝ છે જે એક મહિલા લિયાનાની આસપાસ ફરે છે, જેનું જીવન ત્યારે વળાંક લે છે જ્યારે તે જાહેર થાય છે કે તે જોડિયા બાળકોની માતા બનવાની છે અને બંનેના પિતા અલગ અલગ છે. નાટક પ્રેમીઓ માટે આ એક સરસ પસંદગી હોઈ શકે છે. આ ફિલ્મ 5 જુલાઈએ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.