Bollywood Celebrities : આ દિવસોમાં બોલિવૂડની પાર્ટીઓની શાન ઓરહાન અવત્રામણી ઉર્ફ ઓરી વિશે એક સવાલ પૂછવામાં આવે છે કે તે વ્યવસાયમાં શું કરે છે? ઓરી બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, દીપિકા પાદુકોણ સહિતની મશહૂર અભિનેત્રી સાથે જોવા મળે છે. પરંતુ તેમાંથી કોઈને પણ એ ખ્યાલ નથી કે ઓરીનો શું કામ કરી રહ્યો છે?
કરણ જોહરે ‘કોફી વિથ કરણ 8’ માં સારા અલી ખાન અને અનન્યા પાંડેને આ વિશે પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ તેમને પણ આ વિશે કોઈ માહિતી નહોતી. હવે ઓરીએ આ સવાલ પર પોતાનું મૌન તોડ્યું છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં ઓરી કહેતા સંભળાય છે કે, “હું જીવી રહ્યો છું, હું જીવવા માટે અહીં છું, હું જીવવા જઈ રહ્યો છુ.” આ વીડિયો શેર કરતી વખતે ઓરીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, “હું નથી ઈચ્છતો કે કોઈ મને ફરી એવું પૂછે કે ‘ભાઈ તુ કરતા ક્યાં હૈ?” આ પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે. એક યુઝરે લખ્યું છે કે, “અમીરોના બાળકો લીવર, અમે એપેન્ડિક્સ છીએ.”

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો ક્લિપ એક ઈન્ટરવ્યુની છે. જેમાં ઓરીએ પોતાના કામ વિશે તો જણાવ્યું નથી, પરંતુ તેણે તેના બાળપણ સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી છે. તેણે કહ્યું હતું કે, “મોટાભાગના લોકો માને છે કે મારો જન્મ મુંબઈમાં થયો હતો અને મેં મારું આખું જીવન મુંબઈમાં વિતાવ્યું છે. ખરેખર હું સાઉથ ફુટહિલ્સ કોડાઈકેનાલમાં ઉછર્યો છું. જે ખરેખર સુંદર જગ્યા છે અને ત્યાં ઘણું બધું નથી.”
ઓરીએ પોતાના અભ્યાસ અંગે વાત કરતાં કહ્યું હતું કે, તેણે સ્કૂલ ઓફ લાઈફમાંથી ગ્રેજ્યુએટ કર્યું છે. તેણે મુંબઈ, તમિલનાડુ, ન્યૂયોર્ક, લંડન અને કેનેડામાં અભ્યાસ કર્યો છે. નોંધનીય છે કે, ઓરી ઘણીવાર બોલિવૂડ અભિનેત્રીઓ સાથે જોવા મળે છે. હાલમાં જ તે મુકેશ અંબાણીની પાર્ટીમાં પણ જોવા મળ્યો હતો. પરંતુ તે ન તો અભિનેતા છે કે ન તો ગાયક. પરંતુ તેના બોલિવૂડ અને બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી સાથે પણ સારા સંબંધો છે. તેથી જ દરેકના મનમાં આ પ્રશ્ન આવે છે કે તે કોણ છે?





