ઓસ્કાર 2024 : 22 વર્ષીય સિંગરે 87 વર્ષ જૂનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ

Oscar 2024 : ઓસ્કાર 2024ના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં બિલી ઈલિશ તેના પિતરાઈ ભાઈ ફિનાસ સાથે 'બાર્બી'ના મૂળ ગીત 'વોટ વોઝ આઈ મેડ ફોર' માટે એવોર્ડ મેળવતી જોવા મળે છે. બિલી ઈલિશ ઓસ્કરમાં એક ઇતિહાસ રચી દીધો છે.

Oscar 2024 : ઓસ્કાર 2024ના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં બિલી ઈલિશ તેના પિતરાઈ ભાઈ ફિનાસ સાથે 'બાર્બી'ના મૂળ ગીત 'વોટ વોઝ આઈ મેડ ફોર' માટે એવોર્ડ મેળવતી જોવા મળે છે. બિલી ઈલિશ ઓસ્કરમાં એક ઇતિહાસ રચી દીધો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Oscar 2024 | Billies Eilish Break 87 Year Oscar Old Record | Billie Eilish | Billie Eilish Song

ઓસ્કાર 2024 : 22 વર્ષીય સિંગરે 87 વર્ષ જૂનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ (ફોટો ક્રેડિટ સિંગર ટ્વિટર)

Oscar 2024 : મોસ્ટ પોપ્યુલર સિંગર બિલી ઈલિશે ઓસ્કાર 2024માં 'બાર્બી'ના 'વોટ વોઝ આઈ મેડ ફોર' માટે ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. 22 વર્ષીય Billie Eilish ઓસ્કાર 2024માં બીજી વખત ઓસ્કાર જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. તેણે એકેડેમી એવોર્ડનો 87 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

Advertisment
publive-image

બિલી ઈલિશે ઓસ્કારમાં આ રેકોર્ડ તોડ્યો

બિલી ઈલિશે ઓસ્કાર 2024માં 22 વર્ષની ઉંમરે બીજી વખત ઓસ્કાર જીતીને 87 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે બિલી ઈલિશ એવોર્ડ લેવા સ્ટેજ પર આવી ત્યારે તે ભાવુક થઈ ગઇ હતી. બિલીએ ભાવુક થઈને કહ્યું કે, 'હું ખૂબ જ નસીબદાર છું અને મારી મહેનતનું આટલું સારું પરિણામ મળતાં હું ખૂબ જ ખુશ છું.' બિલી એલિશે વધુમાં કહ્યું, 'મને આટલો પ્રેમ આપવા બદલ અને ફિલ્મ 'બાર્બી'ના ગીતને ખૂબ પસંદ કરવા બદલ આપ સૌનો આભાર.'

ઓસ્કાર 2024ના ઘણા વીડિયો અને ફોટા વાયરલ

ઓસ્કાર 2024ના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં બિલી ઈલિશ તેના પિતરાઈ ભાઈ ફિનાસ સાથે 'બાર્બી'ના મૂળ ગીત 'વોટ વોઝ આઈ મેડ ફોર' માટે એવોર્ડ મેળવતી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે બિલી ઈલિશને આ પહેલા ડેનિયલ ક્રેગ અભિનીત ફિલ્મ 'જેમ્સ બોન્ડ'માં 'નો ટાઈમ ટુ ડાઈ' માટે 2021માં બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કાર મળ્યો હતો.

Advertisment

આ પણ વાંચો : Oscar 2024 : ક્રિસ્ટોફર નોલને જીત્યો બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર, આ ભારતીય ફિલ્મને એન્ટ્રી મળી હતી, જુઓ સંપૂર્ણ યાદી 

બિલીએ 22 વર્ષની ઉંમરે બે વખતનો ઓસ્કાર વિજેતા બનીને ઈતિહાસ રચ્યો અને 28 વર્ષની ઉંમરે પોતાનો બીજો ઓસ્કાર જીતનાર લુઈસ રેનરના રેકોર્ડને પાછળ છોડી દીધો. ઇલિશ અને ઓ'કોનેલ પહેલેથી જ ગ્રેમી અને ગોલ્ડન ગ્લોબ જીતી ચૂક્યા છે. તેમણે 'વોટ વોઝ આઈ મેડ ફોર' માટે સોસાયટી ઓફ કમ્પોઝર્સ એન્ડ લિરીસીસ્ટનો એવોર્ડ પણ જીત્યો હતો. આ ગીતને 633 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

celebrities મનોરંજન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ