નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આ બોલીવુડ સેલિબ્રિટી બર્થ ડે સેલિબ્રેટ કરશે

શાહ રૂખ ખાનનો બર્થ ડે 2 નવેમ્બરે આવે છે, એક્ટરએ પોતાનો 60 મો જન્મદિવસ ઉજવ્યો, અહીં ખાસ 4 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી બોલીવુડ સેલિબ્રિટીઝ બર્થ ડે સિરીઝમાં જાણો સેલિબ્રિટીઝના ખાસ દિવસ વિશે વિગત

શાહ રૂખ ખાનનો બર્થ ડે 2 નવેમ્બરે આવે છે, એક્ટરએ પોતાનો 60 મો જન્મદિવસ ઉજવ્યો, અહીં ખાસ 4 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી બોલીવુડ સેલિબ્રિટીઝ બર્થ ડે સિરીઝમાં જાણો સેલિબ્રિટીઝના ખાસ દિવસ વિશે વિગત

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
4 નવેમ્બરથી 9 નવેમ્બર સેલિબ્રિટી બર્થ ડે સ્પેશિયલ આથિયા શેટ્ટી તબ્બુ મિલિંદ સોમન ખુશી કપૂર કમલ હાસન મનોરંજન

Athiya Shetty tabu khushi kapoor

નવેમ્બર મહિનામાં ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝ પોતાના બર્થ ડે સેલિબ્રેટ કરે છે, નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ઐશ્વર્યા રાય બચ્ચન, ઈશાન ખટ્ટર, શાહ રૂખ ખાન વગેરેનો સમાવેશ થાય છે, અહીં જુઓ લિસ્ટ

Advertisment

શાહ રૂખ ખાનનો બર્થ ડે 2 નવેમ્બરે આવે છે, એક્ટરએ પોતાનો 60 મો જન્મદિવસ ઉજવ્યો, અહીં ખાસ 4 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી બોલીવુડ સેલિબ્રિટીઝ બર્થ ડે સિરીઝમાં જાણો સેલિબ્રિટીઝના ખાસ દિવસ વિશે વિગત

મિલિંદ સોમન બર્થ ડે (milind soman Birthday)

મિલિંદ સોમન (Milind Soman) એ ફિટનેસ અને જુસ્સાનો પર્યાયવાચી નામ છે. ૧૯૯૦ના દાયકામાં મોડેલિંગમાં પ્રવેશ્યા પછી, તેમણે દરેક દાયકામાં પોતાની જાતને ફરીથી શોધવી શરૂ કરી છે. ભારતના પહેલા સુપરમોડેલ બનવાથી લઈને ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેતા અને હવે ફિટનેસ આઇકોન તરીકે, મિલિંદ સોમનની સફર હંમેશા પ્રેરણાદાયક રહી છે. પચાસ વર્ષની ઉંમર પાર કર્યા પછી પણ, મિલિંદે સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક નંબર છે.

Advertisment

મિલિંદ સોમન 4 નવેમ્બર 2025 ના રોજ પોતાનો 60 મો બર્થ ડે સેલિબ્રેટ કરશે,ખુલ્લા પગે મેરેથોન દોડવા, ટ્રાયથ્લોનમાં ભાગ લેવા, કે રમતગમતની ફિટનેસને પ્રોત્સાહન આપવા, તે હંમેશા કંઈક એવું પ્રાપ્ત કરે છે જે અન્ય લોકોને પ્રેરણા આપે છે.

તબ્બુ બર્થ ડે (Tabu Birthday)

તબ્બુ તરીકે જાણીતી એકટ્રેસએ પહેલી વાર વર્ષ 1985 માં દેવ આનંદની ફિલ્મ હમ નૌજવાનમાં કામ કર્યું હતું અને તેલુગુ ફિલ્મમાં વર્ષ 1991 માં કુલી નંબર 1 માં તેની પહેલી મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેનું પુરૂ નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે 4 નવેમ્બર 2025 ના રોજ એકટ્રેસ તેનો 54 મો બર્થ ડે સેલિબ્રેટ કરશે.

તબ્બુએ તાજતેરમાં ગોલમાલ અગેઇન, ભૂલ ભુલૈયા 2 - જેના માટે બેસ્ટ અભિનેત્રી (ક્રિટીક્સ) અને ક્રૂ માટેનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો, એક્શન ડ્રામા આલા વૈકુંઠપુરરામુલુ, ક્રાઈમ થ્રિલર અંધાધૂનઅને દૃષ્ટિમ 2 જેવી ફિલ્મમાં પણ જોવા મળી છે.

આથિયા શેટ્ટી બર્થ ડે (Athiya Shetty Birthday)

સુનીલ શેટ્ટીની દીકરી અને કે ઇન્ડિયન ક્રિકેટર એલ રાહુલની પત્ની આથિયા શેટ્ટીએ શેટ્ટીએ વર્ષ 2015 માં નિખિલ અડવાણી દિગ્દર્શિત રોમેન્ટિક એક્શન ફિલ્મ હીરોથી અભિનયની શરૂઆત કરી હતી, એકટ્રેસ આથિયા શેટ્ટી 5 નવેમ્બર 2025 ના રોજ પોતાનો 33 મો બર્થ ડે સેલિબ્રેટ કરે છે.

આથિયા શેટ્ટીની પર્સનલ લાઈફની વાત કરીયે તો શેટ્ટીએ વર્ષ 2019 માં ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે ડેટિંગ શરૂ કર્યું હતું. તેમના લગ્ન 23 જાન્યુઆરી 2023 ના રોજ ખંડાલામાં સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં થયા હતા. આથિયા એ 24 માર્ચ 2025 ના રોજ એક દીકરીને જન્મ આપ્યો અને તેનું નામ એવરાહ રાખ્યું છે.

ખુશી કપૂર બર્થ ડે (Khushi Kapoor Birthday)

શ્રીદેવી એ બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર પણ એકટિંગ કરિયરમાં આગળ છે, તેણે વર્ષ 2023 માં ધ આર્ચીઝ મૂવીથી એકટિંગ કરિયરની શરઆત કરી હતી, તાજતેરમાં તે લવયાપા અને નાદાનિયાં મુવીમાં જોવા મળી હતી, એકટ્રેસ 5 નવેમ્બર 2025 ના રોજ 25 મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે.

કમલ હાસન બર્થ ડે (Kamal Haasan Birthday)

કમલ હાસનનો જન્મ 7 નવેમ્બર 1954 ના રોજ થયો છે, તે આ વર્ષે તેનો 71 મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. તે એક ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને રાજકારણી છે જે મુખ્યત્વે તમિલ સિનેમામાં કામ કરે છે અને હાલમાં તમિલનાડુ માટે રાજ્યસભાના સંસદ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.

સેલિબ્રિટી બર્થ ડે ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities ખુશી કપૂર મનોરંજન ન્યૂઝ