Oscar 2024 : ક્રિસ્ટોફર નોલને જીત્યો બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર, આ ભારતીય ફિલ્મને એન્ટ્રી મળી હતી, જુઓ સંપૂર્ણ યાદી

oscar 2024 : અમેરિકાની લોસ એન્જલસ ખાતે 96th Academy Award સમારોહ યોજાયો છે. અહીં તમે વિજેતાઓની સંપૂર્ણ યાદી જોઇ શકો છો. સાથે જ જાણો ઓસ્કાર 2024માં કઇ ભારતીય ફિલ્મોને એન્ટ્રી મળી હતી.

oscar 2024 : અમેરિકાની લોસ એન્જલસ ખાતે 96th Academy Award સમારોહ યોજાયો છે. અહીં તમે વિજેતાઓની સંપૂર્ણ યાદી જોઇ શકો છો. સાથે જ જાણો ઓસ્કાર 2024માં કઇ ભારતીય ફિલ્મોને એન્ટ્રી મળી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Oscar 2024 | Oscar 2024 Winners | Oscar 2024 Best Movies | Christopher Nolan

Oacar 2024 Winner List

Oscar 2024 : વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પૈકી એક ઓસ્કાર એવોર્ડ શોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે અમેરિકાની લોસ એન્જલસ ખાતે 96th Academy Awards યોજાઇ રહ્યા છે. અહીં તમે વિજેતાઓની સંપૂર્ણ યાદી જોઇ શકો છો. સાથે જ જાણો ઓસ્કાર 2024માં કઇ ભારતીય ફિલ્મોને એન્ટ્રી મળી હતી.

Advertisment

ધ એકેડેમીના સત્તાવાર પેજ પર પ્રસારિત માહિતી અનુસાર, એમા સ્ટોને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર એવોર્ડ જીત્યો હતો. તો અભિનેતા કિલિયન મર્ફીને ફિલ્મ ઓપેનહાઇમર માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સ્ટાર્સે એક્ટરને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. ફિલ્મ ઓપેનહાઇમર માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ ક્રિસ્ટોફર નોલનને મળ્યો હતો.

publive-image

બેસ્ટ સપોટિંગ એક્ટર

બેસ્ટ સપોટિંગ એક્ટરની વાત કરીએ આ વર્ષે ઓસ્કર એવોર્ડ ઓપનહાઇમર માટે રોબર્ટ ડાઉની જૂનિયરને મળ્યો હતો. રોબર્ટનો આ પહેલો ઓસ્કાર એવોર્ડ છે. તેને ત્રણ વખત ઓસ્કારમાં નોમિનેશન મળ્યું છે. રોબર્ટે તમામને આભાર માનતા કહ્યું હતું કે, 'તેને તેના ખરાબ દિવસો યાદ આવ્યા. એ પણ કહ્યું કે તેને કામની જરૂર હતી. જ્યારે નોલને તેને આ ફિલ્મની ઓફર કરી.' જો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસની વાત કરીએ તો અભિનેત્રી Da'Vine Joy Randolphને બેસ્ટ સપોટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. Da'Vine ને આ એવોર્ડ ફિલ્મ ધ હેન્ડઓવરમાં તેની ભૂમિકા માટે મળ્યો છે.

Advertisment

ઓસ્કાર 2024માં ભારતીય ફિલ્મની એન્ટ્રી અંગે વાત કરીએ તો આમાં ભારતના એક નાનકડા ગામ પર આધારિત બનેલી ફિલ્મ ટુ કિલ અ ટાઇગર નોમિનેટ થઇ હતી. આ ફિલ્મને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી.જોકે, આ ફિલ્મનું એકેડેમી એવોર્ડ્સ જીતવાનું સપનું તુટી ગયું. આ એવોર્ડ ફિલ્મ '20 ડેઝ ઇન મરિયોપોલ'ને મળ્યો હતો.

,

ઓસ્કર વિનર્સની યાદી

બેસ્ટ એક્ટ્રેસ-એમા સ્ટોન, ફિલ્મ પૂઅર થિંગ્સ

બેસ્ટ ડિરેક્ટર- ક્રિસ્ટોફર નોલન, ફિલ્મ ઓપેનહાઇમર

બેસ્ટ એક્ટર- કિલિયન મર્ફી, ફિલ્મ ઓપેનહાઇમર

બેસ્ટ ઓરિજિનલ સ્કોર- ઓપેનહાઇમરના Ludwig Göransson

બેસ્ટ સોંગ- બિલી ઇલિશ, ફિલ્મ બાર્બી

બેસ્ટ સપોટિંગ એક્ટર - રોબર્ટ ડાઉની જુનિયર (ઓપનહાઇમર)

બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ- ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ (યુકે ફિલ્મ)

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - હોલી વાડિંગ્ટન (પૂઅર થિંગ્સ ફિલ્મ માટે)

પ્રોડક્શન ડિઝાઇન - જેમ્સ પ્રાઇસ અને શોના હેથ (પુઅર થિંગ્સ ફિલ્મ માટે)

ઓરિજિનલ સ્ક્રીનપ્લે - જસ્ટિન ટ્રેટ અને આર્થર હરારી (ફિલ્મ એનાટોમી ઓફ અ ફોલ માટે)

બેસ્ટ ફિલ્મ એડિટિંગ - જેનિફર લેમ (ઓપનહાઇમર ફિલ્મ માટે)

શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ- ગોડઝિલા માઈનસ વન

ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ- ધ લાસ્ટ રિપેર શોપ

બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ- 20 ડેઝ ઇન મરીયોપોલ

બેસ્ટ સિનેમેટોગ્રાફી- ઓપનહાઇમર

લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ- ધ વંડરફૂલ સ્ટોરી ઓફ હેનરી શુગર

આ પણ વાંચો : મેદાનથી સ્વાતંત્ર્ય વીર સુધી આ સ્પતાહે આ ફિલ્મોના ટ્ર્રેલરે મચાવી ધૂમ, જાણો રિલીઝ ડેટ

બેસ્ટ ફિલ્મ

ઓપનહાઇમેર

અમેરિકન ફિક્શન

એનોટોમી ઓફ ધ રોલ

બાર્બી

ધ હોલ્ડ ઓવર્સ

કિલર્સ ઓફ ધ ફલાવર મુન

માઇસ્ટ્રો

પાસ્ટ લાઇવ્સ

પુઅર થિંગ્સ

ધ જ્હોન ઓફ ઇન્ટરેસ્ટ

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ