/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/new-movies-and-web-series.jpg)
OTT Adda : ક્રાઇમ, સસ્પેંસ અને થ્રિલરથી ભરપૂર મુવી અને સિરીઝ હોલિવૂડને આપે છે ટક્કર
OTT Adda Movies And Web Series : ઓટીટી પ્લેટફોર્મ પર દરરોજ કોઇને કોઇ ફિલ્મ કે વેબ સિરીઝ રિલીઝ થાય છે. ઓટીટી પર દરેક ઉંમર પ્રમાણે કન્ટેન્ટ હોય છે. આ મહિનાનું ત્રીજું અઠવાડિયું શરૂ થવા જઈ રહ્યું છે. આ સાથે દર્શકોએ ઓટીટી પ્લેટફોર્મ પર નવા કન્ટેન્ટની શોધ શરૂ કરી દીધી છે. તો તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે પણ ઘણી દમદાર ફિલ્મો અને વેબ સિરીઝ કોમેડી, હોરર, એક્શન અને રોમાન્સનો પૂરો ડોઝ આપશે. આ અઠવાડિયે જુદા-જુદા ઓટીટી પ્લેટફોર્મ પર શું વિશેષ અને વિસ્ફોટક હશે તેના પર એક નજર કરીએ.
સરાભમ મુવી
વર્ષ 2014માં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી મુવી સરાભમ કિડનેપિંગથી લઇને મર્ડર જેવા સસ્પેન્સથી ભરેલી છે. આ ફિલ્મને તમે ઓટીટી પ્લેટફોર્મ MX Player પર જોઇ શકો છો. આ ફિલ્મને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ 3 રેટિંગ આપ્યા છે.
કુટ્રમ 23
વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ અરુણ વિજય (Arun Vijay) અને મહિમા નાંબિયરની ફિલ્મ કુટ્રમ 23નું હિંદી નામ ખતરનાક પુલિવાલા છે. આ બેસ્ટ ફિલ્મ છે. આ ફિલ્મ તમારે ચોક્કસથી જોવી જોઇએ. કુટ્રમ 23ની કહાની ગુમ થયેલી મહિલા પર આધારિત છે. કુટ્રમ 23 ઓટીટી પ્લેટફોર્મ Disney+Hotstar અને Zee5 પર જોઇ શકો છો. કુટ્રમ 23ના ટ્રેલરને 10 મિલિયન વ્યૂઝ મળી ગયા છે.
થીરન અધિગામન ઓન્દ્રૂ
ક્રાઇમ થ્રિલર સસ્પેંસ પર આધારિત થીરન અધિગામન ઓન્દ્રૂ વર્ષ 2017માં સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઇ ગઇ છે. થીરન અધિગામન ઓન્દ્રૂ મુવી રિયલ સ્ટોરી પર બનાવવામાં આવી છે.
કૈથિ
કૈથિ ફિલ્મ તમિલ ભાષામાં બનેલી થ્રિલર ફિલ્મ છે, પરંતુ હવે તમે તેને હિંદીમાં ઓટીટી પર જોઇ શક્શો. કૈથિ મુવી જેલમાંથી છૂટેલો વ્યક્તિ તેનાથી અળગી થયેલી દીકરીની શોધ, ડ્રગ કેસ, છાપેમારીની કહાની છે. આ ફિલ્મને તમે Disney+Hotstar જોઇ શકો છો.
ચેન્નઇ સેન્ટ્રલ
ચેન્નઇ સેન્ટ્રલ મુવી સાઉથના સુપરસ્ટાર ધનુષની છે. ચેન્નઇ સેન્ટ્રલની સ્ટોરી એક પ્લેયર પર આધારિત છે. ચેન્નઇ સેન્ટ્રલ ફિલ્મ તમે Disney+Hotstar જોઇ શકો છો.
અનેખી સીઝન 3
નંદીશ સંધુ, હર્ષ છાયા સ્ટારર વેબ સિરીઝ અનદેખી 3 સોની લિવની સૌથી ચર્ચિત સિરીઝ છે. આ સિરીઝની પ્રથમ બે સીઝન લોકોને ખૂબ પસંદ આવી હતી. હવે તેની ત્રીજી સીઝન 10 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ સિરીઝ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, મરાઠી અને બંગાળી ભાષામાં રિલીઝ થશે. આ સિરિઝમાં દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય, સૂર્ય શર્મા, હર્ષ છાયા, આંચલ સિંઘ, અંકુર રાઠી અને અભિષેક ચૌહાણ ચમકી રહ્યા છે.
યોદ્ધા
સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશી ખન્ના અને દિશા પટાનીની ફિલ્મ યોદ્ધા મૂવી 22 માર્ચે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જો તમે હજી સુધી આ ફિલ્મ જોઈ નથી, તો પછી તમે તેને પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો. આ ફિલ્મ 15 મેના રોજ સ્ટ્રીમિંગ કરી રહી છે.
આડુજીવિતમ – ધ ગોટ લાઇફ
આડુજીવિતમ – ધ ગોટ લાઇફ’ એ 2024નું મલયાલમ સર્વાઇવલ ડ્રામા છે, જેનું નિર્દેશન બ્લેસી દ્વારા કરવામાં આવ્યું છે. તે બેન્યામિનની 2008ની નવલકથા આડુજીવિતમ પર આધારિત છે, જે સાઉદી અરેબિયામાં ભરવાડ તરીકે ગુલામ બનેલા મલયાલી કામદાર નજીબની એક સાચી વાર્તા છે. ભારત-અમેરિકાના સહયોગમાં નિર્મિત આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન, જિમ્મી જીન-લૂઈ અને કેઆર ગોકુલ છે, જેમાં તાલિબ અલ બલુશી, રિક એબી, અમલા પોલ અને શોભા મોહન સહાયક ભૂમિકામાં છે. આ ફિલ્મ 10 મે, 2024 થી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
મર્ડર ઈન માહિમ
ફિઝિયોલોજિકલ ક્રાઇમ થ્રિલર સિરીઝ મર્ડર ઇન માહિમ માં આશુતોષ રાણા અને વિજય રાજ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ મર્ડર મિસ્ટ્રી સિરીઝનું દિગ્દર્શન રાજ આચાર્યએ કર્યું છે. તેમાં શિવાની રઘુવંશી અને શિવાજી સાટમ પણ મુખ્ય ભૂમિકામાં છે. આશુતોષ અને વિજય મુંબઈની શેરીઓમાં આતંક મચાવનારા સિરિયલ કિલર્સની શોધ કરશે. આ સિરીઝ 10 મેના રોજ જિયો સિનેમા પર રિલીઝ થશે.
8 એએમ મેટ્રો
આ એક લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં ગુલશન દેવૈયા અને સૈયામી ખેર મુખ્ય ભૂમિકામાં છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ જી5 ઉપર 10 મેના રોજ રિલીઝ થશે.
રત્નમ
તે હરિ દ્વારા નિર્દેશિત 2024 ની તમિલ એક્શન ફિલ્મ છે. મીડિયા રિપોર્ટ અનુસાર રત્નમ આ અઠવાડિયે એમેઝોન પ્રાઇમ વિડિઓ પર ઓટીટી ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે.
ઓલ ઓફ અસ સ્ટ્રેંજર્સ
આ એક એવા માણસની વાર્તા છે જે પોતાના પાડોશી સાથે રિલેશન બનાવે છે. આ પછી, તેના ભૂતકાળની યાદો તેની સામે આવે છે. તમે તેને 8 મેથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકો છો.
ધ ફાઈનલ એટેક ઓન વેમ્બ્લે
આ સિરીઝ એક ફૂટબોલ મેચ પર આધારિત છે. આ સિરીઝ 8 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
મેક્સટન હોલ-ધ વર્લ્ડ બિટવિન અસ
તે મોના કેસ્ટનની બેસ્ટ સેલિંગ નોવેલ સેવ મી પર આધારિત મેક્સટન હોલ ની લવ-હેટ રિલેશનશિપ સ્ટોરી પર આધારિત છે. તે 9 મેના રોજ પ્રાઇમ વિડિયો પર રજૂ કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us