OTT Adda: હીરામંડી અને શૈતાન બાદ હવે ઓટીટી પર રિલીઝ થશે આ શાનદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ

OTT Adda Upcoming Movies And Web Series In This Week: ઓટીટી પ્લેટફોર્મ ચાલુ સપ્તાહે ઘણી મોટી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઇ રહી છે, જે તમને સમગ્ર સપ્તાહ દરમિયાન ફુલ એન્ટરટેનમેન્ટ કરાવશે.

Written by Ajay Saroya
May 06, 2024 21:35 IST
OTT Adda: હીરામંડી અને શૈતાન બાદ હવે ઓટીટી પર રિલીઝ થશે આ શાનદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
OTT Adda: ઓટીટી પર ચાલુ સપ્તાહે રિલીઝ થનાર ફિલ્મ અને વેબ સિરીઝ (Photo - IMDB)

OTT Adda Upcoming Movies And Web Series In This Week: ઓટીટી પ્લેટફોર્મ પર દરરોજ કોઇ ને કોઇ ફિલ્મ કે વેબ સ્ટોર રિલીઝ થાય છે. ઓટીટી પર દરેક ઉંમર પ્રમાણે કન્ટેન્ટ હોય છે. શૈતાનથી લઈને હીરામંડી સુધી આ અઠવાડિયે ઘણી મોટી સિરીઝ અને ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ મહિનાનું બીજું અઠવાડિયું શરૂ થવા જઈ રહ્યું છે. આ સાથે દર્શકોએ ઓટીટી પ્લેટફોર્મ પર નવા કન્ટેન્ટની શોધ શરૂ કરી દીધી છે. તો તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે પણ ઘણી દમદાર ફિલ્મો અને વેબ સિરીઝ કોમેડી, હોરર, એક્શન અને રોમાન્સનો પૂરો ડોઝ આપશે. આ અઠવાડિયે જુદા જુદા ઓટીટી પ્લેટફોર્મ પર શું વિશેષ અને વિસ્ફોટક હશે તેના પર એક નજર નાખો.

અનેખી સીઝન 3

નંદીશ સંધુ, હર્ષ છાયા સ્ટારર વેબ સિરીઝ અનદેખી 3 સોની લિવની સૌથી ચર્ચિત સિરીઝ છે. આ સિરીઝની પ્રથમ બે સીઝન લોકોને ખૂબ પસંદ આવી હતી. હવે તેની ત્રીજી સીઝન 10 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ સિરીઝ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, મરાઠી અને બંગાળી ભાષામાં રિલીઝ થશે. આ સિરિઝમાં દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય, સૂર્ય શર્મા, હર્ષ છાયા, આંચલ સિંઘ, અંકુર રાઠી અને અભિષેક ચૌહાણ ચમકી રહ્યા છે.

યોદ્ધા

સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશી ખન્ના અને દિશા પટાનીની ફિલ્મ યોદ્ધા મૂવી 22 માર્ચે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જો તમે હજી સુધી આ ફિલ્મ જોઈ નથી, તો પછી તમે તેને પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો. આ ફિલ્મ 15 મેના રોજ સ્ટ્રીમિંગ કરી રહી છે.

આડુજીવિતમ – ધ ગોટ લાઇફ

આડુજીવિતમ – ધ ગોટ લાઇફ’ એ 2024 નું મલયાલમ સર્વાઇવલ ડ્રામા છે, જેનું નિર્દેશન બ્લેસી દ્વારા કરવામાં આવ્યું છે. તે બેન્યામિનની 2008ની નવલકથા આડુજીવિતમ પર આધારિત છે, જે સાઉદી અરેબિયામાં ભરવાડ તરીકે ગુલામ બનેલા મલયાલી કામદાર નજીબની એક સાચી વાર્તા છે. ભારત-અમેરિકાના સહયોગમાં નિર્મિત આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન, જિમ્મી જીન-લૂઈ અને કેઆર ગોકુલ છે, જેમાં તાલિબ અલ બલુશી, રિક એબી, અમલા પોલ અને શોભા મોહન સહાયક ભૂમિકામાં છે. આ ફિલ્મ 10 મે, 2024 થી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

મર્ડર ઈન માહિમ

ફિઝિયોલોજિકલ ક્રાઇમ થ્રિલર સિરીઝ મર્ડર ઇન માહિમ માં આશુતોષ રાણા અને વિજય રાજ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ મર્ડર મિસ્ટ્રી સિરીઝનું દિગ્દર્શન રાજ આચાર્યએ કર્યું છે. તેમાં શિવાની રઘુવંશી અને શિવાજી સાટમ પણ મુખ્ય ભૂમિકામાં છે. આશુતોષ અને વિજય મુંબઈની શેરીઓમાં આતંક મચાવનારા સિરિયલ કિલર્સની શોધ કરશે. આ સિરીઝ 10 મેના રોજ જિયો સિનેમા પર રિલીઝ થશે.

8 એએમ મેટ્રો

આ એક લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં ગુલશન દેવૈયા અને સૈયામી ખેર મુખ્ય ભૂમિકામાં છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ જી5 ઉપર 10 મેના રોજ રિલીઝ થશે.

રત્નમ

તે હરિ દ્વારા નિર્દેશિત 2024 ની તમિલ એક્શન ફિલ્મ છે. મીડિયા રિપોર્ટ અનુસાર રત્નમ આ અઠવાડિયે એમેઝોન પ્રાઇમ વિડિઓ પર ઓટીટી ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે.

ઓલ ઓફ અસ સ્ટ્રેંજર્સ

આ એક એવા માણસની વાર્તા છે જે પોતાના પાડોશી સાથે રિલેશન બનાવે છે. આ પછી, તેના ભૂતકાળની યાદો તેની સામે આવે છે. તમે તેને 8 મેથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકો છો.

ધ ફાઈનલ એટેક ઓન વેમ્બ્લે

આ સિરીઝ એક ફૂટબોલ મેચ પર આધારિત છે. આ સિરીઝ 8 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

મેક્સટન હોલ-ધ વર્લ્ડ બિટવિન અસ

તે મોના કેસ્ટનની બેસ્ટ સેલિંગ નોવેલ સેવ મી પર આધારિત મેક્સટન હોલ ની લવ-હેટ રિલેશનશિપ સ્ટોરી પર આધારિત છે. તે 9 મેના રોજ પ્રાઇમ વિડિયો પર રજૂ કરવામાં આવશે.

ડોક્ટર હુ

આ કહાણી એક એવા ડોક્ટરની છે જે પોતાના મિત્રો સાથે અંતરિક્ષમાં પ્રવાસ કરે છે. આ દરમિયાન તેમણે ઘણા નવા મિત્રો બનાવ્યા. તમે તેને 11 મેના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકો છો.

જાનકી સમસારા

આ કન્નડ ભાષાની સિરીઝ છે. આ કહાણ એખ સંયુક્ત કુટુંબમાં રહેતા દંપતી જાનકી અને રાઘવની છે. તમે તે 6 મેના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલિઝ થઇ છે.

આ પણ વાંચો | હનીમૂન બેસ્ટ સ્થળ, બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ યાદગાર મોમેન્ટ બનાવવા જઇ ચૂક્યા છે

આવેશમ

આવેશમ 2024ની મલયાલમ એક્શન કોમેડી ફિલ્મ છે, જેનું નિર્દેશન જીતુ માધવને કર્યું છે. ફિલ્મની વાર્તા ત્રણ કિશોરોની આસપાસ ફરે છે જે બેંગલુરુ આવે છે અને ઝઘડા બાદ સ્થાનિક ગેંગસ્ટર સાથે મિત્રતા કરે છે. 9 મે, 2024ના રોજ આવેશમ એમેઝોન પ્રાઇમ વિડિઓ પર સ્ટ્રીમ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ