Nitin Jani Wedding : ગુજરાતમાં સોશિયલ મીડિયા વાપરતી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે ‘ખજૂરભાઈ’ એટલે કે નીતિન જાનીને ઓળખતી નહીં હોય. અગાઉ ‘ખજૂર’ના નામથી પોતાના કોમેડી વીડિયો બનાવીને પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરનારા નીતિન જાની હવે પોતાનાં સેવા કાર્યોથી ઘરે ઘરે જાણીતા બન્યા છે. હવે નીતિન જાની વિશે રસપ્રદ પર્સનલ અપડેટ આવી છે. સૌના પ્રિય ખજૂરભાઈ યાને કે નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે પરણી ગયાં છે.
ખજૂરભાઇએ 8 ડિસેમ્બરે મીનાક્ષી દવે સાથે અમરેલીના સાંવરકુડલા ખાતે લગ્ન કર્યા હતા. મળતી માહિતી મુજબ નીતિન જાની અને મીનાક્ષી દવે સાદગીપૂર્વક લગ્ન કરવા માગતા હતા. તેથી તમામ લગ્ન સમારોહનું આયોજન પણ એકદમ સિમપ્લ કરાયું હતું. ખજૂરભાઇના નામથી આખા ગુજરાતમાં નીતિનભાઇ જાની તેના સેવાકીય કામને લઇને પ્રસિદ્ધ છે. ગરીબો, નિરાધાર અને ઘર વગરના લોકોને પાકા મકાનો બનાવી ઉમદા સેવા કાર્ય તેઓ કરી રહ્યા છે.
ચાહકોમાં એક ઉત્સુકતા જાગી છે કે ‘ખજૂરભાઈ’ની જીવનસંગિની મીનાક્ષી દવે કોણ છે? નીતિન જાની અને મીનાક્ષી દવેની લવસ્ટોરી કેવી રીતે ચાલુ થઈ? કોણે પહેલાં પ્રપોઝ કર્યું? એકબીજાની કઈ વાત ગમે છે?
નીતિનભાઈનાં વાગ્દત્તા મીનાક્ષી દવે સાવરકુંડલાના દોલતી ગામનાં વતની છે. તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે, જ્યારે માતા અરુણાબેન હાઉસવાઇફ છે. મીનાક્ષી દવેને ત્રણ મોટી બહેનો (નીલમ, કોમલ તથા દેવાંગી) છે અને ભાઈ હરકિશન છે. મીનાક્ષી દવેની બે મોટી બહેનોનાં લગ્ન થઈ ગયાં છે અને ત્રીજી બહેનની સગાઈ થઈ છે. તેમનો ભાઈ બી.કોમ,ના ત્રીજા વર્ષમાં ભણે છે
2021માં ગુજરાતમાં તાઉતે નામના વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ઘણી જ ખાના-ખરાબી કરી હતી. ત્યારથી જ નીતિન જાની ભગીરથ સેવા કાર્ય આદર્યું છે. 24 મેના રોજ નીતિન જાનીનો જન્મદિવસ હતો, પરંતુ તેમણે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો નહીં અને વાવાઝોડાના અસરગ્રસ્તોને બે લાખ રૂપિયાની મદદ કરી હતી. જોકે, પછી મનમાં વિચાર આવ્યો કે આટલા રૂપિયાથી કંઈ થશે નહીં અને તેઓ સૌરાષ્ટ્ર જવા નીકળી પડ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી નીતિન જાનીએ કુલ 232 મકાન બંધાવી આપ્યાં છે.
સુરતમાં 24 મે, 1987મા જન્મેલા નીતિન જાનીના પિતા કથાકાર હતા. નીતિન જાનીએ સુરતમાં જ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ પરિવાર બારડોલી રહેવા જતો રહ્યો હતો. પરિવારમાં ચાર ભાઈઓ (અરુણભાઈ, વરુણભાઈ, નીતિનભાઈ તથા તરુણભાઈ) અને ત્રણ બહેનો (મનીષાબેન, આશાબેન, વર્ષાબેન) છે. નીતિન જાનીએ બારડોલીમાંથી જ BCAનો અભ્યાસ કર્યો છે. પૂણે જઈને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. અહીંયા જ IT ફિલ્ડમાં નોકરીની શરૂઆત કરી હતી. IT ફિલ્ડમાં મહિને 70 હજારનો પગાર છોડીને 2012માં નીતિન જાનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્રાઉડ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને IT ડિપાર્ટમેન્ટ જેવા અલગ-અલગ વિભાગોમાં કામ કર્યાં બાદ ઘણી ફિલ્મમાં આસિસટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. નીતિન જાનીએ 2018માં ગુજરાતી ફિલ્મ ‘આવુંજ રહેશે’ ડિરેક્ટ કરી હતી. હાલમાં નીતિન જાની ‘ખજૂરભાઈ’ તથા ‘ખજૂરભાઈ વ્લોગ્સ’ એમ બે યુ ટ્યૂબ ચેનલ ચલાવે છે.