Oscar Awards 2024 : 96મા એકેડેમી એવોર્ડ 2024 ઓસ્કાર એવોર્ડના વિજેતાઓની જાહેરાત માર્ચ 2024માં યોજાનાર સમારોહમાં થશે. તે પહેલા મંગળવારે તેના નામાંકનની જાહેરાત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં તમે ઓસ્કાર એવોર્ડ નોમિનેશન ક્યારે અને ક્યાં જોઇ શક્શો તે જાણો.
96માં એકેડેમી એવોર્ડ 2024-ઓસ્કાર એવોર્ડના વિજેતાઓની જાહેરાત માર્ચમાં યોજાનાર સમારોહમાં કરવામાં આવશે. તે પહેલા મંગળવારે તેના નામાંકનની જાહેરાત કરવામાં આવી રહી છે. ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં સ્પર્ધામાં ભાગ લેવા માટે ભારતની સત્તાવાર એન્ટ્રી થઈ પરંતુ શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવી શક્યું નહીં. નામાંકન માટે આ શોર્ટલિસ્ટમાંથી ફિલ્મો પસંદ કરવામાં આવે છે.
સિનેમાના ચાહકો પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં સમાવિષ્ટ ઓસ્કાર એવોર્ડના નોમિનેશનની આતુરતાથી રાહ જુએ છે. નોમિનેશનમાં સામેલ થવું એ કોઈપણ ફિલ્મ કે કલાકાર માટે મોટી વાત માનવામાં આવે છે. ગયા વર્ષે, 95માં એકેડેમી એવોર્ડ્સમાં, તેલુગુ ફિલ્મ RRRને શ્રેષ્ઠ મૂળ ગીત માટે નામાંકિત કરવામાં આવી હતી અને તે જીતી પણ ગઈ હતી.
ગયા વર્ષે, ભારતની સત્તાવાર એન્ટ્રી Chhello Show આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં શોર્ટલિસ્ટમાં પહોંચી હતી. તે જ સમયે, ઓલ ધેટ બ્રીસને ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ અને એલિફન્ટ વ્હીસ્પર્સ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. 96મા એકેડેમી પુરસ્કારો માટે નામાંકન ભારતીય સમય અનુસાર 23 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે નામાંકન જાહેર કરવામાં આવશે.
નામાંકન કોણ જાહેર કરશે?
ઝાઝી બીટ્ઝ અને જેક ક્વેડ ઓસ્કાર એવોર્ડ્સ 2024 નોમિનેશનની જાહેરાત કરશે
ઓસ્કાર નોમિનેશન ક્યાં જોવું?
ભારતમાં, તમે મંગળવારે સાંજે 7 વાગ્યાથી તેની યુટ્યુબ ચેનલ પર 96મા એકેડેમી એવોર્ડ્સના નોમિનેશન જોઈ શકો છો, જ્યાં લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.
ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ’માં 15 ફિલ્મો શોર્ટલિસ્ટ
10 કેટેગરીની શોર્ટલિસ્ટ બહાર પાડવામાં આવી છે. આ શ્રેણીઓમાં દસ્તાવેજી ફીચર ફિલ્મ, ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ, ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ, મેક-અપ અને હેરસ્ટાઈલ, સંગીત (ઓરીજીનલ સ્કોર), સંગીત (ઓરીજીનલ સોંગ્સ), એનિમેટેડ શોર્ટ ફિલ્મ, લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ, સાઉન્ડ અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સ છે. ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ’માં 15 ફિલ્મો શોર્ટલિસ્ટ થઇ છે. નોમિનેશન માટે વોટિંગ 11 જાન્યુઆરીએ શરૂ થયું અને 16 જાન્યુઆરીએ બંધ થયું.
ઓસ્કાર એવોર્ડ વિજેતાઓની જાહેરાત ક્યારે કરવામાં આવશે?
96મા એકેડેમી એવોર્ડના વિજેતાઓની જાહેરાત 10 માર્ચે ઓવેશન હોલીવુડ ખાતે ડોલ્બી થિયેટરમાં આયોજિત સમારોહમાં કરવામાં આવશે. ભારતીય સમય મુજબ 11 માર્ચે સવારે લગભગ 5 વાગ્યે સમારોહ શરૂ થશે.





