New Year 2024 : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ લંડનમાં સ્પેશિયલ અંદાજમાં નૂતનવર્ષની ઉજવણી કરી, જુઓ ફોટા

New Year 2024 : પરિણીતી ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ રાઘવ સાથે તેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્ન પછી પહેલી વાર એકસાથે નવા વર્ષની ઉજવણી કરી.

New Year 2024 : પરિણીતી ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ રાઘવ સાથે તેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્ન પછી પહેલી વાર એકસાથે નવા વર્ષની ઉજવણી કરી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
New Year 2024 | New Year 2024 Celebrate Bollywood Celebrity Photos | Parineeti Chopra | Raghav Chadha

આ તસવીરો શેર કરતી વખતે પરિણીતીએ લખ્યું, 'મારું નવું વર્ષ અને ક્રિસમસ મારા પ્રિયજનો સાથે સેલિબ્રેટ કર્યું. તેને કસકર આલિંગ્ન કર્યું અને બેડ પર ચોકલેટ ખાધી. આ ક્ષણ ખૂબ જ આરામદાયક અને ગરમ હતી. બધાને નૂતનવર્ષાભિનંદન

New Year 2024 : વિશ્વભરમાં નવા વર્ષની હર્ષોઉલ્લાસભેર ઉજવણી ચાલી રહી છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સેલિબ્રેશન વર્ષ 2024નું સ્વાગત આનંદ સાથે સ્વાગત કર્યું છે. સૌકોઇ એ વાતથી વાકફે છે કે બી-ટાઉનના સ્ટાર્સ નવા વર્ષનું સેલિબ્રેશન અલગ અને સ્પેશિયલ અંદાજમાં કરે છે. જેને પગલે બોલિવૂડના ઘણા સ્ટાર્સ ન્યૂ યરની ઉજવણી માટે વિદેશ ગયા છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા પણ યુરોપમાં નવા વર્ષની ઉજવણી માટે ગયા છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

Advertisment

ઉલ્લેખનીય છે કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્ન પછી પહેલી વાર એકસાથે નવા વર્ષની ઉજવણી કરી. પરિણીતી-રાઘવએ સપ્ટેમ્બર 2023માં ઉદયપુરના લીલા પેલેસ ખાતે ભવ્ય લગ્ન કર્યા હતા. ત્યારે એક્ટ્રેસના ન્યૂ યર સેલિબ્રેશનની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં બંને રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવતા જોવા મળે છે.

પરિણીતી ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ રાઘવ સાથે તેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે. જે પૈકી એક તસવીરમાં પરિણીતી રાઘવના ખભા પર માથું મૂકેલી જોઇ શકાય છે. જ્યારે બીજી તસવીરમાં અભિનેત્રી હાથમાં ચોકલેટ પકડેલી જોવા મળી રહી છે. આ સિવાય ત્રીજી તસવીરમાં એક્ટ્રેસ રાઘવના ખોળામાં બેસીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે.

એક તસવીરમાં પરિણીતી તેના ભાઈ શિવાંગ ચોપરા અને રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી રહી છે. છેલ્લો ફોટો કોફી મગનો છે. આ તસવીરો શેર કરતી વખતે પરિણીતીએ લખ્યું, 'મારું નવું વર્ષ અને ક્રિસમસ મારા પ્રિયજનો સાથે સેલિબ્રેટ કર્યું. તેને કસકર આલિંગ્ન કર્યું અને બેડ પર ચોકલેટ ખાધી. આ ક્ષણ ખૂબ જ આરામદાયક અને ગરમ હતી. બધાને નૂતનવર્ષાભિનંદન. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં પરિણીતી ચોપરા તેના પતિ રાઘવ સાથે લંડનમાં વેકેશન માણી રહી છે.

Advertisment

આ પણ વાંચો : Salaar Box Office Collection Day 11 : ન્યૂ યર પર પ્રભાસની ધૂમ, સાલારએ 11માં દિવસે કરી બંપર કમાણી, ફિલ્મ 600 કરોડને પાર

આપ નેતા રાઘવ ચઢ્ઢાએ પણ કેટલીક ખાસ તસવીરો શેર કરી હતી. જેમાં પરિણીતી એક હાથે રાઘવના ગાલ દબાવતી જોવા મળે છે. આ તસવીરો શેર કરતી વખતે રાઘવે લખ્યું, 'તે મને સાંતા કહે છે. પણ મને જ શ્રેષ્ઠ ભેટ મળી છે. આપ સૌને પ્રેમ અને ખુશીઓથી ભરેલા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા છેલ્લે 'મિશન રાનીગંજ'માં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં 'ચમકિલા'માં જોવા મળશે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ