નુસરત ભરૂચાએ રેપર હની સિંહ સાથે ડેટિંગની અફવા અંગે તોડ્યું મોન, કહ્યું, મારા જીવનમાં…

Nushrratt Bharuccha: નુસરત ભરૂચાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેને હની સિંહ સાથેની ડેટિંગ અફવાને લઇને પ્રતિક્રિયા આપી હતી.

Written by mansi bhuva
May 04, 2023 13:36 IST
નુસરત ભરૂચાએ રેપર હની સિંહ સાથે ડેટિંગની અફવા અંગે તોડ્યું મોન, કહ્યું, મારા જીવનમાં…
નુસરત ભરૂચાએ રેપર હની સિંહ સાથે ડેટિંગની અફવા પર પ્રતિક્ર્યા આપી

અભિનેત્રી નુસરત ભરૂચા બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. આ વચ્ચે અભિનેત્રી તાજેતરમાં રેપર યો યો હની સાથે ડેટિંગને પગલે જોરદાર ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા નુસરત અને હની સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થયો હતો. જેમાં બંને હાથોમાં હાથ નાંખીને એક ઇવેન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ પછી બંને એકબીજાને ડેટિંગ કરી હોવાની ચર્ચાઓ તેજ થઇ છે. ત્યારે હવે અભિનેત્રી નુસરત ભરૂચાએ હની સાથે ડેટિંગની અફવા બાબતે પ્રિતિક્રિયા આપી છે.

નુસરત ભરૂચાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું હતું કે, “તમે જાણો છો કે મારા જીવનમાં આ પહેલી ડેટિંગની અફવા છે. હું જ્યાં પણ ગઇ છું ત્યાં કોઈ અફવાઓ ઉડી નથી કારણ કે હું ક્યારેય કોઈની સાથે રહ્યી નથી. આવું પહેલીવાર બન્યું છે. . હવે હું ઓછામાં ઓછું એટલું તો કહી શકું છું કે હું ડેટિંગ કરવાની પણ અફવા હતી.”

વધુમાં નુસરત ભરૂચાએ જણાવ્યું હતું કે, “મને આ પ્રકારની સમસ્યાઓથી કોઇ વાંધો નથી, કારણ કે હું આ સમાચારથી પ્રભાવિત નથી. તેમજ મને લાગે છે કે, લોકો પાસે કોઇ કામ નથી અને તેની પાસે એક મોટી કલ્પના પણ છે, તો કરતા રહો, મને તેનાથી કોઇ પરેશાની નથી”.ઉલ્લેખનીય છે કે, નુસરત ભરૂચા વર્ષ 2021માં યો યો હની સિંહના મ્યુઝિક વીડિયો સૈયાં જીમાં જોવા મળી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ