Nikita Roy Trailer | સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) ની ફિલ્મ નિકિતા રોય નું ટ્રેલર (Nikita Roy Trailer) દર્શકોના રુવાડા ઉભા કરી દે તેવું છે. આ ટ્રેલરમાં સોનાક્ષી શેતાન, ભૂત અને અલૌકિક શક્તિઓનો સામનો કરતી જોવા મળે છે. ફિલ્મમાં પરેશ રાવલ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. સોનાક્ષી સિંહા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે, નિકિતા રોય ટ્રેલરમાં શું છે ખાસ?
નિકિતા રોય ટ્રેલર (Nikita Roy Trailer)
સોનાક્ષી સિંહા મુવી ટ્રેલર ‘નિકિતા રોય’માં એક ડિટેક્ટીવની ભૂમિકામાં જોવા મળી રહી છે. નિકિતાનો હેતુ એક ગુરુ (પરેશ રાવલ)નો પર્દાફાશ કરવાનો છે, જે લોકોને ભૂતોથી મુક્ત કરવાનો દાવો કરે છે. ફિલ્મમાં અર્જુન રામપાલ પણ છે, જે નિકિતાનું માર્ગદર્શન કરે છે. આ બધા વચ્ચે કેટલાક ડરામણા દ્રશ્યો સામે આવે છે, જેમાં શેતાન અને ભૂતોની ઝલક જોવા મળે છે.
નિકિતા રોય આ શક્તિઓનો અને તે ગુરુ એટલે કે પરેશ રાવલના પાત્રનો કેવી રીતે સામનો કરશે? આ ફિલ્મમાં બતાવવામાં આવશે. નિકિતા રોયની ભૂમિકામાં સોનાક્ષી ખૂબ જ સારી લાગી રહી છે. ટ્રેલરમાં પરેશ રાવલ પોતાના અભિનયથી ભયનું વાતાવરણ બનાવવામાં સંપૂર્ણપણે સફળ દેખાઈ રહ્યા છે. તેમના ડાયલોગ પણ ખૂબ જ શક્તિશાળી છે.
નિકિતા રોય રિલીઝ ડેટ (Nikita Roy Release Date)
સોનાક્ષી સિંહાની સુપરનેચરલ થ્રિલર ફિલ્મ ‘નિકિતા રોય’ ની રિલીઝ ડેટ પણ ટ્રેલર સાથે શેર કરવામાં આવી છે. આ ફિલ્મ 27 જૂન 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના દિગ્દર્શક કુશ એસ સિંહા છે. આ ફિલ્મનું નિર્માણ નિક્કી ખેમચંદ ભગનાની દ્વારા કરવામાં આવ્યું છે.
કાજોલ મોટા પડદા પર પાછા ફરવા તૈયાર, અજય દેવગણ દ્વારા નિર્મિત મુવી આ તારીખે થિયેટરમાં રિલીઝ
સોનાક્ષી સિંહા મુવીઝ (Sonakshi Sinha Movies)
સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) ની ફિલ્મ ‘ડબલ એક્સએલ’ 2022 માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તે ‘કાકુડા’ માં જોવા મળી હતી પરંતુ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી. આ રીતે, સોનાક્ષી સિંહાની એક ફિલ્મ ત્રણ વર્ષ પછી મોટા પડદા પર એટલે કે થિયેટરોમાં રિલીઝ થશે.





