આજે 13 માર્ચના રોજ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં ઓસ્કર એવોર્ડ સમારોહ શરૂ થઇ ગયો છે. દીપિકા પાદુકોણે ઘણીવાર દેશને ગૌરવ અનુભવવાની તક આપી છે. ત્યારે ફરી એક વખત અભિનેત્રીએ દેશને ગર્વ કરવાની તક આપી છે. બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ઓસ્કાર એવોર્ડ 2023માં પ્રેઝેન્ટર તરીકે પહોંચી છે. આ અંગે દીપિકા પાદુકોણે ખુદ તમામ પ્રેઝન્ટર્સની યાદી સાથે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી. આ પ્રસંગે અભિનેત્રીનો ધમાકેદાર લુક સામે આવ્યો છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાના ઓસ્કર લૂકની તસવીરો સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે બ્લેક બ્લેક ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી રહી છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટા શેર કરવાની સાથે અભિનેત્રીએ #Oscars95 ને ટેગ કર્યું છે. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ હંમેશા કોઇ પણ પોશાકમાં સુંદર લાગતી હોય છે, પરંતુ આજે તેનો કોઇ મુકાબલો જ નથી.
દીપિકા પાદુકોણનો ઓસ્કર માટે ખાસ પહેરવેશ છે. આ લુકને પૂરો કરવા માટે તેણે ગળામાં સિમ્પલ ડાયમંડ નેકલેસ પહેર્યો છે. જે તેના પર ખુબ જ શોભી રહ્યો છે. દીપિકા પાદુકોણે ઓસ્કરમાં પોતાનો લુક એકદમ સિમ્પલ રાખ્યો છે. અભિનેત્રીએ તેના લુકથી સાબિત કરી દીધું છે કે સાદગીથી વધીને કંઈ નથી.
દીપિકા આ ખાસ અવસર પર વિજેતાઓને એવોર્ડ આપતી જોવા મળશે. આટલા મોટા એવોર્ડ શોનો ભાગ બનવું એ અભિનેત્રી માટે સન્માનની વાત છે. જ્યારે તે ઓસ્કરનો ભાગ બનવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારથી અભિનેત્રીને અભિનંદન મળી રહ્યા છે.
દીપિકા પાદુકોણના ચાહકોની કોઈ કમી નથી. અભિનેત્રીની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. સોશિયલ મીડિયા પર પણ તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 72.6 મિલિયન ફોલોઅર્સ છે. તેની ગણતરી બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે અને તે એક ફિલ્મ માટે ભારે ભરખમ ફી વસૂલે છે.