OMG 2 : અક્ષય કુમારની આગામી ફિલ્મ OMG 2ના ટીઝરનું કાઉન્ટડાઉન શરૂ, ‘હર હર મહાદેવ’ના નારા ગુંજ્યા, લોકોએ કહ્યું…’હિંદુ ધર્મનો મજાક ન ઉડાવતા’

OMG 2 Release Date: અક્ષય કુમારે (Akshay kumar) પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઓહ માય ગોડ 2ને લઇને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોયા પછી ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.

Written by mansi bhuva
July 09, 2023 14:10 IST
OMG 2 : અક્ષય કુમારની આગામી ફિલ્મ OMG 2ના ટીઝરનું કાઉન્ટડાઉન શરૂ, ‘હર હર મહાદેવ’ના નારા ગુંજ્યા, લોકોએ કહ્યું…’હિંદુ ધર્મનો મજાક ન ઉડાવતા’
અક્ષય કુમાર ફાઇલ તસવીર

OMG 2 Release Date : બોલિલૂડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ઓહ માય ગોડ 2 (OMG 2) ને કારણે સતત ચર્ચામાં છે. વર્ષ 2012માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ ઓહ માય ગોડ ઘણી હિટ સાબિત થઇ હતી. હવે, ઓહ માય ગોડની સફળતાના 11 વર્ષ પછી અક્ષય કુમાર સોશિયલ કોમેડી ઓહ માય ગોડ 2 સાથે પાછો ફર્યો છે. ત્યારે OMG 2ના ટીઝરનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ફિલ્મના નિર્માતાઓએ એલાન કરી દીધું છે કે, 11 જૂલાઇના રોજ થિયેટરોમાં મિશન ઇમ્પોસિબલ 7 સાથે રિલીઝ કરવામાં આવશે. મહત્વનું છે કે, ફિલ્મ રિલીઝ પહેલાં જ લોકો આ અક્ષયના ભોલાશંકર વાળા લૂકનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ ફિલ્મ પર પ્રતિંબધ લગાવવાની પણ માંગ કરી રહ્યા છે.

અક્ષય કુમારનો નવો લૂક

ઓહ માય ગોડ 2નું ટીઝર 11 જૂલાઇના રોજ રિલીઝ કરવામાં આવશે. આ દરમિયાન અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેતા લાંબા વાળ અને જટાધારી નજર આવી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ અક્ષય કુમારના ફેન્સ આ ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો વરસાદ થઇ રહ્યો છે. લોકો એક્ટરને હિદાયત આપી રહ્યા છે કે, ફરી હિંદૂ ધર્મ અને તેના દેવી-દેવતાઓની મજાક નહીં ઉડાવે.

પહેલા ભાગમાં અક્ષય કુમારને ભગવાન કૃષ્ણ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે ‘ઓહ માય ગોડ 2’માં અક્ષય ભગવાન શિવના રોલમાં જોવા મળશે. અત્યાર સુધી ફિલ્મના પોસ્ટરે ચાહકોને પ્રભાવિત કર્યા છે. અક્ષય કુમારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુલાસો કર્યો કે ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ થિયેટરોમાં આવશે. અક્ષય કુમારે લખ્યું, “આવી રહ્યા છીએ અમે, તમે પણ આવજો. 11 ઓગસ્ટ. અભિનેતાએ ‘ઓહ માય ગોડ 2’નું નવું પોસ્ટર પણ રિલીઝ કર્યું જેમાં તે ભગવાન શિવના રૂપમાં જોવા મળી રહ્યો છે. રિલીઝ ડેટ લખેલી છે જેની નીચે ‘ઓએમજી 2’ લખેલ છે.

ઓહ માય ગોડ 2 સ્ટાર કાસ્ટ

‘ઓહ માય ગોડ 2’માં અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ દરમિયાન યામી ગૌતમે પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જ પોસ્ટર શેર કર્યું છે. તેણે લખ્યું, “તારીખ લૉક થઈ ગઈ છે! OMG2 11મી ઑગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ત્યાં મળીશું!”

આ પણ વાંચો : ’72 Hoorain’… હુમલા પછી જન્નત મળશે’, કેટલું સત્ય? કેટલું કાલ્પનિક? ઈસ્લામિક વિદ્વાનોનું શું કહેવું છે?

ઓહ માય ગોડ 2 ભારતમાં સેક્સ એજ્યુકેશનની આસપાસ ફરતી વાર્તા છે. અશ્વિન વર્ડે, વાયકોમ 18 અને જિયો સ્ટુડિયો ઓહ માય ગોડ 2 ના નિર્માતા છે. અક્ષય કુમારે ઑક્ટોબર 2021માં મધ્ય પ્રદેશમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ પછી તેણે ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું અને લખ્યું. “કર્તા કરે ના કરે શિવ કરે સો હોય. OMG2 માટે તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે, એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દા પર ચિંતન કરવાનો અમારો નિષ્ઠાવાન અને નમ્ર પ્રયાસ. હર હર મહાદેવ આ યાત્રા દ્વારા અમને આશીર્વાદ આપે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ