Oscars Panel : ઓસ્કર પેનલ માટે ભારતના આ સિતારાઓને આમંત્રણ, કરણ જોહર, રામચરણ સહિતના સ્ટાર્સ સામેલ

Oscars Panel : ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આ વર્ષે તેમની સાથે જોડાવા માટે 398 સભ્યોની નવી યાદી જાહેર કરી છે, જેમાં જુનિયર NTR, રામ ચરણ, કરણ જોહરનો સમાવેશ થાય છે.

Oscars Panel : ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આ વર્ષે તેમની સાથે જોડાવા માટે 398 સભ્યોની નવી યાદી જાહેર કરી છે, જેમાં જુનિયર NTR, રામ ચરણ, કરણ જોહરનો સમાવેશ થાય છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Ram charan ss rajamouli Junior Ntr Photo News

ઓસ્કર પેનલ માટે ભારતના આ સિતારાઓને આમંત્રણ

Oscars Panel: વિશ્વના સૌથી ઉચ્ચ કક્ષાના અને પ્રતિષ્ઠિત એવોર્ડ એકેડેમી ઓફ મોશન પિકચર્સ આર્ટસ એન્ડ સાયન્સીઝે આરઆરઆર ફેમ જૂનિયર એનટીઆર, રામચરણ, કરણ જોહર, ફિલ્મમેકર મણિરત્નમ અને મ્યૂઝિક કમ્પોઝર એમ.એમ.કિરાવનીને એકેડમીના સભ્ય બનવાનું આમંત્રણ મોકલ્યું છે. કરણ જોહરને નિર્માતા કેટેગરીમાં આમંત્રણ મળ્યું છે. જ્યારે RRR ગીતના સંગીતકાર એમએમ કિરવાણી અને ગીતકાર ચંદ્રબોઝ પણ આ યાદીમાં સામેલ છે. તો એકેડેમી એવોર્ડ્સ માટે નામાંકિત થયેલી ડોક્યુમેન્ટ્રી ઓલ ધેટ બ્રેથના ફિલ્મ નિર્માતા શૌનક અને એસએસ રાજામૌલીની આરઆરઆરમાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કરનાર કેકે સેંથિલ કુમારનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્તવનું છે કે, એકેડમીએ પોતાની સાથે જોડાવા માટે વિશ્વના 398 દિગ્ગજોને આમંત્રણ આપ્યું છે. જેમાં આંતરાષ્ટ્રીય હસ્તીઓ પણ સામેલ છે.

Advertisment

હવે વાત કરીએ એકેડેમીના સભ્યોની કેવી રીતે પસંદગી થાય છે તો એકેડેમીના નિયમો અનુસાર સભ્યોની પસંદગી વ્યાવસાયિક યોગ્યતા, પ્રતિનિધિત્વ, સમાવેશ અને સમાનતા માટે સતત પ્રતિબદ્ધતા પર આધારિત છે. એકેડેમીના સીઇઓ બિલ ક્રેમર અને પ્રમુખ જેનેટ યાંગે જણાવ્યું હતું કે, "એકેડમી આ કલાકારો અને વ્યાવસાયિકોને તેની સભ્યપદમાં આવકારવા માટે ગર્વ અનુભવે છે." તે સિનેમેટિક શાખાઓમાં અસાધારણ વૈશ્વિક પ્રતિભાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેણે મોશન પિક્ચર્સની કલા અને વિજ્ઞાન અને વિશ્વભરના ફિલ્મ ચાહકો પર નોંધપાત્ર અસર કરી છે.

એસએસ રાજામૌલીની આરઆરઆરની વાત કરીએ તો આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ધૂમ મચાવી છે. લોસ એન્જલસમાં ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં આરઆરઆરને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ અને 'નાટૂ નાટૂ ગીત' માટે શ્રેષ્ઠ મૂળ ગીત માટેનો એવોર્ડ મળ્યો હતો. નાટૂ નાટૂ આ વર્ષે લોસ એન્જલસમાં 80મા ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મે હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન એવોર્ડ્સમાં ચાર એવોર્ડ જીત્યા હતા.

Advertisment
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ