OMG 2 : બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ને રિલીઝ થવામાં માત્ર 17 દિવસ બાકી છે. તેવામાં આ ફિલ્મ સંબંઘિત એવા સામે આવ્યાં છે કે, OMG 2માં રિવાઇઝિંગ કમિટી દ્વારા 20 સીન પર કાતર ફેરવવામાં આવી છે. સાથે જ અક્ષય કુમારની આ ફિલ્મને A સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કર્યો છે.
ઇટાઇમ્સના અહેવાલ અનુસાર, રિવાઇઝીંગ કમિટીએ OMG 2ને A સર્ટીફિકેટ આપી નિર્માતાઓને નોટીસ મોકલવાનું નક્કી કર્યું છે. OMG 2ને સિનેમાઘરોમાં રિલીઝ થવામાં બહુ ઓછા દિવસો બાકી છતાં અક્ષય કુમાર કે પંકજ ત્રિપાઠી ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળ્યા નથી. આવી સ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે, પાછી ઠેલાઇ તેવી સંભાવના છે.
પ્રાપ્ત વિગત અનુસાર, OMG 2 સેક્સ એજ્યુકેશન જેવા બોલ્ડ વિષય પર આધારિત છે. જેમાં ભગવાન શિવના પાત્રને જોડવાથી સેંસર બોર્ડ દંગ રહી ગઇ છે. જેને પગલે તેઓ કોઇ નિર્ણય લેવા માટે વધુ સમય ઇચ્છે છે. ઉલ્લેખનીય છે કે, પ્રભાસની આદિપુરૂષને લઇને દેશમાં જે હોબાળો અને વિરોધ થયો હતો તેનાથી હવે સેંસર બોર્ડ ફૂંકી ફૂંકીને કોઇ પગલું ભરી રહી છે. તેથી સેંસર બોર્ડે OMG 2ને રિવ્યૂ કમિટી પાસે મોકલી છે અને હવે OMG 2 સિનેમાઘરોમાં ક્યારે રિલીઝ થશે તે તો રિવ્યૂ કમિટીના નિર્ણય પર જ નિર્ભર છે.
મહત્વનું છે કે, ‘OMG 2’નું સહ-નિર્માણ ‘Viacom 18’ દ્વારા કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ સૌથી પહેલા Jio સિનેમા પર રિલીઝ થવાની હતી. આ માટે OTT પ્લેટફોર્મ સાથે માત્ર વાતચીત જ નથી થઈ રહી, પરંતુ 90 કરોડ રૂપિયામાં ડીલ પણ ફાઈનલ થઈ ગઈ હતી. પરંતુ તેને અચાનક બંધ કરી દેવામાં આવી હતો.
એવુ લાગી રહ્યું છે કે, અક્ષય કુમાર પર કોઇ માઠી બેઠી હોય. કારણ કે વર્ષ 2022થી તેની એક પણ ફિલ્મ હિટ નથી થઇ. ત્યારે સ્વાભાવિક છે કે, ‘OMG 2’પાસેથી અભિનેતાની ઘણી આશા બંધાયેલી હોય. પરંતુ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં સંપડાઇ છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, આ ફિલ્મ અક્ષય કુમારની કિસ્મત ચમકાવશે નહીં?