Upcoming movies October 2025 | ઓક્ટોબર 2025 (October 2025) સિનેમા પ્રેમીઓ માટે ખાસ મહિનો બનવાનો છે. આ મહિને વિવિધ ભાષાઓમાં મુખ્ય ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેમાં નાટક, રોમાંસ, સ્પોર્ટ્સ, કોમેડી અને હોરરનું ઉત્તમ મિશ્રણ છે. અહીં જાણો આ મહિને રિલીઝ થનારી આઠ મુખ્ય ફિલ્મો વિશે
કાંતારા : ચેપ્ટર 1 (Kantara: Chapter 1)
દર્શકો કન્નડ ફિલ્મ કંટારાના આ પ્રિકવલની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 2022 માં આવેલી ફિલ્મ કંટારાની પ્રિકવલ છે. ઋષભ શેટ્ટી અને રુક્મિણી વસંત અભિનીત, આ ફિલ્મ પૌરાણિક કથાઓ અને રહસ્યમય સ્ટોરીઓ પર આધારિત છે. તે સમગ્ર ભારતમાં બીજી ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.
સન્ની સંસ્કાર કી તુલસી કુમાર (Sunny Sanskari Ki Tulsi Kumar)
ધર્મા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત એક પારિવારિક મનોરંજક ફિલ્મ, જેમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂર અભિનીત છે. શશાંક ખૈતાન દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ હાસ્ય, મજા અને પારિવારિક સંબંધોની સ્ટોરી છે. જે 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થાય છે.
એક દીવાને કી દીવાનીયાત (Ek Deewane Ki Deewaniyat)
એક દીવાને કી દીવાનીયાત હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવા અભિનીત આ ફિલ્મ એક રોમેન્ટિક થ્રિલર છે. ભાવનાઓ અને સસ્પેન્સથી ભરપૂર, આ ફિલ્મ યુવા દર્શકોને આકર્ષિત કરે તેવી શક્યતા છે, જે 2 ઓક્ટોબરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે, જે 14 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.
વેમ્પાયર સાગા (Vampires Saga)
વેમ્પાયર સાગા અબ્દુલ અદનાન અને ઝુબેર કે. ખાનની આ હોરર-થ્રિલર ભય અને સસ્પેન્સનો રોમાંચક અનુભવ આપશે તે નિશ્ચિત છે. હોરર ચાહકો આ ખાસ અનુભવની આતુરતાથી રાહ જોશે, જે 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થાય છે.
ભોગી (Bhogi)
આ તેલુગુ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં શર્વાનંદ અને અનુપમા પરમેશ્વરન અભિનીત છે. દક્ષિણ ભારતીય રોમેન્ટિક ફિલ્મોના ચાહકો માટે આ એક શ્રેષ્ઠ ભેટ હોઈ શકે છે.
ડ્યુડ (Dude)
પ્રદીપ રંગનાથન અને મમિતા બૈજુ અભિનીત આ તમિલ રોમેન્ટિક કોમેડી ફિલ્મ સમગ્ર ભારતમાં રિલીઝ થઈ રહી છે. તે દર્શકો માટે એક સંપૂર્ણ પસંદગી હશે જેઓ હળવા અને મનોરંજક ફિલ્મોનો આનંદ માણે છે, જે 17 ઓક્ટોબર ના રોજ રિલીઝ થાય છે.
બાઇસન કલામાદન (Bison Kaalamaadan)
આ તમિલ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં ધ્રુવ વિક્રમ અને મારી સેલ્વરાજ અભિનીત છે. વાર્તા સંઘર્ષ, સખત મહેનત અને વિજયની ભાવના દર્શાવે છે, જે 17 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે.
થામા (Thama)
આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના અભિનીત આ હિન્દી હોરર થ્રિલર પૌરાણિક કથાઓ અને સસ્પેન્સનું મિશ્રણ છે. આ ફિલ્મ ભય અને રહસ્ય બંનેનો અહેસાસ કરાવશે. થામા મુવી 21 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે.