Orry In Bigg Boss 17 Wild Card Entry: હાલ બોલીવુડ સેલિબ્રિટીમાં જેના વિશે સૌથી વધુ ચર્ચા અને ગોસીપ થાય છે તે ઓરી. ઓરી વિશે સોશિયલ મીડિયામાં પણ ઘણી ગોસીપ થાય છે અને ઇન્ટરનેટ પર પણ તેની તસવીરો વાયરલ થઇ રહી છે. આ દરમિયાન ઓરીને લઇ એક ખાસ અપડેટ આવ્યા છે. માહિતી મુજબ લોકપ્રિય રિયાલિટી શો બીગ બોસના ઘરમાં ઓરીએ એન્ટ્રી લીધી છે. એટલે કે બીગ બોસ શો હવે વધુ મજેદાર બનશે. બીગ બોસના ઘરમાં ઓરીની એન્ટ્રીના સમાચારને સલમાન ખાને પણ પૃષ્ટી કરી છે.
બીગ બોસ 17 સીઝનમાં ઓરીની એન્ટ્રી (Orry In Bigg Boss 17 Wild Card Entry)
સેલિબ્રિટી ઓરી હવે બીગ બોસના ઘરમાં એન્ટ્રી કરી રહ્યો છે. બીગ બોસ 17 સીઝનમાં ઓરીએ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી છે. ઓરીની એન્ટ્રીથી બીગ બોસ શો વધુ રોમાંચક અને મજેદાર બનવાની અપેક્ષા છે. નોંધનિય છે કે, અગાઉની જેમ જ આ વખતે પણ બીગ બોસ 17 સીઝન બહું જ મજેદાર છે ત્યારે ઓરીની એન્ટ્રીથી દર્શકોને વધુ મજા પડી જશે.
બીગ બોસમાં સલમાન ખાને ઓરીનું વેલકમ કર્યું (Orry With Salman Khan In Bigg Boss 17)
બીગ બોસ 17 સીઝનના નવા પ્રોમોમાં હોસ્ટ સલમાન ખાન ઓરીનું એન્ટ્રી કરાવતા દેખાય છે. પ્રોમોમાં દેખાય છે કે, ઓરી પોતાની ઘણી બધી સુટકેશ લઇને સ્ટેજ પર આવે છે. આ જોઇને સલમાન ખાન હસી પડે છે. સલમાન ખાન કહે છે કે, અમે અહીંયા બધાને સમ્માન સાથે મોકલી છીએ. જ્યારે તમે સામાન સાથે જઇ રહ્યા છો.
ઓરી સલમાન ખાનની ભત્રીજી અલીજેહ અગ્નિહોત્રીની ડેબ્યૂ ફિલ્મ ફર્રેના સ્કિનિંગમાં દેખાયો હતો. ઓરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે બીગ બોસ 17ના હોસ્ટ સલમાન ખાન સાથે દેખાય છે. આ તસ્વીરના કેપ્શનમાં લખ્યુ છે – હું અહીંયા છોડી રહ્યો છું…
ઓરી વિશે જાહ્નવી કપૂરનું રિએક્શન
આ ઘટના પર સૌથી પહેલું રિએક્શન ઓરી દોસ્ત જાહ્નવી કપૂરે આપ્યું છે. જાહ્નવી એ લખ્યું – શું દુનિયા તૈયાર છે. તો વીર પહરિયાએ લખ્યું – ટાઇગર સાપની સાથે. શિખર પહરિયાએ લખ્યું – તમે ઓરીની પાછળ અને ઓરી તમારી પાછળ – ટુ મચ ફન. તો શનાયા કપૂર અને ભૂમિ પેડનેકરે ફાયર ઇમોજી સાથે રિએક્શન આપ્યા છે.
ઓરી કોણ છે, તેનું સાચુ નામ શું છે? (Who Is Orry, What Is Real Name?)
ઓરી એ બોલીવુડ સેલિબ્રીટી છે. ઓરીનું સાચું નામ ઓરહાન અવત્રામાણી છે અને એક સમયે તે જાન્હવી કપૂર સાથે જોડાયેલો હતો. જોકે અભિનેત્રીએ કહ્યું હતું કે તે અને ઓરી મિત્રો છે. હવે ઓરી બોલીવુડની દરેક અભિનેત્રી સાથે જોવા મળે છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં ઓરી કહેતા સંભળાય છે કે, “હું જીવી રહ્યો છું, હું જીવવા માટે અહીં છું, હું જીવવા જઈ રહ્યો છુ.” આ વીડિયો શેર કરતી વખતે ઓરીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, “હું નથી ઈચ્છતો કે કોઈ મને ફરી એવું પૂછે કે ‘ભાઈ તુ કરતા ક્યાં હૈ?” આ પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે. એક યુઝરે લખ્યું છે કે, “અમીરોના બાળકો લીવર, અમે એપેન્ડિક્સ છીએ.”
આ પણ વાંચો | ઓરીની પાર્ટીમાં સુહાના ખાન, સારા અલી ખાન, ખુશી કપૂર, સારા તેંડુલકરની મોજમસ્તી, જુઓ વાઈરલ ફોટા
આ સ્ટાર્સની પણ બીગ બોસમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થશે?
ઓરી ઉપરાંત બીગ બોસની માટે ઘણા નવા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. આ યાદીમાં આદિલ દુર્રાની અને રાખી સાવંતનું નામ પણ સામેલ છે. તો અનુપમા કેમ નિધિની પણ બીગ બોસ શોમાં એન્ટ્રી થઇ શકે છે. તેમજ બીગ બોસ શોના પ્રથમ સપ્તાહમાં બહાર ગયેલા સોનિયા બંસલ પણ ઘરમાં વાપસી કરી શકે છે. જો કે અત્યાર સુધી કોઇ સત્તાવાર જાણકારી મળી નથી.





