/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-08-02T113603.713.jpg)
Nitin Desai : પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઇએ આજે બુધવારે સવારે આત્મહત્યા કરી
Nitin Desai Suicide : જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે આત્મહત્યા કરી લીધી હતી. તેણે મુંબઈના એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નિતિન દેસાઇએ સવારે 4:30 કલાકે એન.ડી.સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આવી સ્થિતિમાં નિતિન દેસાઇનું મોતનું કારણ આર્થિક તંગી હોવાનું પ્રત્યક્ષ આવ્યું છે.
MLA મહેશ બાલડીનો મોટો ખુલાસો
કર્જતના MLA મહેશ બાલડીએ નિતિન દેસાઇની આત્મહત્યા કેસ મામલે મોટું નિવેદન આપ્યું હતું. મહેશ બાલડીએ કહ્યું હતું કે, 'નિતિન દેસાઇએ પૈસાની તંગીથી કંટાળીને આત્મહત્યા કરી છે.' વધુમાં મહેશ બાલડીએ કહ્યું કે, 'નિતિન દેસાઇ મારા મત વિસ્તારમાં આવતા હતા. તેઓ ઘણા દિવસથી આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હતા. આર્થિક તંગીથી હારીને આખરે નિતિન દેસાઇએ મોતને ગળે લગાવ્યું'. મહત્વનું છે કે, નીતિન દેસાઈ પર થોડા દિવસ પહેલા 51 લાખની છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો.
નિતિન દેસાઇની ફિલ્મી કારકિર્દી
ઉલ્લેખનીય છે કે, નિતિન દેસાઇએ 1989થી ફિલ્મ પરિંદાથી આર્ટ ડાયરેક્ટર તરીકે ફિલ્મી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. આમાં તેઓએ આસમાની સફળતા આંબી. નીતિન દેસાઈએ તેમની કારકિર્દીમાં ઘણી મરાઠી અને હિન્દી ફિલ્મો માટે આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. જેમાં જોધા અકબર, હમ દિલ દે ચૂકે સનમ, માચીસ, દેવદાસ, લગાન, પ્રેમ રતન ધન પાયો જેવી ઘણી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.
નિતિન દેસાઇની સુપરહિટ મુવી
આવી ઘણી ફિલ્મો માટે 'લાર્જર ધેન લાઈફ' પિક્ચર બનાવવામાં નીતિન દેસાઈએ સિંહફાળો ભજવ્યો હતો. નીતિન દેસાઈ દ્વારા ઘણી ઐતિહાસિક સિરિયલો અને ભવ્ય નાટકો માટે ઉભા કરાયેલા સેટ પણ ખૂબ ચર્ચાનો વિષય હતા. દરમિયાન, નીતિન દેસાઈએ તેમની શાનદાર કારકિર્દીમાં ચાર વખત શ્રેષ્ઠ કલા દિગ્દર્શનનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે. તે સિવાય તેમને ફિલ્મફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us