/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/orry-.jpg)
Orry : શું ઓરીને એક સેલ્ફી શેર કરવા માટે 20થી 30 લાખ રૂપિયા મળે છે?
Orry Latest News : બોલિવૂડ સ્ટારકિડ્સનો ફેવરિટ કોમન ફ્રેન્ડ અને પાર્ટી લવર ઓરી ઉર્ફ ઓરહાન અવત્રિમણિ હાલમાં જોરશોરથી ચર્ચામાં છે. બોલિવૂડ પાર્ટીમાં દરેક પાર્ટીમાં લગભગ ઓરી જોવા મળે છે. ઓરી નીતા અંબાણીથી લઇને સલમાન, શાહરૂખ, દીપિકા, સુહાના સહિત અનન્યા સાથે ફોટા પડાવતો નજર આવે છે. આ વચ્ચે ઓરીએ એક મોટો ખુલાસો કર્યો છે.
ઓરીએ હાલમાં બિગ બોસ 17માં એન્ટ્રી કરી હતી. વીકેન્ડના વાર એપિસોડમાં ઓરી સલમાન ખાન સાથે ઘણા ખુલાસા કરતા નજર આવ્યો હતો. ઓરીએ જણાવ્યું હતું કે, તેની પાસે પાંચ મેનેજર છે.
જ્યારે સલમાન ખાને ઓરીને પૂછ્યું કે, તું શું કરે છે? ત્યારે ઓરીએ જવાબમાં કહ્યું હતું કે તેને સોશિયલ મીડિયા પર એક સેલ્ફી પોસ્ટ કરવા માટે 20થી 30 લાખ રૂપિયા મળે છે. આ વાત સાંભળીને સલમાન ખાન સહિત દર્શકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. જો કે બિગ બોસની બહાર આવતા જ ઓરી પોતાની વાતથી પલટી મારી ગયો હતો. હાલમાં ઓરીએ એક ઇન્ટરવ્યુમાં આ વિશે મોટું નિવેદન આપ્યું હતું.
ઓરીએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'તેણે સેલ્ફી વાળી વાત ખોટી કહી હતી. મેં થોડું વધારીને કહ્યું હતુ. પરંતુ જેમ મારું એક નિવેદન ખુબ જ ચર્ચામાં આવ્યું તો મને ખુબ પસંદ આવ્યું.'
ઓરીએ સેલ્ફીવાળા નિવેદન અંગે ટાંકતા કહ્યું હતું કે, 'જો હું સેલ્ફી પોસ્ટ કરીને આટલા પૈસા કમાતો હોત તો આજે હું કોઇ દ્રીપ પર નિવાસ કરી રહ્યો હોત. અહીંયા નિવાસ કરીને મહેનત ના કરી રહ્યો હોત.'
આ સાથે ઓરીએ કહ્યું કે, કાશ! એક સેલ્ફી ઇન્સ્ટા પર પોસ્ટ કરીને હું આટલા પૈસા કમાતો હતો તો હું કોઇ દ્રીપ પર આલીશાન જીવન જીવી રહ્યો હોત. મુંબઇમાં કુતરાની જેમ આટલી મહેનત ના કરી રહ્યો હોત. આ ઉપરાંત ઓરીએ કહ્યું કે, 'જો મને એક સેલ્ફી માટે 20-30 હજાર રૂપિયા પણ મળી જાય તો હું પોતાની જાતને લકી માનું.'


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us