Nikita Roy: સોનાક્ષી સિન્હાની નવી ફિલ્મ ‘નિકિતા રોય’ 30 મેએ થિયેટરમાં થશે રિલીઝ

Nikita Roy Sonakshi Sjinha Movie: સોનાક્ષી સિન્હા અભિનીત નિકિતા રોય ફિલ્મ આગામી 30 મે 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. અનોખી સ્ટોરી સાથેની આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા સાથે અર્જુન રામપાલ, પરેશ રાવલ, સેમી જોનાસ સહિત મોટા કલાકારો પણ છે.

Nikita Roy Sonakshi Sjinha Movie: સોનાક્ષી સિન્હા અભિનીત નિકિતા રોય ફિલ્મ આગામી 30 મે 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. અનોખી સ્ટોરી સાથેની આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા સાથે અર્જુન રામપાલ, પરેશ રાવલ, સેમી જોનાસ સહિત મોટા કલાકારો પણ છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
nikita roy and the book of darkness Sonakshi Sinha movie । સોનાક્ષી સિન્હાની નવી ફિલ્મ ‘નિકિતા રોય’ 30 મેએ થિયેટરમાં રિલીઝ થશે!

Nikita Roy Movie: સોનાક્ષી સિન્હા નિકિતા રોય ફિલ્મ સાથે આવી રહી છે.

સોનાક્ષી સિન્હાની બહુપ્રતીક્ષિત સાઇકોલોજિકલ થ્રિલર ‘નિકિતા રોય’ ફિલ્મની રિલીઝ ડેટ હવે જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 30 મે, 2025ના રોજ થિયેટરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. તાજેતરમાં મેકર્સ દ્વારા ફિલ્મનું એક નવું આકર્ષક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ઓફિશિયલ રિલીઝ ડેટનો પણ ખુલાસો થયો છે.

Advertisment

આ ફિલ્મના કાસ્ટ જોઇએ તો સોનાક્ષી સિન્હા, અર્જુન રામપાલ, પરેશ રાવલ અને સુહૈલ નય્યર જેવા પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન કુશ એસ સિન્હાએ કર્યું છે અને આ ફિલ્મ એક ચિલિંગ અને ઈમર્શિવ અનુભવ કરાવશે. જે સાઇકોલોજીકલ થ્રિલર અને માનવ મનના ગ્રે એરિયાઓને શોધે છે.

નિકિતા પાઈ ફિલ્મ્સ લિમિટેડના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘નિકિતા રોય’નું નેતૃત્વ કિંજલ અશોક ઘોણે દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં નિકી ખેમચંદ ભગનાની, વિક્કી ભગનાની, અંકુર ટકરાણી, દીનેશ રતીરામ ગુપ્તા અને ક્રેટોસ એન્ટરટેઈનમેન્ટનો સહયોગ છે. ફિલ્મના રાઇટર અને સ્ક્રિનપ્લે પ્રસિદ્ધ થ્રિલર લેખક પવન કૃપલાની છે.

Advertisment

ફિલ્મ અંગે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરતાં નિર્માતા નિકી અને વિક્કી ભગનાની જણાવે છે કે, આ ફિલ્મ અમારા હૃદયની ખૂબ નજીક છે. તે એવા વિષયોને સ્પર્શે છે, જેને મેનસ્ટ્રીમ સિનેમામાં બહુ ઓછીવાર જોવામાં આવે છે.

અમારા માટે ખૂબ રોમાંચક છે અને અમને પૂરો વિશ્વાસ છે કે દર્શકો પણ આવા કન્ટેન્ટ માટે તૈયાર છે. એક શક્તિશાળી કાસ્ટ, રસપ્રદ કહાણી અને કુશ એસ સિન્હાનું અનોખું વિઝન મળીને આને એક મસ્ટ-વોચ ફિલ્મ બનાવે છે. મે મહિનાના અંતમાં ‘નિકિતા રોય’ને મોટા પડદે જોઈ શકશે.

સોનાક્ષી સિંહા ટ્રેન્ડિંગ ન્યૂઝ મનોરંજન ન્યૂઝ