ઓસ્કર માટે પસંદ થયેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ટીમ માટે દુ:ખના સમાચાર છે. આ ફિલ્મમાં કામ કરનાર બાળ કલાકારનું નિધન થઇ ગયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. ‘છેલ્લો શો’માં કામ કારનાર ચાઇલ્ડ સ્ટાર રાહુલ કોળીનું નિધન થઇ ગયું છે. રાહુલ કોળીનું લ્યૂકેમિયા બીમારીને કારણે અમદાવાદમાં નિધન થયું હતું.
ફિલ્મના રિલીઝના થોડા સમયના અંતરે જ રાહુલ કોળીનું નિધન થઇ ગયું છે. ઉલેલ્ખનીય છે કે, ફિલ્મ છેલ્લો શો 14 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની છે. કલાકાર રાહુલ કોલીના પિતા રીક્ષા ચલાવી ઘર ચલાવે છે. રાહુલ તેના ભાઇ બહેનોથી મોટો હતો.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે, રાહુલ કોળીના પિતાએ જણાવ્યું હતું કે, રવિવાર 2 ઓક્ટેબરે રાહુલે નાસ્તો કર્યો હતો. ત્યારબાદ થોડા કલાક વીત્યા પછી તેને તાવ આવ્યો હતો. આ સાથે તેને ત્રણવાર લોહીની ઉલ્ટી પણ થઇ હતી. જે બાદ મારા દીકરાનુ્ં મૃત્યું થઇ ગયું. રાહુલના પિતાએ પોતાની વ્યથા ઠાલવતા વધુમાં કહ્યું હતું કે, મારો પરિવાર તો બરબાદ થઇ ગયો છે. પરંતુ અમે તેની ફિલ્મ ‘છેલ્લો શો’ 14 ઓક્ટોબરે એક સાથે જોવા જઇશું.
તમને જણાવી દઇએ કે, રાહુલની 13વી ફિલ્મના રિલીઝના દિવસે એટલે કે 14 ઓક્ટોબરે જ કરવામાં આવશે. ગુજરાતીમાં આ વિધીને ટર્મૂ કહેવામાં આવે છે. જેમાં વ્યક્તિના નિધનના બાદની અંતિમ વિધીઓ કરવામાં આવે છે.
ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ 95માં ઓસ્કર એવોર્ડમાં નોમિનેટ થવાની ખુશીમાં ફિલ્મના મેકર્સે આ ફિલ્મને વિશ્વભરના 95 સિનેમાઘરોમાં રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. ‘છેલ્લો શો’ને લોકો 100 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં જોઇ શક્શે. જોકે એક દિવસ માટે ફિલ્મની ટિકીટ 95 રૂપિયા થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘છેલ્લો શો’ને નિર્દેશક પાન નલિને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની કહાણી તેના જીવનના એક ભાગ પર બનાવવામાં આવી છે.
‘છેલ્લો શો’ એક નવ વર્ષના બાળક ‘સમય’ની (ભાવિન રબારી) ગાથા છે, તે સૌરાષ્ટ્રનો રહેવાસી છે. તેમજ તેના પિતા રેલવે સ્ટેશન પર ચા વેચે છે. આ દરમિયાન સમય સિનેમાઘરના પ્રોજેક્શન રૂમમાં પ્રવેશ કરે છે. જ્યાં સમય એકસાથે ઘણી બધી ફિલ્મો જુએ છે, તે ફિલ્મો પ્રત્યે આકર્ષાય છે. સ્વાભાવિક છે કે, બાળપણમાં બાળકોને ફિલ્મોનો ચસકો લાગે છે. કારણ કે તેઓને સિનેમા વિશે કોઇ માહિતી હોતી નથી. આ ફિલ્મની વાર્તા ખ્યાતિ ધરાવનાર ઇટાલિયન ફિલ્મ સિનેમા ‘પેરેડિસો’ની યાદ અપાવે છે.
આ ફિલ્મ પણ બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો ઓસ્કર જીતી હતી. એવામાં પાન નલિને ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મારી ફિલ્મ લોકોને પેરેડિસોની યાદ અપાવશે. પરંતુ બંને ફિલ્મો વચ્ચે અંતર છે. ત્યારે હું દર્શકોને કહેવા માંગુ છું કે, ફિલ્મ જોયા બાદ જ કોઇ રિવ્યૂ આપે.