OMG 2 Review : બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ન્યૂ મુવી OMG 2ની લાંબા સમયથી રાહ હતી. ત્યારે OMG 2 આજે 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. તેવામાં OMG 2ને લઇને દર્શકોની શું પ્રતિક્રિયા છે તે અંગે આ અહેવાલમાં વાત કરવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ મહત્વના પાત્રમાં નજર આવી રહ્યા છે. મહત્વનું છે કે, આ ફિલ્મ સફળ થાય તે અક્ષય કુમાર માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. ગયા વર્ષે તેની લગભગ તમામ મેગા બજેટ ફિલ્મો ખરાબ રીતે નિષ્ફળ ગઇ છે.
ફિલ્મ વિવેચક શુભ્રા ગુપ્તાએ OMG 2ને 4.5 સ્ટાર આપ્યાં છે. શુભ્રા ગુપ્તાએ કહ્યું કે, આ 2023 છે અને એક અલગ ભારત છે. તેમજ આપણી આસપાસ આટલા બધા ધ્રુવીકરણ સાથે શું કોઇ ફિલ્મ ધર્મ અને ધાર્મિક વ્યક્તિઓને ઉપદેશ વિના જોઇ શક્શે? વધુમાં શુભ્રા ગુપ્તાએ કહ્યું કે, એક કટાક્ષપૂર્ણ ફિલ્મ લઈને આવી છે, જે યુવાનોમાં અજ્ઞાની વયસ્કો પ્રત્યે વિશ્વાસની કમી સામે સવાલ ઉઠાવે છે. કારણ કે તેઓ અશ્વલીલ અને શરીરના રહસ્યોની શોધ કરે છે. તે ‘ગંદું કામ’ છે અથવા બીજું કંઈ નથી. ખોટું છે, અને તે ચોક્કસપણે શરમજનક જેવું કંઈ નથી.
OMG 2માં પંકજ ત્રિપાઠી કાંતિ શરણ મુદ્દલનું પાત્ર નિભાવી રહ્યો છે, જે શિવ ભક્ત હોય છે. જેના વિશ્વાસની કડી પરીક્ષા થાય છે. કારણ કે તેના કિશોર પુત્રને શાળામાં સ્કૂલના વિધાર્થીઓ દ્વારા ધમકાવી પરેશાન કરવામાં આવે છે. તેમજ શિક્ષકો ગ્વારા અશ્લીલ કૃત્યોમાં સામેલ હોવાને લીધે તેને નીચો દેખાડવામાં આવે છે. જે મામલો કોર્ટના શરણે પહોંચે છે અને અહીંથી યામી ગૌતમની વકીલની ભૂમિકામાં એન્ટ્રી થાય છે.
વધુમાં શુભ્રા ગુપ્તાએ કહ્યું કે, ફિલ્મ તેના ઉદ્દેશ્યથી ક્યારેય ડગમગતી નથી, વાસ્તવમાં મને તે બાબતોનો આનંદ આવ્યો કે જે ખૂબ જ ગંભીર અને ખૂબ જ નિર્ધારિત કાન્તિ શરણ મુદગલ પોતાને સીધા ચહેરા સાથે રજૂ કરે છે.
આપને જણાવી દઇએ ક, ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શેને OMG 2 5માંથી 4 સ્ટાર આપ્યાં છે. તરણ આદર્શે ફિલ્મમાં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની એક્ટિંગના વખાણ કર્યા છે. સ્ક્રીનપ્લેની સાથે-સાથે ફિલ્મના સંવાદ પણ ધાંસુ છે. પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમે સ્ક્રીન પર કમાલની એક્ટિંગ કરી છે. OMG 2ની સ્ટાર કાસ્ટની એક્ટિંગને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. OMG 2એ લોકોનું દિલ જીતી લીધું છે. તેમજ થિયેટર્સમાં ‘હર હર મહાદેવ’ના નારા ગુંજી ઉઠ્યા છે.
OMG 2 અંગે દર્શકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. એક યૂઝરે પ્રતિક્રિયામાં લખ્યું કે, ભગવાન શિવના દૂતના પાત્રમાં અમેઝિંગ છે. તેઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેઓ ઉત્તમ એક્ટર છે. તેઓએ OMG 2, ટોયલેટ એક પ્રેમ કથા અને પેડમેન જેવી ફિલ્મો આપી છે. તેના માટે તાળીઓ વાગવી જોઇએ. આ સાથે ફિલ્મને 4 સ્ટાર મળે છે. જ્યારે અન્ય એક યૂઝરે કહ્યું કે, જનતાએ જ નક્કી કરવું જોઇએ કે શું સાચું છે અને ખોટું છે? દર્શકોને ફિલ્મની પ્રશંસા કરતા કહ્યું કે, ફિલ્મ સારા મુદ્દા પર બનાવવામાં આવી છે. આમ આ ફિલ્મને લઇને લોકોની સતત જોરદાર પ્રતિક્રિયા સામે આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની OMG 2 અને સની દેઓલની મૂવી ગદર 2ની સિનેમાઘરોમાં ટક્કર છે. આ બંને ફિલ્મો આજે 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ છે. આવી સ્થિતિમાં આ બંને ફિલ્મોનો ભારે ક્રેઝ છે. તેવામાં એ જોવું હવે રસપ્રદ રહ્યુ કે OMG 2 અને ગદર 2માંથી કંઇ ફિલ્મ સૌથી વધુ કમાણી કરે છે. OMG 2ની એડવાન્સ બુકિંગમાં 72,500 ટિકિટ વેચાય હતી. જ્યારે Gadar 2ની 20 લાખ ટિકિટ એડવાન્સ બુકિંમાં વેચાય હતી.