Orry The Suvir Saran Show : બોલિવૂડ સ્ટાર્સથી લઇને અંબાણી પરિવાર સાથે જોવા મળતો સોશલાઈટ-ઈન્ફ્લુએન્સર ઓરહાન અવત્રામણિ ઉર્ફે ઓરી પોતાની પબ્લિક અપિયરન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. 11 એપ્રિલે ઓરી સ્ક્રીનના ‘ધ સુવીર સરન શો’માં જોવા મળ્યો હતો અને તેણે પોતાના વિશે ઘણું બધી વાતો કહી હતી. ઓરી તેના ફોન કવર તેમજ હેરસ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. હવે તેણે કહ્યું કે તે પ્રિયંકા ચોપરાથી ખૂબ જ પ્રેરિત છે.
ઓરીએ કહ્યું કે તે ખૂબ જ નાની ઉંમરે શીખી ગયો હતો કે સફળ થવા માટે હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્કની જરૂર હોય છે. આગળ વધવા માટે હંમેશાં કંઈકને કંઇક કરતા રહેવું જોઈએ. તેથી જ તે પોતાની સાથે કંઈકને કંઇક નવું કરવાનો પ્રયાસ કરે છે. તેણે કહ્યું કે માથાથી લઇને પગ સુધી તે પોતાનામાં કેટલાક ફેરફારો કરતા રહે છે. તેણે કહ્યું કે તે સતત પોતાની જોબ બદલે છે, પોતાનો લુક બદલે છે.
ઓરીએ વધુમાં જણાવ્યું હતું કે તે પોતાની હેરસ્ટાઇલ પણ વારંવાર બદલે છે. ઓરીએ કહ્યું કે તમે જ્યારે પણ મને મળશો ત્યારે મારા વાળ તમને અલગ દેખાશે. તમારે તમારી જાતને બદલતા રહેવું પડશે અને તે જ હું કરું છું. મને તેમાં કોઇ શરમ આવતી નથી.
પ્રિયંકા ચોપડા પાસેથી શીખ્યો છે આ ખાસ વાત
ઓરીએ કહ્યું કે તમે જાણો છો હું એક વસ્તુ શીખ્યો છું અને હું તે પ્રિયંકા ચોપરાના ઇન્ટરવ્યુમાંથી શીખ્યો છું, કારણ કે મને ઇન્ટરવ્યુ જોવાનું પસંદ છે. તમારે હંમેશાં ગો-ગેટર અને તકવાદી બનવું જોઈએ. જો તમને તક મળે તો તેને છીનવી લો અને તમને તેનાથી શરમ ન આવવી જોઈએ. તેથી જ્યારે પણ મને તક મળે છે, ત્યારે હું તેને જવા દેતો નથી. મારી સામે કોણ છે, ડાબે કોણ છે, જમણે કોણ છે, મને તેનાથી ફરક પડતો નથી.
ઓરી પોતાને કેટલો પરફેક્ટ માને છે?
ઓરીએ કહ્યું હતું કે તે પોતાની જાતને પરફેક્શનિસ્ટ નથી માનતો, પરંતુ જો તેણે પરફેક્શન માટે પોતાની જાતને રેટ કરવી હોય તો તે પોતાની જાતને 9/10 આપશે.
આ પણ વાંચો – રકુલ પ્રીત સિંહ હેલ્થ સિક્રેટ શું છે? જાણો
હું જવાબદારી લેવા માંગતો નથી – ઓરી
ઓરીએ કહ્યું કે તે ઓશોનો ચાહક છે, પરંતુ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે પોતાનો આશ્રમ ખોલશે, તો તેણે ના પાડી દીધી. તેણે કહ્યું કે હું કોઈની જવાબદારી લેવા માગતો નથી. હું મારી આસપાસના લોકોને કહું છું કે હું તમારી સંભાળ રાખવા માટે મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ, પરંતુ હું તમારી જવાબદારી લઈ શકતો નથી. હું નથી ઇચ્છતો કે તમારા પરિવારજનો મને કોલ કરે, હું બેબી સિટર નથી.