/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/orry-In-kwk-with-Karan-Jahor.jpg)
કોફી વિથ કરણમાં ઓરી અવાત્રામણિ કરણ જોહર સાથે. (Photo - @orry1)
Orry In Koffee With Karan: કોફી વિથ કરણની આઠમી સીઝન પૂરી થઈ રહી છે અને શોની ફિનાલે ખૂબ જ ખાસ બનવા જઈ રહી છે. છેલ્લા એપિસોડને ખાસ બનાવવા માટે, શોના હોસ્ટ કરણ જોહરે ઓરી, કુશા કપિલા, તન્મય ભટ્ટ અને દાનિશ સૈતને મહેમાન તરીકે બોલાવ્યા. આ આગામી એપિસોડનો પ્રોમો ખૂબ જ રસપ્રદ છે, જેમાં મહેમાન કરણ જોહરને રોસ્ટ કરતા જોવા મળે છે. ઓરી અને કરણ જોહર વચ્ચે કેટલીક રસપ્રદ બાબતો પણ જોવા મળવાની છે.
ફિનાલે એપિસોડના પ્રોમોમાં કરણ જોહરે ઓરીને પૂછ્યું કે શું તે સિંગલ છે? આ માટે ઓરીએ કહ્યું, "મારી પાસે પાંચ છે." આ સાંભળીને કરણ વિચારમાં પડી ગયો અને પૂછ્યું કે શું તે પાંચ લોકોને ડેટ કરી રહ્યા છે? આના પર ઓરી હસતા હસતા કહ્યું કે, - હું ચીટિંગ કરી રહ્યો છુ, ઓરી એક ચીટર છે."
ઓરીએ તેના પાર્ટનર્સને મિનિયંસ ગણાવ્યા. આ મુદ્દે ઓરીએ તેમના મીમ્સ બનાવનારાઓ પર પણ નિશાન ટાક્યું છે. ઓરીએ તે બધા લોકોને કહ્યું, "તમે મેમ્સ બનાવો છો, પણ હું પૈસા કમાઈ રહ્યો છું."
બોની કપૂરે ઓરીને ખ્યાતિ અપાવી
પ્રોમોમાં ઓરી પોતાની વિશે પણ વાત કરતો દેખાય છે. ઓરીએ કહ્યું કે તેની પબ્લિસિટી પાછળ બોની કપૂરનો હાથ છે. તેમણે જ ઓરીને પહેલીવાર પાપારાઝી સાથે પરિચય કરાવ્યો હતો.
ઓરીએ કહ્યું, "જો તમે કોઈને જવાબદાર ઠેરવવા માંગતા હો, તો બોનીને જવાબદાર ગણો." કારણ કે જ્યારે હું પહેલીવાર લાઈમલાઈટમાં આવ્યો હતો ત્યારે તે તેમની ભૂલ હતી. હું તેમની પુત્રીના જન્મદિવસમાં હાજરી આપવા ગયો હતો અને જ્યારે હું ગેટમાં પ્રવેશ્યો ત્યારે મીડિયાએ ક્લિક કરવાનું શરૂ કર્યું. અને બોની કાકા એક સજ્જન છે અને તેઓ મને લેવા આવ્યા હતા.
આ પણ વાંચો | અયોધ્યા પહોંચ્યા રામાયણના રામ, સીતા અને લક્ષ્મણ; વીડિયો જોઇ યુઝર્સે કહ્યું- વર્ષોની તપસ્યા પૂરી થઈ
ઓરીએ આગળ કહ્યું, "મને શરમ આવી રહી હતી, હું ધ્રૂજતો હતો અને મેં તેમને કહ્યું, 'બોની અંકલ, તેઓ મારું નામ પુછી રહ્યા છે.' અને તેઓએ કહ્યું કે તમે પોઝ આપ્યો છે? મેં કહ્યું ના. તેમણે મારો હાથ પકડ્યો અને મને મીડિયાની સામે લઈ ગયા અને કહ્યું, આ ઓરી છે, તેના ફોટા લો. આ મારું બાળક છે.” ઓરી તેમની ખ્યાતિનો શ્રેય બોની કપૂરને આપે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us