આ વર્ષે ભારતની બે ફિલ્મોએ ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો.’ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ને બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરીનો ઓસ્કર મળ્યો, જ્યારે એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે એકેડેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેઓ ‘નાટુ નાટુ’ ગીતને ઓસ્કર માટે લાયક નથી ગણતા. સોશિયલ મીડિયા પર બે જૂથમાં લોકો વહેંચાયા છે. આ વચ્ચે મેકઅપ આર્ટિસ્ટ શાન મુત્તથીલનું મોટું નિવેદન સામે આવ્યું છે.
હકીકતમાં શાન મુત્તથીલે આ એવોર્ડને પૈસા આપીને ખરીધ્યો હોવાનું નિવેદન આપ્યું છે. મેકઅપ આર્ટિસ્ટ અને હેર આર્ટિસ્ટ શાને લખ્યું કે, “હા હા હા આ ખૂબ જ રમુજી છે. મને લાગતું હતું કે ફક્ત ભારતમાં જ આપણે એવોર્ડ ખરીદી શકીએ છીએ. પરંતુ હવે તે ઓસ્કરમાં પણ થઈ રહ્યું છે. પૈસા હોય તો શું ન ખરીદી શકીએ, ઓસ્કર પણ.”
ઉલ્લેખનીય છે કે, શાન બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસનો મેકઅપ આર્ટિસ્ટ છે અને તેણે જેકલીનની ઘણી ફિલ્મોમાં અભિનેત્રીનો મેકઅપ કર્યો છે. 95મા ઓસ્કરમાં નોમિનેટ થયેલું ગીત ‘અપ્લોઝ’માં જેકલીન ફર્નાન્ડીસ પણ હતી. જો આ ગીતને ‘નાટુ નાટુ’એ’હરાવીને ઓસ્કરને પોતાના નામે કરી લીધો. એટલે કે RRRના ‘નાટુ નાટુ’એ જેકલીનના ગીતને પણ માત આપી છે. મેકએપ આર્ટિસ્ટે જેકલીન કે ગીતનું નામ સીધું લખ્યું નથી, પરંતુ તેની ટિપ્પણી સ્પષ્ટપણે ‘નાટુ નાટુ’ પર હતી.
આ પણ વાંચો: ગેસલાઈટનું ટ્રેલર: સારા અલી ખાનની એક્ટિંગના પ્રશંસકોએ કર્યા ભરપૂર વખાણ
તમને જણાવી દઈએ કે RRRનું ગીત ‘નાટુ નાટુ’ને ઓસ્કરના મંચ પર રજૂ કરવામાં આવ્યું હતું. જેને બોલિવૂડની મશહૂર અભિનેત્રી દીપિકા પાદુકોણે પ્રેઝન્ટ કર્યું હતું. આ ગીત રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવે ગાયું છે અને તેઓ સ્ટેજ પર ગીત ગાતા જોવા મળ્યા હતા અને અમેરિકન ડાન્સર્સનું એક જૂથ ગીત પર પરફોર્મ કરતા પણ જોવા મળ્યું હતું.