Nora Fatehi : ડાન્સર નોરા ફતેહીએ પાણી રેડી સ્ટેજ પર લગાવી આગ, થઇ ટ્રોલ

Nora Fatehi : નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ડાન્સ પ્લસ પ્રો ના પ્લેટફોર્મનો છે

Nora Fatehi : નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ડાન્સ પ્લસ પ્રો ના પ્લેટફોર્મનો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Nora Fatehi, Nora Fatehi dance, Nora Fatehi video

અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી હંમેશા ચર્ચામાં રહે છે (તસવીર - નોરા ફતેહી ઇન્સ્ટાગ્રામ)

Nora Fatehi : અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી હંમેશા ચર્ચામાં રહે છે. તેના ડાન્સ પર્ફોમન્સને ઘણો પસંદ કરવામાં આવે છે. નોરાના ડાન્સ મૂવ્સ વાયરલ થાય છે. તે 'બાહુબલી' જેવી ફિલ્મોમાં આઇટમ સોંગ કરી ચુકી છે. તે રિયાલિટી શોમાં જજ તરીકે દેખાય છે અને સ્ટેજ પર પોતાની જલવો પણ બતાવે છે.

Advertisment

તાજેતરમાં જ ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસ પ્રો માં તેણે કંઈક એવું કર્યું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો તેને સવાલ કરી રહ્યા છે કે ફેમિલી શોમાં શું થઈ રહ્યું છે?

નોરા ફતેહીનો વીડિયો વાયરલ

નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ડાન્સ પ્લસ પ્રો ના પ્લેટફોર્મનો છે. આ વીડિયોને ડિઝની પ્લસ હોટસ્ટાર અને નોરા ફતેહીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ પણ વાંચો - ભક્ષક ટ્રેલર લોન્ચ, ફિલ્મમાં ભૂમિ પેડનેકર એક જર્નાલિસ્ટની ભૂમિકા જોવા મળશે

Advertisment

વીડિયોમાં જોઈ શકાય છે કે નોરા 'નાચ મેરી રાની…'ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે ડાન્સ કરી છે અને બોટલમાં ભરેલું પાણી પોતાના પર રેડે છે. નોરાના આ પર્ફોર્મન્સને જોઇને રેમો ડિસૂઝા સહિત તમામ જજ પણ આશ્ચર્યમાં મુકાઇ જતા જોવા મળી રહ્યા છે. સાથે જ દર્શકોને પણ તેનો ડાન્સ પસંદ આવ્યો ન હતો.

યુઝર્સની પ્રતિક્રિયાઓ

નોરા ફતેહીના આ વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે મને નથી લાગતું કે આપણે ભારતીયો પશ્ચિમી સંસ્કૃતિ માટે તૈયાર છીએ. એક યુઝરે લખ્યું કે ડાન્સના નામે કંઈ પણ થઈ રહ્યું છે. એક યુઝરે લખ્યું કે આ બધું નેશનલ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહ્યું છે?

એક યુઝરે લખ્યું હતું કે હું એક સમયે નોરાની ગ્રેસ અને ટેલેન્ટને કારણે તેની પ્રશંસક હતી, પરંતુ તેના તાજેતરના ડાન્સ પર્ફોર્મન્સે ખૂબ જ નિરાશ કર્યા હતા. શું આ પ્રકારના ડાન્સ માટે આ યોગ્ય પ્લેટફોર્મ છે? એક યુઝરે લખ્યું કે આ ફેમિલી ફ્રેન્ડલી શો બિલકુલ નથી. એક યુઝરે લખ્યું કે સોરી, પણ મારું બધું માન ગુમાવી દીધું. એક યુઝરે લખ્યું કે પરિવાર સાથે જોઈ પણ નથી શકતા, હવે બધુ અશ્લીલતા પર છે.

nora fatehi ટ્રેન્ડિંગ ન્યૂઝ મનોરંજન ન્યૂઝ