/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/nora-fatehi.jpg)
Nora Fatehi : નોરા ફતેહી બોલિવિડ અભિનેત્રી અને ડાન્સર છે. (Photo: Nora Fatehi Insta)
Nora Fatehi Car Accident : બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીની કારનો અકસ્માત થયો છે. હકીકતમાં શનિવારે સાંજે નોરા મુંબઇના સેવરીમાં ચાલી રહેલા સનબર્ન ફેસ્ટિવલમાં પ્રખ્યાત ડીજે ડેવિડ ગુએટ્ટા સાથે કોન્સર્ટમાં પરફોર્મ કરવા જઇ રહી હતી. આ દરમિયાન તેની કારનો કસ્માત સર્જાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીની કારને અન્ય દારૂના નશામાં કાર ચાલકે ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં નોરા ફતેહીને માથામાં ઈજા થઈ હતી. જોકે, અકસ્માત બાદ તરત જ અભિનેત્રીની ટીમ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. હોસ્પિટલના ડોકટરોએ અભિનેત્રીનું સીટી સ્કેન કરાવ્યું હતું અને રક્તસ્રાવને ધ્યાનમાં રાખીને આંતરિક ઇજાઓની સંભાવના વ્યક્ત કરી છે. તો, અંબોલી પોલીસે આરોપી કાર ડ્રાઈવરની અટકાયત કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈએ પણ આ અંગે એક્સ હેન્ડલ પર ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે મુંબઈ પોલીસ તરફથી એક નિવેદન લખ્યું હતું કે, "અભિનેત્રી નોરા ફતેહી મુંબઈમાં એક માર્ગ અકસ્માતનો શિકાર બની હતી, તેની કારને દારૂના નશામાં ડ્રાઈવરે ટક્કર મારી હતી, પરંતુ તેને કોઈ ઈજા થઈ નથી. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાની પુષ્ટિ થઈ હતી. નશામાં ધૂત ડ્રાઇવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
હવે અભિનેત્રીને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જો કે ઘણા રિપોર્ટ્સ મુજબ અભિનેત્રીએ નક્કી કર્યું હતું કે તે પૂર્વ-આયોજિત કાર્યક્રમમાં જોડાશે અને તેણે શનિવારે સનબર્ન ફેસ્ટિવલમાં પણ પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. બીજી બાજુ આ કેસની તપાસ ચાલુ છે.
નોરાએ આ કોન્સર્ટમાં પરફોર્મ કર્યું હતું
નોરા ફતેહી વર્ષોથી ઘણા કોન્સર્ટમાં પર્ફોર્મ કર્યું છે. આમાં જેસન ડેરુલો સાથે સ્નેક અને મામા ટેટેમા, જમૈકાની સિગર શેનસીયા સાથે "વ્હાટ ડૂ આઈનો?" (જસ્ટ અ ગર્લ) સામેલ છે.
આ પણ વાંચો: 4 મિત્રોની વાર્તા ઓટીટી પર આવતાની સાથે જ ધૂમ મચાવી, મનોરંજનનો સંપૂર્ણ ડોઝ 7 એપિસોડમાં મળશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us