‘ઓહ માય ગોડ 2’નું નવું પોસ્ટર રિલીઝ, હાથમાં ડમરું અને ચહેરા પર ભભૂતિ લગાડી અક્ષય કુમારનો અદ્ભૂત અવતાર, ફિલ્મની રિલીઝ ડેટ ફાઇનલ

OMG 2 Release Date: અક્ષય કુમારે (Akshay kumar) પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઓહ માય ગોડ 2નું નવું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટર પર તેને સુંદર કેપ્શન પણ લખ્યું છે.

Written by mansi bhuva
June 09, 2023 12:30 IST
‘ઓહ માય ગોડ 2’નું નવું પોસ્ટર રિલીઝ, હાથમાં ડમરું અને ચહેરા પર ભભૂતિ  લગાડી અક્ષય કુમારનો અદ્ભૂત અવતાર, ફિલ્મની રિલીઝ ડેટ ફાઇનલ
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર ફાઇલ તસવીર

બોલિલૂડ ખેલાડી અક્ષય કુમાર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ઓહ માય ગોડ 2 (OMG 2) ને કારણે સતત ચર્ચામાં છે. વર્ષ 2012માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ ઓહ માય ગોડ ઘણી સાબિત થઇ હતી. હવે, ઓહ માય ગોડની સફળતાના 11 વર્ષ પછી અક્ષય કુમાર સોશિયલ કોમેડી ઓહ માય ગોડ 2 સાથે પાછો ફર્યો છે. OMG 2 થિયેટરોને બદલે OTT પર રિલીઝ થઈ શકે છે એવી અટકળોના મહિનાઓ પછી, અભિનેતાએ સારા સમાચાર શેર કર્યા કે આખરે ફિલ્મને થિયેટરમાં રિલીઝની તારીખ મળી ગઈ છે. આ તારીખ એવી છે કે તે ત્રણ મોટી ફિલ્મોને ટક્કર આપશે.

અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઓહ માય ગોડ 2નું નવું પોસ્ટર શેર કર્યું છે. મહત્વનું છે કે, પહેલા ભાગમાં અક્ષય કુમારને ભગવાન કૃષ્ણ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે ‘ઓહ માય ગોડ 2’માં અક્ષય ભગવાન શિવના રોલમાં જોવા મળશે. અત્યાર સુધી ફિલ્મના પોસ્ટરે ચાહકોને પ્રભાવિત કર્યા છે. શુક્રવારે સવારે અક્ષય કુમારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુલાસો કર્યો કે ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ થિયેટરોમાં આવશે. અક્ષય કુમારે લખ્યું, “આવી રહ્યા છીએ અમે, તમે પણ આવજો. 11 ઓગસ્ટ. અભિનેતાએ ‘ઓહ માય ગોડ 2’નું નવું પોસ્ટર પણ રિલીઝ કર્યું જેમાં તે ભગવાન શિવના રૂપમાં જોવા મળી રહ્યો છે. રિલીઝ ડેટ લખેલી છે જેની નીચે ‘ઓએમજી 2’ લખેલ છે.

અક્ષય કુમાર સ્ટારર ઓહ માય ગોડ 2 11 ઓગસ્ટના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ત્યારે તે સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની અપકમિંગ ફિલ્મ જેલર તેમજ સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ગદર 2ને સિનેમાઘરોમાં ટક્કર આપશે. ત્યારે જોવું રહ્યું કે, આ ત્રણેય ફિલ્મોને દર્શકોને કેવો પ્રતિસાદ મળે છે. મહત્વનું છે કે, અક્ષય કુમારની આ બીજી ફિલ્મ છે જે આ વર્ષે રિલીઝ થઇ રહી છે. આ વર્ષની શરૂઆતમાં તેની ફિલ્મ ‘સેલ્ફી’ રિલીઝ થઇ હતી. જે સિનેમાઘરોમાં ખરાબ રીતે નીચે પટકાઇ ગઇ હતી. એટલું જ નહીં વર્ષ 2022માં અક્ષય કુમારની લગભગ ફિલ્મો દર્શકોને પસંદ ન આવી હતી અને ભારે નુકસાન થયું હતું. જેમાં પૃથ્વીરાજ ચૌહાણ, બચ્ચન પાંડે, રામ સેતુ વગેરેનો સમાવેશ થાય છે.

‘ઓહ માય ગોડ 2’માં અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ દરમિયાન યામી ગૌતમે પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જ પોસ્ટર શેર કર્યું છે. તેણે લખ્યું, “તારીખ લૉક થઈ ગઈ છે! OMG2 11મી ઑગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ત્યાં મળીશું!”

આ પણ વાંચો: Sonam kapoor Net Worth : સોનમ કપૂરની મહિનાની કમાણી જાણીને આંખો પહોળી થઇ જશે, અભિનેત્રી છે કરોડોની માલકિન

ઓહ માય ગોડ 2 ભારતમાં સેક્સ એજ્યુકેશનની આસપાસ ફરતી વાર્તા છે. અશ્વિન વર્ડે, વાયકોમ 18 અને જિયો સ્ટુડિયો ઓહ માય ગોડ 2 ના નિર્માતા છે. અક્ષય કુમારે ઑક્ટોબર 2021માં મધ્ય પ્રદેશમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ પછી તેણે ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું અને લખ્યું. “કર્તા કરે ના કરે શિવ કરે સો હોય. OMG2 માટે તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે, એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દા પર ચિંતન કરવાનો અમારો નિષ્ઠાવાન અને નમ્ર પ્રયાસ. હર હર મહાદેવ આ યાત્રા દ્વારા અમને આશીર્વાદ આપે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ