Nitin Chauhan | પ્રખ્યાત ટીવી એક્ટર નીતિન ચૌહાણ (Nitin Chauhan) આજે આપણી વચ્ચે નથી. એક્ટરે કોઈ કારણોસર આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. આ જાણકારી નીતિનના પૂર્વ કો-સ્ટારે એક પોસ્ટ દ્વારા આપી છે. રિયાલિટી શો દાદાગીરી 2 ના વિજેતા પ્રખ્યાત ટીવી અભિનેતા નીતિન ચૌહાણનું ગુરુવારે મુંબઈમાં અવસાન થયું છે, એક્ટરની એજ માત્ર 36 વર્ષ હતી. તે નીતિન યુપીના અલીગઢ જિલ્લાનો રહેવાસી હતો. શો દાદાગીરી 2 ઉપરાંત, નીતિને સ્પ્લિટ્સવિલા સીઝન 5 પણ જીતી હતી.
નીતિન ચૌહાણનું નિધન (Nitin Chauhan Demise)
એક્ટર નીતિન યુપીના અલીગઢનો રહેવાસી હતો અને તેણે રિયાલિટી શો ‘દાદગીરી 2’ જીતીને ઘણી ઓળખ બનાવી હતી. આ સિવાય તેણે પોતાના અભિનય દ્વારા દર્શકોમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું હતું. નીતિને ‘ઝિંદગી ડોટ કોમ’, ‘ક્રાઈમ પેટ્રોલ’ અને ‘ફ્રેન્ડ્સ’ જેવા ટીવી શોમાં પણ કામ કર્યું હતું અને ‘ક્રાઈમ પેટ્રોલ’થી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
આ પણ વાંચો: ભૂલ ભુલૈયા 4 આગામી વર્ષમાં રિલીઝ થઇ શકે, અક્ષય કુમાર, કાર્તિક આર્યન અને કિયારા અડવાની ફિલ્મમાં ફરી દેખાશે?
આ ટીવી સિરિયલના તેના સહ કલાકારો સુદીપ સાહિર અને સયંતની ઘોષે તેના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે, પરંતુ એમ પણ કહ્યું છે કે તેમની પાસે વધુ માહિતી નથી. તેની એક ભૂતપૂર્વ કો-સ્ટાર વિભૂતિ ઠાકુરની પોસ્ટ અનુસાર, નીતિને કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમના મૃત્યુના ન્યુઝ મળતાં જ તેમના પિતા મુંબઈ પહોંચી ગયા છે અને તેમના મૃતદેહને અલીગઢ પરત લઈ જશે. હાલમાં આ અંગે પોલીસ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.





