Orry Summoned By Mumbai Police : સેલેબ્રિટી ઓરહાન અવત્રમણી ઉર્ફે ઓરી વિવાદોમાં ફસાયો છે. હકીકતમાં મુંબઈ પોલીસે 252 કરોડ ડ્રગ્સ કેસમાં ઓરીને સમન્સ પાઠવ્યું છે. આ સમન્સ એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા બજારવવામાં આવ્યું છે. હવે તેણે આજે 20 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે એન્ટી નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટ સામે પૂછપરછ માટે હાજર થવાનો છે.
હાલ આ મામલે વધુ માહિતી બહાર આવી નથી અને ઓરી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તમને જણાવી દઈએ કે ઓરી મનોરંજન ઇન્ડસ્ટ્રીના ફેમસ સેલેબ્રિટી પૈકીનું એક નામ છે. ઘણા બોલિવુડ સ્ટાર્સ સાથે તેના ઘણા સારા સંબંધો છે.
વૈષ્ણોદેવીની દારૂની પાર્ટીનો વિવાદ
આ પહેલો કિસ્સો નથી કે આવા કિસ્સામાં ઓરી વિવાદમાં ફસાયો હોય. આ પહેલા જ્યારે તે પોતાના મિત્રો સાથે વૈષ્ણોદેવી ગયો હતો ત્યારે ત્યાંની હોટલમાં તેમણે દારૂની પાર્ટી કરી હતી. તે સમયે પોલીસે કાર્યવાહી કરી હતી અને ઓરી સહિત 7થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. હવે ફરી એકવાર તે વિવાદોમાં ફસાયો છે અને હવે પોલીસ જ પૂછપરછ બાદ ખુલાસો કરી શકશે કે ઓરી આ કેસમાં આરોપી છે કે નહીં.
ઓરહાન અવત્રમણી ઉર્ફે ઓરી કોણ છે?
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોવા ઉપરાંત, ઓરી ફિલ્મ સ્ટાર્સ અને સ્ટાર કિડ્સના સૌથી નજીકના મિત્રોમાંની એક છે. તે અવારનવાર બોલિવુડ પાર્ટીઓ અને સ્ટાર્સ સાથે પાર્ટી કરતો જોવા મળે છે. તે સારા અલી ખાન, જાહ્નવી કપૂર, ખુશી કપૂર સાથે પણ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. ઓરી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને ત્યાં પોતાના પર્સનલ-પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલી બાબતો શેર કરતો રહે છે.





